SBI સેલેરી એકાઉન્ટ: અમર્યાદિત ATM ટ્રાન્ઝેક્શન, 30 લાખનો વીમો, બે મહિનાનો એડવાન્સ પગાર સહિત અનેક ફાયદા

પ્રતીકાત્મક તસવીર

જો તમારું સેલેરી ખાતું (SBI salary account) ભારતીય સ્ટેટ બેંક (State bank of india)માં છે તો તમને અનેક ફ્રી લાભ પ્રાપ્ત થાય છે.

  • Share this:
    નવી દિલ્હી: જો તમે ભારતીય સ્ટેટ બેંક (State bank of India)માં સેલેરી એકાઉન્ટ (SBI salary account ધરાવો છો તો તમને અનેક ફાયદા મળે છે. SBI સેલેરી એકાઉન્ટ પર અનેક પ્રકારની ઑફર આપે છે. જેમાં ઝીરો બેલેન્સ, 30 લાખ રૂપિયા સુધીનો વીમો, કોઈ પણ બેંકના એટીએમમાં અમર્યાદિત ફ્રી લેવડદેવડ, મફત ઑનલાઇન NEFT/RTGS, ઓવરડ્રાફ્ટ સહિત અનેક સુવિધા સામેલ છે. તો તેના વિશે જાણકારી મેળવીએ...

    એક પગારદાર વ્યક્તિ પોતાના સેલેરી એકાઉન્ટ વિશે બહુ સારી રીતે જાણતો હોય છે. જોકે, કર્મચારીઓએ કઈ બેંકમાં સેલેરી એકાઉન્ટ ખોલાવવું તે તેની કંપની કે પેઢી નક્કી કરતી હોય છે. જે લોકોનું સેલેરી એકાઉન્ટ ભારતીય સ્ટેટ બેંકમાં છે તેમને અનેક લાભ મળે છે. એસબીઆઈની અધિકૃત વેબસાઇટ sbi.co.in પ્રમાણે એસબીઆઈ ખાતાના લાભોમાં વીમો પણ સામેલ છે. સાથે જ પર્સનલ લોન, હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન વગેરેમાં વળતર મળે છે.

    SBIમાં સેલેરી એકાઉન્ટના ફાયદા

    1) એક્સીડેન્ટલ ડેથ કવર (Accidental death cover): SBI સેલેરી ખાતાધારકો રૂપિયા 20 લાખ સુધી એક્સીડેન્ટલ ડેથ કવર મેળવવા માટે હકદાર છે.

    2) એર એક્સીડેન્ટલ ડેથ કવર (Air accidental death cover): SBIની અધિકારિક વેબસાઇટ sbi.co.in પ્રમાણે હવાઈ દુર્ઘટનામાં મૃત્યુના કેસમાં એસબીઆઈ સેલેરી એકાઉન્ટ ધારકો 30 લાખ રૂપિયા સુધી વીમો મેળવવાના હકદાર છે.

    આ પણ વાંચો: સુરત: ચાર વર્ષની બાળકી સાથે અડપલાં, માસૂમે બૂમાબૂમ કરતા નરાધમ પાડોશી યુવક ભાગી ગયો

    3) લોન પ્રૉસેસિંગ ફી (loan processing fee)માં 50% વળતર: એસબીઆઈ સેલેરી એકાઉન્ટ ધારકોને પર્સનલ લોન, હોમ લોન, કાર લોન સહિત કોઈ પણ પ્રકારની લોનમાં પ્રૉસેસિંગ ફીમાં 50 ટકાની છૂટ મળે છે.

    4) ઓવરડ્રાફ્ટ સુવિધા (Overdraft facility): ભારતીય સ્ટેટ બેંકમાં પગાર ખાતુ ધરાવનાર લોકોને ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળે છે. જે અંતર્ગત દેશની સૌથી મોટી સરકારી બેંક ખાતા ધારકોને બે મહિના સુધીનો પગાર આપે છે.

    5) લૉકર ભાડામાં છૂટ: SBI સેલેરી ખાતાધારકોને લૉકર ચાર્જમાં 25 ટકાની છૂટ આપે છે.

    આ પણ વાંચો: સુરત: જમીનના ઝઘડામાં ભત્રીજાએ સગા કાકાને પતાવી દીધા, શાકભાજીનું ચપ્પુ લઈને તૂટી પડ્યો

    આ ઉપરાંત એસબીઆઈમાં સેલેરી એકાઉન્ટ ધરાવનાર લોકોને ઝીરો બેલેન્સનો લાભ મળે છે. કોઈ પણ બેંકના એટીએમમાંથી અમર્યાદિત લેવડદેવડ કરી શકો છો. આ ઉપરાંત એસએમએસ એલર્ટ માટે પણ કોઈ ચાર્જ નથી લેવામાં આવતો.



    ઉલ્લેખનીય છે કે નિયમ પ્રમાણે બચત ખાતા ધારકોએ મહિનામાં અમુક એવરેજ રકમ ખાતામાં રાખવી પડે છે. જો આનાથી ઓછી રકમ ખાતામાં જમા હોય તો બેંક ચાર્જ લગાવે છે. મોટાભાગની બેંકો સેલેરી એકાઉન્ટ ધારકોને આ નિયમમાંથી મુક્તિ આપે છે. એટલે કે તમને ઝીરો બેલેન્સ એકાઉન્ટની સુવિધા આપે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: