Home /News /business /

SBI Credit Card: એસબીઆઈના આ ક્રેડિટ કાર્ડ સાથે વેલકમ ગિફ્ટ તરીકે મળશે 4,999 રૂપિયાની સ્માર્ટવોચ

SBI Credit Card: એસબીઆઈના આ ક્રેડિટ કાર્ડ સાથે વેલકમ ગિફ્ટ તરીકે મળશે 4,999 રૂપિયાની સ્માર્ટવોચ

એસબીઆઈ કાર્ડ (પ્રતીકાત્મક તસવીર)

SBI Pulse Credit Card: PULSE કાર્ડ ધારક જો વર્ષે 2 લાખ રૂપિયા સ્પેન્ડ કરે છે તો વાર્ષિક મેમ્બરશીપ ચાર્જ માફ કરવામાં આવશે. આ કાર્ડના અન્ય લાઇફસ્ટાઇલ બેનિફિટ પણ છે.

    મુંબઈ: આજકાલ દરેક લોકો હેલ્થી લાઇફસ્ટાઇલ (Healthy Lifestyle) અપનાવી રહ્યા છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ (SBI) લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હેલ્થ અને ફીટનેસ માટે ખાસ ક્રેડિટ કાર્ડ (Credit Card) લોંચ કર્યાં છે. એસબીઆઈનું નવું 'Pulse' ક્રેડિટ કાર્ડ વિઝા સિગ્નેચર સિસ્ટમ (Visa Signature system) પર કામ કરે છે. આ કાર્ડ માટે તમારે વાર્ષિક 1499 રૂપિયા ફી (Annual charge) ચૂકવવી પડશે. જોકે, આ કાર્ડ સાથે કંપની 4,999 રૂપિયાની સ્માર્ટવોચ વેલકમ ગિફ્ટ (Welcome gift) તરીકે આપી રહી છે. એસબીઆઈ તરફથી મીડિયા સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે, "SBIનું PULSE એવું પ્રથમ ક્રેડિટ કાર્ડ છે જે તેના ગ્રાહકને Noise ColorFit Pulse સ્માર્ટવોચ આપે છે. જેની કિંમત 4,999 રૂપિયા છે. આ સ્માર્ટવોચ વેલકમ ગિફ્ટ તરીકે આપવામાં આવે છે."

    કાર્ડના ફીચર

    PULSE કાર્ડ ધારક જો વર્ષે 2 લાખ રૂપિયા સ્પેન્ડ કરે છે તો વાર્ષિક મેમ્બરશીપ ચાર્જ માફ કરવામાં આવશે. આ કાર્ડના અન્ય લાઇફસ્ટાઇલ બેનિફિટ પણ છે. આ કાર્ડધારક મેડિકલના લાભ, હેલ્થ કવરેજને લગતા લાભ અને હોલિડેના લાભ ઉઠાવી શકે છે. આ કાર્ડ ધારકને Netmeds plusની એક વર્ષની મેમ્બરશીપ કોઈ જ ચાર્જ વગર આપવામાં આવે છે. જો આ કાર્ડથી કેમિસ્ટ, ફાર્મસી, મૂવી કે પછી રેસ્ટોરન્ટ પર ખર્ચ કરવામાં આવે છે તો 5x બોનસ પોઇન્ટ મળે છે.

    રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના ડેટા પ્રમાણે કુલ ક્રેડિટ કાર્ડમાં એસબીઆઈની ભાગીદારી આશરે 19% છે. અંદાજ પ્રમાણે એસબીઆઈના 12.76 મિલિયન કાર્ડ્સ છે. PULSE કાર્ડ ધારકોને દેશભરના 4000 જિમ અને ફિટનેસ સ્ટુડિયોની એક વર્ષનું પ્રો સબ્સક્રિપ્શન પણ મળશે. જેમાં કાર્ડધારકને કસરત, યોગા, ડાન્સ કે કાર્ડિયો માટે અનલિમિટેડ એક્સેસ મળશે. જો તમે પણ SBI PULSE કાર્ડ લેવાનું વિચારી રહ્યા છો તો તેની વેબસાઇટ મારફતે અરજી કરી શકો છો.

    EMI ટ્રાન્ઝેક્શન પર 99 રૂપિયા ચાર્જ

    એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડે (SBICPSL) જાહેરાત કરી હતી કે પહેલી ડિસેમ્બરથી ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન (EMI transaction) પર ક્રેડિટ કાર્ડ ધારકોએ 99 રૂપિયાની પ્રોસેસિંગ ફી (Processing charge) અને તેના પર ટેક્સ ચૂકવવો પડશે. SBICPSL રિટેલ આઉટલેટ્સ તેમજ અમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કૉમર્સ વેબસાઇટ પર તમામ ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન પર પણ પ્રોસેસિંગ ચાર્જ વસૂલ કરે છે. આ ફી ખરીદી કરનાર વ્યક્તિને કુલ રકમને ઈએમઆઈમાં ટ્રાન્સફર કરવા માટે લાગતા વ્યાજ ઉપરાંત લાગે છે.

    આ પણ વાંચો: શું તમે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો? SBI બિઝનેસમેન અને ટ્રેડર્સને આપી રહી છે આ લાભ

    કંપની આપશે માહિતી

    SBI રિટેલ આઉટલેટ પર ખરીદી કરતી સમયે ચાર્જ સ્લિપના માધ્યમથી કાર્ડ ધારકને ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન પર લાગતા પ્રોસેસિંગ ચાર્જ અંગે માહિતી આપે છે. ઑનલાઈન ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન માટે કંપની પેમેન્ટ પેજ પર પ્રોસેસિંગ ચાર્જ અંગે જાણકારી આપી રહી છે. પ્રી-ક્લૉઝર એટલે કે સમય પહેલા ચૂકવણીના કેસમાં આ ચાર્જ પરત કરવામાં નથી આવતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Smartwatch, આરબીઆઇ, એસબીઆઇ, ક્રેડિટ કાર્ડ

    આગામી સમાચાર