SBIએ ગ્રાહકોને મોકલ્યા આ SMS! ઈગ્નોર કરશો તો નહી કરી શકો લેવડ-દેવડ

તમને જણાવી દઈએ કે આરબીઆઈએ તમામ બેન્કોને એકાઉન્ટનું કેવાયસી જરૂરી બનાવી દીધુ છે.

News18 Gujarati
Updated: September 7, 2018, 8:38 AM IST
SBIએ ગ્રાહકોને મોકલ્યા આ SMS! ઈગ્નોર કરશો તો નહી કરી શકો લેવડ-દેવડ
એસબીઆઈ બેન્ક (ફાઈલ ફોટો)
News18 Gujarati
Updated: September 7, 2018, 8:38 AM IST
દેશની સૌથી મોટી સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક પોતાના ગ્રાહકોને સળંગ મેસેજ મોકલી રહી છે. બેન્ક પોતાના ગ્રાહકોને કેવાયસી (Know Your Customer) પૂરૂ કરવાનો આગ્રહ કરી રહી છે. જો કોઈ ગ્રાહકે આ કામ ન કર્યું હોય તો ટુંક સમયમાં કરાવી દે નહી તો લેવડ-દેવડ નહી કરી શકાય. તમને જણાવી દઈએ કે આરબીઆઈએ તમામ બેન્કોને એકાઉન્ટનું કેવાયસી જરૂરી બનાવી દીધુ છે.

KYC એટલે (Know Your Customer) તેને સાધારણ ભાષામાં કહીએ તો, કસ્ટમર વિશેની પૂરી જાણકારી. કેવાયસી કરાવવું તમામ લોકો માટે જરૂરી છે. આના વગર ખાતુ ખોલાવવું સરળ નથી.

કેવાયસી માટે દસ્તાવેજ

ઓળખપત્ર

પાસપોર્ટ
ચૂંટણી કાર્ડ
ડ્રાઈવિંગ લાયસન્સ
આધાર કાર્ડ
નરેગા કાર્ડ
પોસ્ટ દ્વારા આપવામાં આવેલુ ઓળખ પત્ર

એડ્રેસ પ્રૂફ

ટેલિફોન બિલ (ત્રણ મહિનાથી વધારે જુનુ ન હોવુ જોઈએ)
અન્ય બેન્ક ખાતાની ચોપડી
માન્યતા પ્રાપ્ત સરકારી પત્ર
વિજળીનું બિલ
રાશન કાર્ડ
ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ
ભાડા કરાર, દસ્તાવેજ
સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ દ્વારા આપવામાં આવેલુ ઓળખપત્ર, જેમાં રજિસ્ટ્રાર, પ્રિન્સિપલ દ્વારા હસ્તાક્ષર કરેલું હોય.

અવયસ્ક (નાબાલિગ)

જો અવયસ્ક 10 વર્ષથી નાની ઉંમરના હોય તો, તેના વાલીનું ઓળખપત્ર લેવામાં આવશે.
First published: September 7, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...