બેન્ક ખાતામાં પૈસા જમા કરાવવાનો નિયમ બદલાયો! ફટાફટ જાણો

બેન્ક ખાતામાં પૈસા જમા કરાવવાનો નિયમ બદલાયો! ફટાફટ જાણો
બેન્ક ખાતામાં પૈસા જમા કરાવવાનો નિયમ બદલાયો! ફટાફટ જાણો

જો તમે બેન્ક ખાતામાં પૈસા જમા કરાવવા જઈ રહ્યા હોય તો, આ સમાચાર તમારા માટે ખુબ મહત્વપૂર્ણ

 • Share this:
  જો તમે બેન્ક ખાતામાં પૈસા જમા કરાવવા જઈ રહ્યા હોય તો, આ સમાચાર તમારા માટે ખુબ મહત્વપૂર્ણ . કેમ કે, હવે તમારા બેન્ક ખાતામાં તમારી મરજી વગર કોઈ પૈસા નહીં નાખી શકે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમને નવા નિયમોમાં ફેરફાર કરવાનું કહ્યું છે. નાણામંત્રીએ શુક્રવારે પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે, સરકાર બેન્ક ખાતાધારકને સશક્ત બનાવવા માટે મોટા પગલા ઉઠાવશે.

  હાલના સમયમાં ખાતાધારકના બેન્ક ખાતામાં અન્ય વ્યક્તિ દ્વારા કેસ ડિપોઝિટ પર કોઈ પ્રતિબંધ ન હતો. પરંતુ, આ નિયમને લઈ ટુંક સમયમાં ફેરફાર થશે. તેમણે એ પણ કહ્યું કે, સરકારી બેન્કોના કામકાજમાં સુધાર માટે પણ પગલા ભરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, નોટબંધી બાદ લોકોના બેન્ક એકાઉન્ટમાં રોકડ જમા થઈ હોવાની જાણકારી મળી હતી. આ લોકોને પોતાના ખાતામાં પૈસા જમા કરાવનાર લોકોની જાણકારી ન હતી. ખાસ કરીને જનધન ખાતામાં આવા કેટલાએ મામલા સામે આવ્યા હતા.  હાલમાં શુ છે કાયદો
  - કોઈ વ્યક્તિ હાલમાં કોઈ પણના બેન્ક ખાતામાં પૈસા જમા કરાવી શકે છે
  - તેની પાસે બીજા વ્યક્તિનો માત્ર એકાઉન્ટ નંબર હોવો જોઈએ.
  - આવું કરવા માટે તેણે ખાતાધારકની મંજૂરી લેવાની જરૂરત નથી પડતી  એટલે કે, સરળ શબ્દોમાં સમજીએ તો, માની લો કે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બેન્કમાં જઈ અથવા પછી કોઈ ખાતાધારકના કાતામાં કેશ ડિપોઝિટ મશીનથી રોકડ જમા કરાવી શકે છે. તેના માટે તેની પાસે બસ માત્ર કોઈના ખાતાનો 15 આંકડાનો ખાતા નંબર જ નાખવો પડે છે. ફંડ ટ્રાંસફરની બીજી ચેનલના ઉપયોગથી પણ આવું કરવું સરળ છે.
  First published:July 06, 2019, 17:15 pm