SBIએ મિનિમમ બેલેન્સ ન રાખવા પર દંડમાં કર્યો 75%નો ઘટાડો

હવે કોઇપણ કસ્ટમરએ મિનિમમ બેલેન્સ મેન્ટેઇન ન કરવા પર 15 રૂપિયાથી વધુની પેનલ્ટી નહીં આપવી પડે. જ્યારે અત્યાર સુધીમાં આ પેનલ્ટી પેટે 50 રૂપિયાનો ચાર્જ વસુલવામાં આવતો હતો

News18 Gujarati
Updated: March 13, 2018, 1:24 PM IST
SBIએ મિનિમમ બેલેન્સ ન રાખવા પર દંડમાં કર્યો 75%નો ઘટાડો
હવે કોઇપણ કસ્ટમરએ મિનિમમ બેલેન્સ મેન્ટેઇન ન કરવા પર 15 રૂપિયાથી વધુની પેનલ્ટી નહીં આપવી પડે. જ્યારે અત્યાર સુધીમાં આ પેનલ્ટી પેટે 50 રૂપિયાનો ચાર્જ વસુલવામાં આવતો હતો
News18 Gujarati
Updated: March 13, 2018, 1:24 PM IST
નવી દિલ્હી: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સેવિંગ અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેઇન્ટેઇન નહીં કરવા પર પેનલ્ટીમાં 75 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે કોઇપણ કસ્ટમરએ મિનિમમ બેલેન્સ મેન્ટેઇન ન કરવા પર 15 રૂપિયાથી વધુની પેનલ્ટી નહીં આપવી પડે. જ્યારે અત્યાર સુધીમાં આ પેનલ્ટી પેટે 50 રૂપિયાનો ચાર્જ વસુલવામાં આવતો હતો. બેંકનાં આ નિર્ણયથી 25 કરોડ જેટલાં ગ્રાહકોને ફાયદો થશે. જોકે કસ્ટમર્સને પેનલ્ટી ઘટવાનો ફાયદો પહેલી એપ્રિલથી મળશે.

બેંકે કહ્યું કે, મિનિમમ બેલેન્સની કમી પર પેનલ્ટી ઘટાડવાનો નિર્ણય કસ્ટમર્સ અને અન્ય સંબંધિત સ્ટેકહોલ્ડર્સનાં ફિડબેકનાં આધારે લેવામાં આવ્યો છે. મેટ્રો અને નોન મેટ્રો શહેર માટે હવે આ ચાર્જ 50 રૂપિયાથી ઘટાડીને 15 રૂપિયા દર મહિને કરવામાં આવ્યો છે જ્યારે સેમી અર્બન અને રૂરલ એરિયાનાં કસ્ટમર્સ માટે આ ચાર્જ 40 રૂપિયા દર મહિનેથી ઘટાડીને 40 રૂપિયા વાર્ષિક કરવામાં આવ્યો. તેનાં પર 10 રૂપિયા GST લાગશે એટલે  આ રકમ 50 રૂપિયા થઇ ગઇ.

મિનિમમ બેલેન્સની શરત મામલે SBIએ તેની બ્રાન્ચને ચાર ભાગમાં વહેંચી દીધી છે. મેટ્રો, રુરલ, અર્બન અને સેમી અર્બન. અર્બન અને મેટ્રો બ્રાન્ચનાં કસ્ટમર્સ પર 3000 રૂપિયા મિનિમમ બેલેન્સ લાગૂ થશે. SBIએ  ગત જૂનમાં મિનિમ બેલેન્સ વધારીને રૂપિયા 5000 કરવામાં આવ્યું હતું. હાલમાં મેટ્રો શહેરમાં 3000 ઘટ્યા, સેમી અર્બનમાં 2000 અને ગ્રામીણ વિસ્તારમાં 1000 રૂપિયા કરવામાં આવ્યું છે. સગીર અને પેંશનર્સ માટે પણ આ લિમિટ કરવામાં આવી છે. પેનલ્ટીને 25-100 રૂપિયા ઘટાડી 20-50 રૂપિયાની રેન્જમાં લાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, SBIમાં મિનિમમ બેલેન્સની સિમિટ બીજા પબ્લિક સેક્ટર બેંકથી વધુ અને મોટા પ્રાઇવેટ બેંકથી ઓછી છે. ICICI, HDFC,કોટક અને એક્સિસ બેંકનાં મેટ્રો અકાઉન્ટ્સમાં મિનિમમ બેલેન્સની  લિમિટ 10,000 રૂપિયા છે. SBIએ એપ્રિલથી નવેમ્બર 2017 દરમિયાન મિનિમમ બેલેન્સ મેઇનટેઇન નહીં કરવાનાં કારણે ગ્રાહકો પાસેથી 1,772 કરોડ રૂપિયા દંડ વસુલ્યો હતો.
First published: March 13, 2018
વધુ વાંચો
अगली ख़बर