Home /News /business /Personal loan માટે SBIની જોરદાર ઓફર, માત્ર 4 ક્લિક કરી પૈસા આવી જશે ખાતામાં

Personal loan માટે SBIની જોરદાર ઓફર, માત્ર 4 ક્લિક કરી પૈસા આવી જશે ખાતામાં

એસબીઆઈ (પ્રતીકાત્મક તસવીર)

SBI personal loan: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ તેના ગ્રાહકો માટે પર્સનલ લોન (Personal loan) પર ખાસ ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (state bank of India) ગ્રાહકોને ઝીરો પ્રોસેસિંગ ફી (Zero processing fee) પર લોન આપશે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ કોરોના કાળના (coronavirus) કારણે પર્સનલ લોન (Loan) લેનારની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. પરિણામે બેંકો પણ આકર્ષક ઓફર (Attractive offer) લઈને આવી રહી છે. ત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ તેના ગ્રાહકો માટે પર્સનલ લોન (Personal loan) પર ખાસ ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (state bank of India) ગ્રાહકોને ઝીરો પ્રોસેસિંગ ફી (Zero processing fee) પર લોન આપશે.

SBIની ઝીરો પ્રોસેસિન્સ ફી 31 જાન્યુઆરી, 2022 પહેલા લેવામાં આવતી પર્સનલ લોન પર જ લાગુ થશે. SBIની આ પર્સનલ લોન (SBI Personal loan) માટે ગમે ત્યારે એપ્લાય શકાય છે. તમારે ફક્ત YONO એપમાં ચાર સ્ટેપ અનુસરવા પડશે.

પસંદ કરાયેલા ગ્રાહકોને જ મળશે લોન
ઉલ્લેખનીય છે કે, આ લોન બધા લોકોને મળશે નહીં. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ લોન માટે પસંદ કરેલા ગ્રાહકોને જ આ લોનનો લાભ મળી શકે છે. વધુ જાણકારી માટે બેંકની વેબસાઇટ sbi.co.in મુલાકાત લઈ શકાય છે.

આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કર્ક રાશિના જાતકો સાથે થઇ શકે છે દગો, જાણો રાશિફળ

ટ્વિટ કરી આપી ઓફરની માહિતી
SBIએ તાજેતરમાં આ ઓફર અંગે ટ્વીટ કરી પર્સનલ લોનની આ ઓફરના ફાયદા સમજાવ્યા હતા. બેંકે કહ્યું હતું કે, ઓછા વ્યાજ દર (Low Interest Rate), ઝીરો પ્રોસેસિંગ ફી (Zero processing fees) સાથે અમે તમને યોગ્ય પ્રોડકટ પસંદ કરવામાં મદદ કરીએ છીએ. SBIની પર્સનલ લોન (SBI Personal Loan) માટે ગ્રાહકોને માત્ર 9.60 ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવું પડશે.

આ પણ વાંચોઃ-Money tips: job છોડીને શરુ કરો આ સુપરહિટ Business, મહિને 2 લાખ સુધીની કમાણી, સરકાર આપશે 90 ટકા મદદ

કઈ રીતે મળવી શકાય આ લોન?
પહેલા SBIની YONO એપમાં જવું પડશે. ત્યારબાદ તમે લોન માટે પાત્ર છો કે નહીં તે તપાસવાનું રહેશે. જો પાત્ર હશો તો તમારે નીચેના 4 સ્ટેપ ફોલો કરવા પડશે.

1. સૌ પ્રથમ ગ્રાહકે YONO એપ્લિકેશનમાં લોગિન કરવું પડશે.
2. ત્યારબાદ ગ્રાહકે Avail Now ટેપ કરવું પડશે.
3. પછી ગ્રાહકે મુદત અને રકમની જાણકારી આપવી પડશે.
4. ત્યારબાદ ગ્રાહકને તેના મોબાઇલમાં મળેલો OTP દાખલ કરવાનો રહેશે. OTP દાખલ કર્યા બાદ લોનની રકમ ગ્રાહકના ખાતામાં આવી જશે.

આ પણ વાંચોઃ-Drugs racket: દુબઈથી ડ્રગ્સ માફિયા કૈલાશ રાજપૂત 30 કિલો MD ડ્રગ્સ Mumbai મોકલતો હતો, બેની ધરપકડ

અરજી કરતા પહેલા આવી રીતે પાત્રતા તપાસો
તમને પર્સનલ લોન મળશે કે નહીં તે તપાસવા 567676 પર SMS કરી શકો છો. તમારે લખી તે SMS 567676 નંબર પર મોકલવાનો રહેશે.
First published:

Tags: Personal loan, SBI bank, Yono App

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો