Home /News /business /

SBI સહિત દેશની 4 મોટી બેન્કોએ લોન કરી મોંઘી! હવે આટલી વધશે EMI

SBI સહિત દેશની 4 મોટી બેન્કોએ લોન કરી મોંઘી! હવે આટલી વધશે EMI

પ્રતિકાત્મક તસવીર

જો તમે 1 એપ્રિલથી 2016 પહેલા લોન લીધી છે, તો તો તમારી લોન બેસ રેટના આધારે હશે.

    દેશની સૌથી મોટી બેન્ક SBIએ માર્જિન કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેંડિંગ રેટ (એમસીએલઆર)માં 0.05 ટકાનો વધારો કર્યો છે. આ સિવાય, PNB, HDFC લિમિટેડ ICICI બેંકે પણ વ્યાજ દર વધારી દીધા છે. આ નિર્ણય બાદ હવે હોમ, ઓટો અને પર્સનલ લોનની ઈએમઆઈ વધી જશે. જણાવી દઈએ કે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા (આરબીઆઈ)ના વ્યાજદરો પર બેઠક 4-5 ઓક્ટોબરે થશે.

    કઈ બેન્કે કેટલો વધાર્યો વ્યાજ દર
    - એસબીઆઈએ માર્જિન કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેંડિંગ રેટ (એમસીએલઆર)માં 0.05 ટકાનો વધારો કર્યો છે.
    - પીએનબીએ પણ શોર્ટ ટર્મ લોન માટે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેંડિંગ રેટને 0.2 ટકા વધાર્યો છે.
    - એચડીએફસી લિમિટેડે પણ રિટેલ પ્રાઈસ લેંડિંગ રેટ (આરપીએલઆર)માં તત્કાલ પ્રભાવથી 0.10 પર્સન્ટનો વધારો કર્યો છે. અલગ-અલગ સ્લેબની લોન માટે નવા દર 8.80થી 9.05 ટકા વચ્ચે હશે.
    - આઈસીાઈસીઆઈ બેન્કે એમસીએલઆરમાં 0.1 ટકાનો વધારો કર્યો છે.

    આ પણ વાંચો

    દેવાદાર કંપનીને બચાવવા સરકાર LIC-SBIને દબાણ કરી રહી છે: રાહુલ

    Post Office Vs SBI: જાણો ક્યાં FD કરાવવાથી મળે છે વધારે રિટર્ન

    હવે શું થશે
    એક્સપર્ટ જણાવે છે કે, માર્જિન કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેંડિંગ રેટ (એસસીએલઆર) પર આધારિત લોનના વ્યાજદર વધી જશે. જેથી ગ્રાહકો હવે પર્સનલ, ઓટો અને હોમ લોનની ઈએમઆઈમાં વધારે પૈસા આપવા પડશે.

    શું હોય છે માર્જિન કોસ્ટ ઓફ લેંડિંગ રેટ (એમસીએલઆર)
    એપ્રિલ 2016થી તમામ બેંકની બેંચમાર્ક દર એમસીએલઆર એટલે કે માર્જિન કોસ્ટ ઓફ લેંડિંગ રેટના આધારે નક્કી થાય છે. આ પહેલા બેન્કોની લોનના દર બેસ રેટ પર નક્કી કરવામાં આવે છે. જો તમે 1 એપ્રિલથી 2016 પહેલા લોન લીધી છે, તો તો તમારી લોન બેસ રેટના આધારે હશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Auto emi hike, Hdfc, Home, Lending rate, Mclr, PNB, Raise retail, આઇસીઆઇસીઆઇ બેંક, એસબીઆઇ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन