Home /News /business /

SBI Stock: સારા પરિણામ બાદ એસબીઆઈનો શેર ઉછળ્યો, બ્રોકરેજ પાસેથી જાણો શેરની ખરીદી કરવી, હોલ્ડ કરવો કે વેચી દેવો

SBI Stock: સારા પરિણામ બાદ એસબીઆઈનો શેર ઉછળ્યો, બ્રોકરેજ પાસેથી જાણો શેરની ખરીદી કરવી, હોલ્ડ કરવો કે વેચી દેવો

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા

Motilal Oswal તરફથી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એસબીઆઈએ ત્રીજા ત્રિમાસિક દરમિયાન ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. બ્રકોરેજ તરફથી બાય રેટિંગ આપતા 750 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

    મુંબઇ. SBI Q3 results: સારા પરિણામ બાદ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI stock)નો શેર આજે ઇન્ડ્રા ડેમાં બે ટકાથી વધારે તેજીમાં છે. બીજી સરકારી બેંકોના શેરોમાં પણ જોરદાર ખરીદી જોવા મળી છે. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ ડિસેમ્બર ક્વાર્ટર (State bank of India Q3 result) દરમિયાન વાર્ષિક આધારે 62 ટકાના વધારા સાથે 8431.9 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો (Net profit) કર્યો છે. ગત વર્ષે સમાન ત્રિમાસિક દરમિયાન બેંકનો નફો 5,196.22 કરોડ રૂપિયા હતો.

    બેંકની આવકમાં વધારો

    દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક એસબીઆઈના કહેવા પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક દરમિયાન બેંકની વ્યાજની આવક 6.5 ટકા વધીને 30,687 કરોડ રૂપિયા થઈ છે. આ આવક 31,115.3 કરોડ રૂપિયાના બજાર અંદાજથી ઓછી છે. બેંકનો નેટ ઇન્ટરેસ્ટ માર્જિન વાર્ષિક આધારે 6 બેસિસ પોઇન્ટ વધીને 3.4 ટકા થયો છે, તે અંદાજ પ્રમાણે જ રહ્યો છે.

    બેંકે કહ્યુ કે, ભલે વાર્ષિક આધારે પ્રોવિઝન ઘટ્યો હોય પરંતુ લોન લૉસ પ્રોવિઝન 2,290 કરોડ રૂપિયાથી વધીને 3,096 કરોડ રૂપિયા થયો છે. લેન્ડરે કહ્યુ કે, કોવિડ-19 સંબંધિત પ્રોવિઝન 6,183 કરોડ રૂપિયા રહ્યા છે. કોવિડ-19 રિઝોલ્યુશન પ્લાન 1.0 અને 2.0 અંતર્ગત એસબીઆઈની રિસ્ટ્રક્ચરિંગ બુક 32,895 કરોડ રૂપિયા અથવા લોન બુકના 1.2 ટકા રહી.

    SBI પર બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય

    CLSAના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બેંકોના સારા દેખાવનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. બ્રોકરોજ હાઉસ તરફથી બેંકના શેર માટે બાય રેટિંગ આપવામાં આવ્યું છે. આ સાથે જ શેરનો ટાર્ગેટ 750 રૂપિયા આપ્યો છે.

    આ પણ વાંચો: Business Idea: ઘરે બેઠા શરૂ કરો બિઝનેસ, SBI આપી રહી છે મોકો, મહિને રૂ. 60 હજારની કમાણી પાક્કી

    KOTAK INSTL EQ તરફથી એસબીઆઈના શેર માટે BUY રેટિંગ આપવામાં આવ્યું છે. સાથે જ બ્રોકરેજ તરફથી 700 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે અસેટ ક્વોલિટીમાં સુધારો ચાલુ છે. ઊંચા પ્રોવિઝનિંગ છતાં RoE 12% થી વધારે રહ્યો છે. બેંકના પ્રોવિઝનલમાં વાર્ષિ આધારે 33 ટકાનો વધારો થયો છે.

    JP MORGAN તરફથી SBIના શેરને Overweight રેટિંગ આપવામાં આવ્યું છે. સાથે જ બ્રોકરેજ તરફથી 650 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે ક્રોડિટ કોસ્ટ કાબૂમાં રહેવાનો અંદાજ છે. હાલના સ્તરે વેલ્યૂએશન આકર્ષક લાગી રહ્યું છે.

    આ પણ વાંચો: Sidha Sauda: કમાણી માટેના 20 શેર, Go Fashion, SBI સહિત સ્ટૉક્સ માટે Green સિગ્નલ

    CREDIT SUISSE તરફથી પોતાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગ્રોથમાં તેજીથી રિ-રેટિંગની સંભાવના બનેલી છે. બ્રોકરેજ હાઉસ તરફથી આ શેર માટે Overweright રેટિંગ આપવામાં આવ્યું છે. સાથે જ શેર માટે ટાર્ગેટ 640 રૂપિયા આપવામાં આવ્યો છે.

    Motilal Oswal તરફથી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એસબીઆઈએ ત્રીજા ત્રિમાસિક દરમિયાન ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. બ્રકોરેજ તરફથી બાય રેટિંગ આપતા 750 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips, એસબીઆઇ

    આગામી સમાચાર