Home /News /business /SBI Platinum Deposits: ટર્મ ડિપોઝિટ ઉપર મેળવો 6.20 ટકા સુધી વ્યાજદર, 14 સપ્ટેમ્બર સુધી છે તક

SBI Platinum Deposits: ટર્મ ડિપોઝિટ ઉપર મેળવો 6.20 ટકા સુધી વ્યાજદર, 14 સપ્ટેમ્બર સુધી છે તક

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (ફાઇલ તસવીર)

SBI Platinum Deposits: આ સ્કીમ અંતર્ગત એસબીઆઈના રિટેલ ડિપોઝિટર્સને 0.15 ટકા સુધી વધારે વ્યાજ મળશે. આ સ્કીમ લિમિટેડ પીરિયર માટે ઉપલબ્ધ છે. આ સ્કીમની (SBI Scheme) શરુઆત 15 ઓગસ્ટથી થઈ છે જે 14 સપ્ટેમ્બરે સમાપ્ત થશે.

    નવી દિલ્હીઃ ભારતીય સ્ટેટ બેન્કના (state bank of India) 75માં સ્વતંત્રતા દિવસના (75th Independence Day) અવસર ઉપર એક પ્લેટિનમ ડિપોઝિટ્સ સ્કીમ (SBI Platinum Deposits) શરૂ કરી છે. આ સ્કીમ અંતર્ગત એસબીઆઈના રિટેલ ડિપોઝિટર્સને 0.15 ટકા સુધી વધારે વ્યાજ મળશે. આ સ્કીમ લિમિટેડ પીરિયર માટે ઉપલબ્ધ છે. આ સ્કીમની (SBI Scheme) શરુઆત 15 ઓગસ્ટથી થઈ છે જે 14 સપ્ટેમ્બરે સમાપ્ત થશે.

    એસબીઆઈએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'પ્લેટિનમ ડિપોઝિટ્સની સાથે દેશની આઝાદી ઉજવવાનો સમય આવી ગયો છે. એસબીઆઈની સાથે મળીને ટર્મ ડિપોઝિટ્સ અને સ્પેશિલ ટર્મ ડિપોઝિટ્સનો ફાયદો ઉઠાવો. આ ઓફર માત્ર 14 સપ્ટેમ્બર 2021 સુધી જ વેલિડ રહેશે.'



    એસબીઆઈ ગ્રાહક આ સ્કીમ અંતર્ગત 75 દિવસ, 75 વિક (525) દિવસ અને 75 મહિના (2250) માટે વધારે વ્યાજ કમાઈ શકે છે. આ ઓફર 2 કરોડ રૂપિયાથી ઓછા રિટેલ ટર્મ ડિપોઝિટર્સ માટે ઘરેલુ છુટક ગ્રાહકો સાથે જ નોન રેજીડેંટ એક્સટર્નલ અને નોન રેજિડેન્ટ ઓર્ડનરી એકાઉન્ટ હોલ્ડરને મળશે.

    સામન્ય ગ્રાહકો માટે પ્લેટિનમ ડિપોઝિટ્સ
    75 દિવસ 3.95 ટકા (3.90 ટકા)
    525 દિવસ 5.10 ટકા (5 ટકા)
    2250 દિવસ 5.55 ટકા (વર્તમાન દર 5.40 ટકા)

    વરિષ્ઠ નાગરિકો માટે પ્લેટિનમ ડિપોઝિટ્સ
    75 દિવસ 4.45ટકા (4.40ટકા)
    525 દિવસ 5.60 ટકા (5.50 ટકા)
    2250 દિવસ 6.20 ટકા (વર્તમાન દર 5.40 ટકા)

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આખા દેશે 15 ઓગસ્ટના દિવસે 75મો સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરી હતી. આ આઝાદીના પ્રસંગે અનેક મોલો, મલ્ટી પ્લેક્સો, શો રૂમો અને વિવિધ જગ્યાએ મોટી મોટી ઓફરો પણ આપવામાં આવી હતી. કેટલીક જગ્યાએ તો અત્યારે પણ આઝાદી ઉજવણી માટે ઓફરો ચાલી રહી છે.

    આ પણ વાંચોઃ-ભારતમાં લોકોને બટેટાના બિસ્કિટનું ઘેલું લગાડનાર બાંગ્લાદેશની પ્રાણ કંપનીએ કઈ રીતે મેળવી સફળતા?

    આ પણ વાંચોઃ-Bata Indiaનો શેર 52 અઠવાડિયાની ટોંચ પર, જાણો સ્ટૉકમાં રોકાણની નીતિ

    ત્યારે ભારતની સૌથી મોટી બેંક ગણાતી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ પોતાના ગ્રાહકો માટે ખાસ પ્રકારની સ્કીમ 15મી ઓગસ્ટે લોન્ચ કરી હતી. જે અત્યારે પણ ચાલે છે અને આગામી 14 સપ્ટેમ્બર 2021 સુધી ચાલશે. આ સ્કીમ હેઠળ એકાઉન્ટ હોલ્ડરો પ્લેટિનમ ડિપોઝિટ્સ સ્કીમ હેઠળ ફાયદો ઉઠાવી શકે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: 75th Independence Day, SBI bank

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन