બેંકના ધક્કામાંથી મુક્તિ, ATMમાંથી કરી શકશો આ 8 જરુરી કામ

ગ્રાહકોને બેંકની બ્રાન્ચમાં કલાકો સુધી ઉભા રહેવું પડે છે. હવે આ જંજટથી છુટકારો મેળવી શકો છો, ચાલો તેના વિશે જાણીએ.

ગ્રાહકોને બેંકની બ્રાન્ચમાં કલાકો સુધી ઉભા રહેવું પડે છે. હવે આ જંજટથી છુટકારો મેળવી શકો છો, ચાલો તેના વિશે જાણીએ.

 • Share this:
  લોકો બેંકના એટીએમનો ઉપયોગ રોકડ ઉપાડવા અથવા બચત ખાતાની બાકીની રકમ તપાસ કરવા માટે કરે છે, પરંતુ હવે બેંક એટીએમ દ્વારા તેના ગ્રાહકોને ઘણી એવી સેવાઓ પ્રદાન કરે છે, જેના માટે બેંકની શાખામાં કલાકો સુધી સમય પસાર કરવો પડે છે. તો હવે બેંક એફડી, ટેક્સ ડિપોઝિટ, મોબાઇલ રિચાર્જ સહિત અનેક કામ એવા છે જે બેંકમાં ગયા વગર જ નીપટાવી શકો છો.

  (1)ફિક્સ્ડ ડિપોઝિટ સુવિધા: તમે એટીએમ દ્વારા એફટી એટલે કે ફિક્સ્ડ ડિપોઝિટ કરી શકો છો. તમારે મેનુમાં બાતાવવામાં આવેલા સ્ટેપ્સ ફોલો કરવા પડે છે. તમને ડિપોઝિટનો સમય, બેંક કન્ફર્મ કરવાનો ઓપ્શન મળે છે.

  (2) ટેક્સ ચુકવણી: દેશમાં અનેક મોટી બેંકો એટીએમ મારફત આવકવેરા ચૂકવવાની સુવિધા ઓફર કરી રહી છે. આમાં એડવાન્સ ટેક્સ અને રેગ્યુલર અસેસમેન્ટ બાદ ચુકવવણી ટેક્સ સામેલ છે.

  જો કે, એટીએમ મારફત તમારે આવક ચૂકવવા માટે પહેલાં બેંકની વેબસાઇટ અથવા શાખામાં આ સુવિધા માટે નોંધણી કરવાની જરૂર છે. ત્યારબાદ તમે એટીએમની મદદથી ટેક્સ ચૂકવી શકો છો.  (3) નજીકના એટીએમમાં જમા કરો કેશ: અનેક મોટી સરકારી અને ખાનગી બેંકોએ હવે રોકડ ડિપોઝિટ મશીનો ઇન્સ્ટોલ કરી છે. એક સમયે તમે 49,900 રૂપિયા જમા કરી શકતા હતા. 2000, 500, 100 અને 50 રૂપિયાની નોટ જમા થઈ શકો છો.

  (4) ઇન્શયોરન્સ પોલિસીના પૈસા ભરો: એલાઇસી વીમા કંપનીઓ, એચડીએફસી લાઇફ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) જેવી વીમા કંપનીઓએ બેંક સાથે કરાર કર્યો છે કે જેથી ગ્રાહક એટીએમ દ્વારા પ્રિમીયમ ચૂકવી શકે છે. આ માટે તમારે પોલિસી નંબર રાખવાની જરુર છે. એટીએમ બિલ પે સેક્શનમાં વીમા કંપનીનું નામ સિલેક્ટ કરો, ત્યારબાદ પોલિસી નંબર એન્ટર કર્યા બાદ જન્મદિવસ અને મોબાઇલ નંબર એન્ટર કરો, ત્યારબાદ પ્રીમિયમની રકમ દાખલ કરો અને કન્ફર્મ કરો.  (5) લોન માટે અરજી કરો: નાની લોન કે પર્સનલ લોન માટે તમે એટીએમથી જ એપ્લાઇ કરી શકો છો. આ માટે તમારે ફોન બેંકિગ અથવા બેંક બ્રાન્ચ જવાની જરુર નથી. કેટલીક પ્રાઇવેટ બેંક એટીએમ દ્વારા તમને ગ્રાહકો પ્રી એપ્રૂવ્ડ પર્સનલ લોન ઓફર કરી શકે છે.


  લોનની રકમ એડવાન્સ એનાલિટિક્સ દ્વારા ગણવામાં આવે છે. તેના માટે ગ્રાહકની ટ્રાન્ઝેક્શન વિગતો, ખાતાનું બેલેન્સ, પગાર અને ક્રેડિટ / ડેબિટ કાર્ડની ચુકવણીનો રેકોર્ડ જોવામાં આવે છે.

  (6) કેશ ટ્રાન્સફર : જો તમે નેટબેન્કિંગનો ઉપયોગ ન કરતા હોય, તો તમે એટીએમની મદદથી તમારા ખાતામાંથી બીજા નાણાં ટ્રાન્સફર કરી શકો છો. આ માટે તમારે ઓનલાઇન અથવા શાખામાં નોંધણી કરાવવી પડશે અને તે એકાઉન્ટ રજીસ્ટર કરવું પડશે જેમાં રકમ સ્થાનાંતરિત કરવી છે. એક વખત એટીએમથી 40,000 રૂપિયાનું ટ્રાન્સફર કરી શકાય છે. એક દિવસમાં તમે એનેક વખત રકમ ટ્રાન્સફર કરી શકો છો.

  (7) બિલ ચુકવણી: ટેલિફોન, વીજળી, ગેસ અથવા અન્ય બિલ એટીએમ દ્વારા ચૂકવવામાં આવી શકે છે. જો કે તમારે બિલ ચૂકવવા પહેલાં બેંકની વેબસાઇટ પર એક વખત તમારી નોંધણી કરવી પડશે.

  (8) ટ્રેન ટિકિટ કરો બુક: દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈમાં ઉપલબ્ધ અનેક એટીએમ દ્વારા ટિકિટ બૂક કરવાની સુવિધા આપે છે આ સુવિધાથી તમે લાંબા અંતર માટે જ ટિકિટ બૂક કરી શકાતા હતા.
  Published by:Bhoomi Koyani
  First published: