SBI Mutual Fund IPO: દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કંપની 7,500 કરોડ રૂપિયાનો IPO લાવશે

SBI Mutual Fund IPO: દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કંપની 7,500 કરોડ રૂપિયાનો IPO લાવશે
ફાઇલ તસવીર

SBI mutual fund IPO: અત્યારસુધી SBIની ચાર કંપની સ્ટૉક માર્કેટમાં લિસ્ટ થઈ ચૂકી છે. જેમાં એસબીઆઈ હોમ ફાઇનાન્સ, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ, એસબીઆઈ કાર્ડ એન્ડ પેમેન્ટ અને ખુદ SBI શામેલ છે.

  • Share this:
    મુંબઈ: દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ હાઉસ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ કંપની (SBI Mutual Fund) પ્રાઇમરી માર્કેટમાંથી 7,500 કરોડ રૂપિયા એકઠા કરવા માટે IPO લૉંચ કરવાની તૈયારી કરી રહી છે. SBI Mutual Fundનો આ આઈપીઓ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો આઈપીઓ હશે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે SBI Mutual Fund પોતાના બોર્ડ ઑફ ડિરેક્ટર્સ અને શેરહૉલ્ડર કંપની આમુંડી એસેટ મેનેજમેન્ટ (Amundi Asset Management) સાથે ચર્ચા કર્યા બાદ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સાથે આ અંગે દરખાસ્ત તૈયાર કરવાની વાત કરશે.

    આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપની આગામી એકથી બે મહિનામાં આઈપીઓ લાવવાની પ્રક્રિયા શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે SBI Mutual Fundની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) પાંચ લાખ કરોડથી વધારે છે. તેના કુલ AUMમાં 40 ટકા હિસ્સો સરકારી પૈસાને કારણે આવે છે. કંપની કેટલા કરોડનો આઈપીઓ લાવશે તેનો ચોક્કસ આંકડો માર્ચની AUM આવ્યા પછી ખબર પડશે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનું વેલ્યૂએશન હાલ સાત અબજ ડૉલર એટલે કે 52 હજાર કરોડ રૂપિયા છે.



    આ પણ વાંચો: રૂ. 5,000 કેશબેક અને 6.5%ના વ્યાજ દરે 100% લોન, જાણો હોન્ડા એક્ટિવા 6Gની ઑફર્સ

    મ્યુચ્યુઅલ ફંડનો ચોથો આઈપીઓ

    અત્યારસુધી SBIની ચાર કંપની સ્ટૉક માર્કેટમાં લિસ્ટ થઈ ચૂકી છે. જેમાં એસબીઆઈ હોમ ફાઇનાન્સ, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ, એસબીઆઈ કાર્ડ એન્ડ પેમેન્ટ અને ખુદ SBI શામેલ છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનો આ IPO મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝનો ચોથો પબ્લિક આઈપીઓ છે. આ પહેલા HDFC મ્યુચ્યુઅલ ફંડ, નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડ અને યૂટીઆઈ એએમસી (UTI AMC)નો આઈપીઓ આવી ચૂક્યા છે.

    આ પણ વાંચો: રાજકોટમાં લવરમૂછિયાએ માંગી 72 કરોડ રૂપિયાની ખંડણી, ઘડ્યો ક્રાઇમ પેટ્રોલને આંટી મારે તેવો પ્લાન

    સૌથી પહેલા 2017માં નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડે 1,542 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. જે બાદમાં 2018માં HDFC મ્યુચ્યુઅલ ફંડે આઈપીઓ મારફતે 2,800 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. જ્યારે ગત વર્ષે UTI AMCએ આઈપીઓ મારફતે 1,542 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં.
    Published by:Vinod Zankhaliya
    First published:February 27, 2021, 07:19 am

    ટૉપ ન્યૂઝ