નવી દિલ્હી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India)એ ક્લાર્કના પદો માટે બમ્પર ભરતી પ્રક્રિયા (SBI Recruitment 2021) શરૂ કરી છે. આ પદો માટે ઈચ્છુક ઉમેદવારો એસબીઆઇની ઓફિશિયલ વેબસાઇટ sbi.co.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન (SBI Job Notification) અનુસાર પાંચ હજાર ખાલી પદો માટે ભરતી (Recruitment) કરવામાં આવશે.
અરજી કરતાં પહેલા વાંચો નોટિફિકેશન
આ પદો માટે ઈચ્છુક ઉમેદવારો પીએસટીસીએલ તરફથી જાહેર અધિકૃત નોટિફિકેશનને વાંચ્યા બાદ જ અરજી કરે. નિયમ મુજબ કરવામાં આવેલી અરજી જ માન્ય ગણાશે. ઓનલાઇન અરજી પત્રમાં ભૂલ કે પછી કોઈ માહિતી અધૂરી હશે તો તેને રદ કરવામાં આવી શકે છે.
આ પદો પર થશે ભરતી
જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર ક્લેરિકલ કેડરમાં જૂનિયર એસોસિએટ્સ (કસ્ટમર સપોર્ટ તથા સેલ્સ)ના 5000 પદો પર ભરતી કરવામાં આવશે. બીજી તરફ ગ્રેજ્યૂએશન અંતિમ સેમસ્ટરના અભ્યર્થી આ પદો માટે અરજી કરી શકે છે.
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોને કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યૂએશન પાસ હોવું અનિવાર્ય છે. ગ્રેજ્યૂએશન અંતિમ સેમેસ્ટરના અભ્યર્થી પણ આ પદો માટે અરજી કરી શકે છે. અભ્યર્થી આ ભરતી સંબંધિત વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશનને જોઈ શકે છે.
આ પદો માટે ઉમેદવારોની ઉંમર 20થી 28 વર્ષ હોવી જોઈએ. બીજી તરફ, ઓબીસી વર્ગના ઉમેદવારને મહત્તમ ઉંમરની મર્યાદમાં ત્રણ વર્ષ અને એસસી તથા એસટી વર્ગના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ આપવામાં આવી છે.
આ પદો પર અભ્યર્થીઓની પસંદગી ઓનલાઇન પ્રારંભિક પરીક્ષા અને ઓનલાઇન મુખ્ય પરીક્ષાના આધારે કરવામાં આવશે. પ્રારંભિક પરીક્ષા એક કલાકની હશે. તેમાં રીજનિંગ, અંગ્રેજી અને સંખ્યાત્મક ક્ષમતાના કુલ 100 પ્રશ્ન ઉકેલવાના રહેશે. આ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવારોની નિયુક્તિ બેંકની વિભિન્ન શાખાઓમાં કરવામાં આવશે.