આનંદો, આજથી સસ્તી થશે SBIની હોમ, ઑટો, પર્સનલ લોન

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ ગ્રાહકોનું દેવું સસ્તુ કરી દીધું હતું

News18 Gujarati
Updated: May 10, 2019, 2:37 PM IST
આનંદો, આજથી સસ્તી થશે SBIની હોમ, ઑટો, પર્સનલ લોન
એસબીઆઈની હોમ,ઓટો અને પર્સનલ લોન થઈ સસ્તી
News18 Gujarati
Updated: May 10, 2019, 2:37 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBI દ્વારા ગ્રાહકો માટે લોનના વ્યાજદરમં ઘટાડો કર્યો છે. બેંક દ્વારા માર્જિનલ કૉસ્ટ ઑફ લેન્ડિંગ રેટ ઓછો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દર ઓછો થવાથી એસબીઆઈની હોમ, ઑટો, અને પર્સનલ લોન સસ્તી થઈ જશે. એમસીએલઆરમાં ઘટાડો થવાના કારણે સામાન્ય માણસ સૌથી મોટો ફાયદો એ થશે કે તેમની વર્તમાન લોન પણ સસ્તી થશે અને અગાઉની સરખામણીએ ઓછો EMI ભરવાનો થશે.

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા દ્વારા અગાઉ 10મી એપ્રીલે પણ વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આરબીઆઈની બેઠકમાં 0.25 ટકાનો રેપો રેટમાં ઘટાડો આવવાનીથી અનેક સરકારી બેંક વ્યાજદર ઘટાડ્યો હતો.

આરબીઆઈની આગામી બેઠક જૂન મહિનામાં યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે જ્યારે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા રેપો રેટમાં ઘટાડો કરે છે ત્યારે બેંકના વ્યાજ દર ઘટી શકે છે. રેપો રેટ એ છે કે જે દરે આરબીઆઈ દેશની અન્ય બેંકોને ધિરાણ આપે છે. જ્યારે રિવર્સ રેપો રેટ એટલે દેશની બેંકોની આરબીઆઈમાં જમા થયેલી થાપણ પર મળતા વ્યાજનો દર
First published: May 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...