SBI Recuitment 2020 : એસબીઆઇમાં 3850 નોકરીઓની વેકેન્સી બહાર પડી છે, આ રીતે ઓનલાઇન કરો ચેક

SBI Recuitment 2020 : એસબીઆઇમાં 3850 નોકરીઓની વેકેન્સી બહાર પડી છે, આ રીતે ઓનલાઇન કરો ચેક
પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં SBI ઓફિસર માટે 750 વેકેન્સી નીકળી છે. ઓનલાઇન અરજી કરવા માટે આટલું કરો.

  • Share this:
    સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (state bank of India) જેવી નામી બેંકમાં નોકરી (bank, Job) કરવાની તક મળે તેવી આશા અનેક લોકોના મનમાં હાય છે. ત્યારે હાલમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ નિયુક્તિ માટે ઓનલાઇન આવેદન મંગાવ્યું છે. ઇચ્છુક ઉમેદવારે એસબીઆઇના ઓનલાઇન પોર્ટલ sbi.co.in દ્વારા આવેદન કરી શકે છે.

    સોમવાર, 27 જુલાઇ 2020ના રોજ આવેદન ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કેન્ડિડેટ્સ એસબીઆઇ ઓફિસર રિક્રૂટમેન્ટ માટે અધિકૃત વેબસાઇટ પરથી 16 ઓગસ્ટ સુધી એપ્લાય કરવાનું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવ દ્વારા અલગ અલગ સર્કિલમાં 3850 વેક્સન્સી ભરવામાં આવશે



    વેકેન્સી ડિટેલ (Vacancy Details) - આ છે સ્ટેટ વાઇઝ વેકેન્સી ડિટેલ :

    ગુજરાત - 750
    કર્ણાટક - 750
    મધ્ય પ્રદેશ - 296
    છત્તીસગઢ - 104
    તમિલનાડુ- 550
    તેલંગાના- 550
    રાજસ્થાન- 300
    મહારાષ્ટ્ર- 517
    ગોવા- 33
    કુલ -3850

    પણ અહીં અરજી કરતા પહેલા કેન્ડીડેટ્સે તે વાતને સુનિશ્ચિત કરવાની રહેશે કે આ માટે તેમની પાસે યોગ્યતા છે કે નહીં. વિગતવાર જાણો આ માટે

    યોગ્યતા (Eligibility Criteria) - અરજીકર્તા પાસે કોઇ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશનની ડિગ્રીબ હોવી જરૂરી છે.

    અનુભવ
    અરજીકર્તા પાસે કોઇ પણ શિડ્યૂલ્ડ કૉમર્શિયલ બેંક કે રીઝનલ રુરલ બેંકમાં ઓછામાં ઓછા 2 વર્ષના કામનો અનુભવ હોવો જોઇએ.

    સ્થાનિક ભાષા- અરજીકર્તા પાસે જે રાજ્યથી તે આવેદન ભરી રહ્યો છે તે રાજ્યની સ્થાનિક ભાષાનું સર્ટિફિકેટ પણ હોવા જોઇએ.

    વધુ જાણકારી માટે અરજીકર્તા નોટિફિકેશન પણ વાંચી શકે છે. જે ઓનલાઇન પોર્ટલમાં જણાવવામાં આવ્યું છે.

    તો જો તમે ગુજરાતમાંથી અરજી ભરવા માંગો છો તો ઓનલાઇન અરજી  16 ઓગસ્ટ પહેલા ભરી શકો છો.
    Published by:Chaitali Shukla
    First published:July 28, 2020, 18:09 pm

    ટૉપ ન્યૂઝ