SBI Research Report: શું ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? વ્યાજદરમાં થઇ શકે છે વધારો
SBI Research Report: શું ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? વ્યાજદરમાં થઇ શકે છે વધારો
ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરવાંનો છે આ યોગ્ય સમય
Investment Tips: જો તમે પણ તે રોકાણકારોમાંથી એક છો જે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રોકાણ કરે છે, તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. SBI રિસર્ચ રિપોર્ટ (SBI Research Report) અનુસાર, જો નાણાંકીય વર્ષ 2022-2023માં ચોક્કસ પરીબળો ફળશે, તો બેન્ક ડિપોઝિટના દરો (Bank Deposit Rate) પર પણ દબાણ સર્જાઇ શકે છે.
ઘણા લોકો શેરબજાર (Stock Market) કે અન્ય જગ્યાએ પૈસા રોકવાની (Investment) જગ્યાએ ફિક્સ્ડ ડીપોઝીટ (Fixed Deposit)માં રોકાણ કરવું વધુ સુરક્ષિત અને સરળ માને છે. અને જો તમે પણ તે રોકાણકારોમાંથી એક છો જે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રોકાણ કરે છે, તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. SBI રિસર્ચ રિપોર્ટ (SBI Research Report) અનુસાર, જો નાણાંકીય વર્ષ 2022-2023માં ચોક્કસ પરીબળો ફળશે, તો બેન્ક ડિપોઝિટના દરો (Bank Deposit Rate) પર પણ દબાણ સર્જાઇ શકે છે.
એસબીઆઇના રીસર્ચ રીપોર્ટ અનુસાર, "નાણાંકીય વર્ષ 2022માં નાની બચતો બજેટની રકમ કરતા રૂ. 2 લાખ કરોડથી વધુ હતી અને તેના પરિણામે ચોખ્ખું ધિરાણ રૂ. 1.7 લાખ કરોડ જેટલું ઓછું થયું હતું. અહીં નાણાંકીય વર્ષ 2023માં પડકાર એ છે કે ચોખ્ખી ઉધાર રકમમાં રૂ. 4.1 લાખ કરોડનો વધારો થયો છે અને નાની બચતો નાણાંકીય વર્ષ 2022ની સુધારેલી રકમ કરતા રૂ. 1.7 લાખ કરોડ ઓછી હોવાનું માનવામાં આવે છે. જો નાણાંકીય વર્ષ 2023માં આ રકમો સાકાર થાય છે, તો બેંક થાપણ દરો પર દબાણ હશે. કારણ કે નાની બચતના દરો બેંક થાપણના દરો કરતા પહેલાથી જ વધુ છે.
'MPCની બહાર રિવર્સ રેપો રેટમાં 20 bps વધારો' - આ અહેવાલને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર ડૉ. સૌમ્ય કાંતિ ઘોષ દ્વારા લખવામાં આવ્યો છે. સરકારે Q1FY21થી નાની બચત યોજનાઓના દરોમાં સુધારો કર્યો નથી.
રીપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, “મહામારી દરમિયાન નાના થાપણદારોના હિતોનું રક્ષણ કરવા માટે સરકારે Q1FY21થી નાની બચત યોજનાઓના દરોમાં સુધારો કર્યો નથી. જો કે, આરબીઆઈએ મુખ્ય પોલિસી રેપો રેટમાં 115 બીપીએસનો ઘટાડો કરીને 4.0 ટકા અને રિવર્સ રેપો રેટમાં 155 બીપીએસનો ઘટાડો કરીને 3.35 ટકા કર્યો છે. આ સાથે બેંકોએ તેમના વ્યાજ દરો (થાપણો અને ધિરાણ બંને)માં પણ નોંધપાત્ર ઘટાડો કર્યો છે.” તાજેતરમાં, એસબીઆઈ, એચડીએફસી બેંક, એક્સિસ અને કોટક મહિન્દ્રા બેંક જેવા ધિરાણકર્તાઓએ તેમની ફિક્સ્ડ ડિપોઝિટના દરોમાં કેટલાક સમયગાળા માટે વધારો કર્યો છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર