SBIના 40 કરોડ ગ્રાહકોને ઝટકો! બેંકે બચત ખાતાના વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જાણો નવા વ્યાજ દર

News18 Gujarati
Updated: March 14, 2020, 2:17 PM IST
SBIના 40 કરોડ ગ્રાહકોને ઝટકો!  બેંકે બચત ખાતાના વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જાણો નવા વ્યાજ દર
પ્રતિકાત્મક તસવીર

SBI દ્વારા એક નિવેદન બહાર પાડી અને જાહેરાત કરવામાં આવી. માર્ચ 2020થી જ લાગુ પડશે નવા વ્યાજ દર

  • Share this:
નવી દિલ્હી : દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે (SBI-Inidia) દ્વારા લેવાયેલા એક નિર્ણયના કારણે બેંકના કરોડો ગ્રાહકોને ફટકો લાગ્યો છે. બેંકે તાજેતરમાં જ આપેલા એક નિવેદમાં જણાવાયું છે કે બેંક દ્વારા બચત ખાતાના (Saving Bank Account) વ્યાજદરોમાં (intrest rate) ઘટાડો કરવામાં આવ્યો છે. એસબીઆઈ દ્વારા નવા વ્યાજદરો માં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણયની અસર બેંકના 40 કરોડ ગ્રાહકો પર પડશે.

મોટો નિર્ણય : બેંકે તમામ બચત ખાતાના વ્યાજદરોને તર્કસંગત કરતા ફ્લેટ 3 ટકા કરી દીધા છે. અગાઉ એક લાખ રૂપિયાથી ઓછી રકમના બચત ખાતા પર વાર્ષિક 3.25 ટકા વ્યાજ મળતું હતું જ્યારે એક લાખથી વધુ રકમ પર 3 ટકા વ્યાજ મળતું હતું.

આ પણ વાંચો : માઠા સમાચાર! પેટ્રોલ-ડીઝલ ત્રણ રૂપિયા સુધી મોંઘું થશે, સરકારે એક્સાઇઝ ડ્યૂટી વધારી

ગત અઠવાડિયે FD પર દરો ઘટા઼ડ્યા હતા : ઉલ્લેખીય છે કે બેંક દ્વારા ગત અઠવાડિયા ફિકસ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. બેંકે 45 દિવસની શોર્ટ ટર્મ એફડી પર વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ અસર 10મી માર્ચથી લાગુ થશે. નવા દરો મુજબ 7-45 ટકાની એફડી પર 4 ટકા વ્યાજ મળશે જે અગાઉ 4.50 ટકા મળતું હતું.

આ પણ વાંચો :  રવીન્દ્ર જાડેજા પર સવાલ ઉઠાવનાર માંજરેકરની 'હકાલપટ્ટી', IPLમાંથી બહાર!

હોમ લોનના વ્યાજ દરોમાં ઘટાડો : SBI દ્વારા હોમ લોનના વ્યાજ દરોમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. બેંક દ્વારા માર્જિનલ કૉસ્ટ ઑફ ફન્ડ્સ બેસ્ટ લેન્ડિંગ રેટમાં 15 પોઇન્ટનો ઘટાડો કર્યો છે. નવા દરો 10મી માર્ચથી લાગુ પડશે.
First published: March 14, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading