SBI vs Post Office RD: રિકરિંગ ડિપોઝિટ પર ક્યાં મળી રહ્યો છે વધુ ફાયદો? જાણો તમામ વિગત

SBI vs Post Office RD: રિકરિંગ ડિપોઝિટ પર ક્યાં મળી રહ્યો છે વધુ ફાયદો? જાણો તમામ વિગત
નાની બચત કરનારા લોકો માટે રિકરિંગ ડિપોઝિટ લોકપ્રિય વિકલ્પ, અહીં મળી રહ્યું છે વધુ વ્યાજ

નાની બચત કરનારા લોકો માટે રિકરિંગ ડિપોઝિટ લોકપ્રિય વિકલ્પ, અહીં મળી રહ્યું છે વધુ વ્યાજ

  • Share this:
    નવી દિલ્હીઃ નાની બચત માટે રિકરિંગ ડિપોઝિટ (Recurring Deposit)ને એક સારી સ્કીમ માનવામાં આવે છે. આ જ કારણ છે કે નાની બચત કરનારા માટે રિકરિંગ ડિપોઝિટ પોપ્યૂલર વિકલ્પ પણ છે. આરડી એકાઉન્ટ બેંકો દ્વારા આપવામાં આવતી ટર્મ ડિપોઝિટ છે. એક રીતે આ એકાઉન્ટમાં દર મહિને આપની બચતનો એક હિસ્સો રોકાણ કરવાની સુવિધા છે. અહીં આપને જમા નાણા પર નિયત વ્યાજના હિસાબથી રિટર્ન મળે છે. એક વાર નિયત કરવામાં આવેલા હપ્તામાં ફેરફાર નથી કરી શકાતો. RD એકાઉન્ટને બેંક કે પોસ્ટ ઓફિસ બંને સ્થળે ખોલાવી શકાય છે. દેશના સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને પોસ્ટ ઓફિસ (Post Office) બંને પોતાના ગ્રાહકોને RDની સુવિધા પૂરી પાડે છે.

    જાણો RD પર સ્ટેટ બેન્ક અને પોસ્ટ ઓફિસ કેટલું આપી રહ્યા છે વ્યાજ



    >> SBIમાં RD પર સામાન્ય જનતા માટે વ્યાજ દરો 5 ટકાથી 5.4 ટકા સુધી મળે છે. બીજી તરફ સીનિયર સિટીઝન્સ માટે અડધો ટકો વધારે વ્યાજ મળે છે. આ વ્યાજ દરો 8 જાન્યુઆરી 2021થી લાગુ છે. જ્યારે પોસ્ટ ઓફિસમાં RD પર હાલના સમયમાં 5.8 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. જે ક્વાર્ટરના આધાર જોડાતો જાય છે. આ વ્યાજ દરો 1 જાન્યુઆરી 2021થી લાગુ છે.

    આ પણ વાંચો, Home Loan: સપનાનું ઘર ખરીદવું શક્ય થશે, આ બેન્કોમાં મળી રહી છે સસ્તી હોમ લોન

    >> SBIમાં RD 1 વર્ષથી 10 વર્ષનો મેચ્યોરિટી પીરિયડ છે. જ્યારે પોસ્ટ ઓફિસમાં મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષનો છે.
    >> SBIમાં RD એકાઉન્ટ ચેક, કેશના માધ્યમથી ઓપન કરાવી શકાય છે, પરંતુ પોસ્ટ ઓફિસમાં RD એકાઉન્ટ માત્ર રોકડાથી જ ઓપન કરાવવામાં આવી શકે છે.
    >> SBIમાં તમે RD એકાઉન્ટ નેટ બેન્કિંગ સુવિધાના માધ્યમથી ઓનલાઇન ખોલાવી શકો છો. પરંતુ પોસ્ટ ઓફિસમાં આપને RD એકાઉન્ટ ખોલાવવા માટે આપને પોસ્ટ ઓફિસની બ્રાન્ચમાં જવું પડશે.

    આ પણ વાંચો, Kumbh Mela 2021: કુંભમાં આવનારા શ્રદ્ધાળુઓને લાવવો પડશે કોરોના નેગેટિવ રિપોર્ટ, કેન્દ્રએ જાહેર કરી ગાઇડલાઇન

    >> SBIમાં RD એકાઉન્ટમાં ગ્રાહકોને ઓછામાં ઓછા દર મહિને 100 રૂપિયા જમા કરાવવા જરૂરી હોય છે અને તે 10 રૂપિયાન ગુણાકમાં હોવા જોઈએ. અહીં જમા કરાવવાની મહત્તમ સીમા નથી. જ્યારે પોસ્ટ ઓફિસમાં ઓછામાં ઓછા 10 રૂપિયા દર મહિને જમા કરાવવા જરૂરી હોય છે અને 5 રૂપિયાના ગુણાકમાં જમા કરાવી શકાય છે. તેમાં પણ મહત્તમ રોકાણ કરવાની કોઈ મર્યાદા નથી.
    Published by:Mrunal Bhojak
    First published:January 25, 2021, 09:39 am

    ટૉપ ન્યૂઝ