Home /News /business /ઘર લેવાનું સપનું થશે મોંઘુ, SBIએ વધાર્યા હોમ લોનના વ્યાજદર, જાણો EMIમાં કેટલો થશે વધારો

ઘર લેવાનું સપનું થશે મોંઘુ, SBIએ વધાર્યા હોમ લોનના વ્યાજદર, જાણો EMIમાં કેટલો થશે વધારો

SBIએ વધાર્યા હોમ લોનના વ્યાજદર

એસબીઆઈના નવા દર 15 જૂન 2022થી લાગુ થઇ ગયા છે. ઇબીએલઆર એ ધિરાણ દર છે જેનાથી ઓછા દરે હોમ લોન આપવાની પરમિશન બેંક પાસે નથી. આ ઉપરાંત એસબીઆઈએ માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટ્સ (MCLR)માં પણ 20 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.

સરકારી માલિકીની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ હોમ લોનના વ્યાજદરમાં ફરી એક વખત વધારો (SBI Hikes Home loan interest rate) કર્યો છે. બેંક દ્વારા વ્યાજદરમાં 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે એસબીઆઇનો વ્યાજદર (SBI Home loan Interest rate) વધીને 7.55 ટકા થઇ ગયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ રેપો રેટમાં વધારો (Repo Rate hike) કર્યા બાદ બેંકે હોમ લોન મોંઘી કરી છે.

કેટલો રહેશે લઘુતમ વ્યાજ દર?


આ પહેલા 21 મેના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ રેપો રેટમાં 40 બેસિસ પોઇન્ટનો વધારો કરીને 4.4 ટકા કર્યો હતો. બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર એસબીઆઈએ ઈબીએલઆર વધારીને ન્યૂનતમ 7.55 ટકા કરી દીધો છે, જે પહેલા 7.05 ટકા હતો.

આ તારીખથી લાગૂ થયા નવા રેટ


એસબીઆઈના નવા દર 15 જૂન 2022થી લાગુ થઇ ગયા છે. ઇબીએલઆર એ ધિરાણ દર છે જેનાથી ઓછા દરે હોમ લોન આપવાની પરમિશન બેંક પાસે નથી. આ ઉપરાંત એસબીઆઈએ માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટ્સ (MCLR)માં પણ 20 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બેંક દ્વારા નવા દરો 15 જૂનથી લાગુ કરવામાં આવ્યા હતા.

તો ચાલો જાણીએ વ્યાજ દર વધ્યા બાદ તમારી 20 વર્ષની લોનના EMI પર શું ફરક પડશે? અહીં અમે તમને 20 લાખ રૂપિયા અને 30 લાખ રૂપિયાની અલગ અલગ ગણતરી કરીને જણાવીશું.

જો લોનની રકમ 20 લાખ હોય અને સમયગાળો 20 વર્ષ હોય તો વાર્ષિક 7.05 ટકાના વ્યાજદર લેખે તમને EMI 15,566 રૂપિયામાં પડશે. જ્યારે કુલ ટેન્યોરમાં વ્યાજ 17,35,855 રૂપિયા અને કુલ પેમેન્ટ રૂ. 37,35,855 થશે.

જ્યારે એસબીઆઇ દ્વારા લોનના દર વધ્યા બાદ ઇએમઆઇની ગણતરી કરીએ તો 20 લાખની લોન માટે 20 વર્ષનું ટેન્યોર હોય તો અને વાર્ષિક વ્યાજદર 7.55 ટકા (0.50 ટકાના વધારા બાદ) ઇએમઆઇ રૂ. 16,173 થશે. જ્યારે કુલ ટેન્યોરમાં વ્યાજ રૂ. 18,81,536 રહેશે. આ રીતે કુલ પેમેન્ટ 38,81,536 રૂપિયા થશે.

આ પણ વાંચો -મંદીની આશંકાથી અમેરિકન બજારમાં ભયનો માહોલ, ભારતીય શેરબજાર પર પડશે અસર

લોનની રકમ – 30 લાખ રૂપિયા

લોનનો સમય - 20 વર્ષ

વ્યાજ દર – 7.05 ટકા વાર્ષિક

ઇએમઆઇ – 23,349 રૂપિયા

કુલ ટેન્યોરમાં વ્યાજ – 26,03,782 રૂપિયા

કુલ પેમેન્ટ – 56,03,782 રૂપિયા

આ પણ વાંચો -સોનામાં રોકાણ કરવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર, આજે આ કિંમતે વેચાશે ગોલ્ડ

SBI લોનના દરો વધ્યા બાદ ઇએમઆઇ

લોનની રકમ – 30 લાખ રૂપિયા

લોન ટેન્યોર – 20 વર્ષ

વ્યાજ દર – 7.55 ટકા (0.50 ટકાના વધારા બાદ)

ઇએમઆઇ – 24,260 રૂપિયા

કુલ ટેન્યોરમાં વ્યાજ – 28,22,304 રૂપિયા

કુલ પેમેન્ટ – 58,22,304 રૂપિયા
First published:

Tags: Home loan EMI, SBI bank

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો