RBIના નિર્ણય બાદ SBIએ આપી ગ્રાહકોને સૌથી ભેટ

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા રેપો રેટમાં ઘટાડા ફાયદો સૌથી પહેલા એસબીઆઈ આપવા જઇ રહ્યું છે. 1 જુલાઇ 2019 થી કર્જ 0.25 ટકા સસ્તું થશે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા રેપો રેટમાં ઘટાડા ફાયદો સૌથી પહેલા એસબીઆઈ આપવા જઇ રહ્યું છે. 1 જુલાઇ 2019 થી કર્જ 0.25 ટકા સસ્તું થશે.

  • Share this:
    રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) તરફથી રેપો રેટમાં ઘટડાનો ફાયદો એ સૌથી પહેલા SBI આપવા જઇ રહ્યો છે. SBIએ માર્ચ 2019માં જ તેમની બચત થાપણો અને લોન દર RBI રેપો રેટમાં જોડવાની જાહેરાત કરી હતી. તેથી જ RBIના વ્યાજ દરોમાં કરવામાં આવેલા 0.25 ટકાનો ઘટાડનો ફાયદો SBI ગ્રાહકોને તરત જ મળશે. 1 જુલાઇથી તેની લિંક્સ 0.25% સસ્તી થશે. SBIના બેંચમાર્કિંગ નિયમ હેઠળ આ પહેલ કરનાર SBI દેશની પહેલી બેંક છે. SBIએ 1 લી મેથી લોનને લઇને મોટો ફેરફાર કરી ચુકી છે. બેંકના રેપો રેટને બેંક દરો સાથે જોડી દીધો છે. આ નિર્ણય એક લાખ રૂપિયાથી વધુની લોન પર લાગુ પડે છે.

    શું છે એક્સટર્નલ બેચમાર્કિંગ- એક્સટર્નલ બેચમાર્કિંગ નિયમ હેઠળ લોન્સમાં ફ્લોટિંગ (પરિવર્તનીય) વ્યાજ દર રેપો રેટ અથવા ગવર્મેન્ટ સિક્યોરિટીમાં રોકાણ પર યીલ્ડ જેવા બાહ્ય ધારકોને સાંકળવામાં આવશે. આ ફાયદો એ થશે કે આરબીઆઇ દ્વારા પોલિસી રેટ ઘટાડતા અથવા વધારતા જ ગ્રાહકો માટે લોન પણ તરત જ સસ્તી અથવા મોંઘી થઇ જશે. હાલમાં બેન્કો તેના કર્જ પર પ્રિન્સિંપલ લેડિંગ રેટ (PLR) બેસ રેટ અને માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેંડિગ રેટ (MCLR) જેવા આંતરિક ધોરણો પર આધારિક નક્કી કરે છે.

    તમામ SBI ગ્રાહકોને ફાયદો નથી - એસબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાત મુજબ, આરબીઆઇ દ્વારા નીતિ દરોમાં ફેરફાર કરવાનો ફાયદો ગ્રાહકોને તરત જ આપવાના ઉદેશ્યથી સેવિંગ ડિપોઝિટ અને તેના ટૂકા ગાળાના વ્યાજ દરના રેપોરેટથી જોડવાનો નિર્ણય પહેલી મે 2019થી લાગુ થશે. તેનાથી એસબીઆઇના તમામ ગ્રાહકોને ફાયદો નહીં મળે. નવો નિયમ માત્ર તે ખાતાઓ પર લાગુ થશે, જેની એક લાખ રુપિયાથી વધુ રકમ હોય.
    Published by:Bhoomi Koyani
    First published: