અચાનક પૈસાની જરુરિયાત છે તો આ સુવિધા આવશે કામ

આ રીતે તમે અરજી કરી શકો છો.

દેશની સૌથી મોટી બૅન્ક સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા (SBI) તેના ગ્રાહકોને બૅન્ક ખાતામાંથી બેલેન્સથી વધુ પૈસા ઉપાડવાની મંજૂરી આપે છે.

 • Share this:
  સામાન્ય રીતે તમે ફક્ત તમારા બૅન્ક ખાતા (Bank Account) માં ઉપલબ્ધ બેલેન્સ જ મેળવી શકો છો. પરંતુ દેશની સૌથી મોટી બૅન્ક સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા તેના ગ્રાહકોને બૅન્ક ખાતામાંથી રકમમાંથી વધુ પૈસા ઉપાડવાની મંજૂરી આપે છે. બૅન્ક આ સુવિધાને ઓવરડ્રાફ્ટ (Overdraft Facility) સુવિધા તરીકે પ્રદાન કરે છે. જાણીએ ઓવરડ્રાફ્ટ સુવિધા શું છે અને તેનો લાભ કેવી રીતે લઈ શકાય છે.

  ઓવરડ્રાફ્ટ સુવિધા શું છે?

  ઓવરડ્રાફટ એ એક પ્રકારની લોન છે. આને કારણે ગ્રાહકો હાલના બેલેન્સ કરતાં તેમના બૅન્ક ખાતામાંથી વધુ પૈસા ઉપાડી શકે છે. આ વધારાના પૈસા ચોક્કસ સમયગાળાની અંદર ભરપાઈ કરવા પડે છે અને તે વ્યાજ પણ આપે છે. વ્યાજની ગણતરી દૈનિક ધોરણે કરવામાં આવે છે. ઓવરડ્રાફ્ટ સુવિધા કોઈપણ બૅન્ક અથવા નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની દ્વારા આપી શકાય છે. બૅન્ક અથવા NBFCs નક્કી કરે છે કે તમને મળતી ઓવરડ્રાફટની મર્યાદા શું હશે.

  આ રીતે તમે અરજી કરી શકો છો

  બૅન્ક તેમના કેટલાક ગ્રાહકોને પૂીઅપ્રૂવ્ડ ઓવરડ્રાફટ સુવિધા આપે છે. તો કેટલાક ગ્રાહકોને આ માટે અલગ મંજૂરી લેવી પડે છે. આ માટે લેખિતમાં અથવા ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા અરજી કરો. કેટલીક બૅન્ક આ સુવિધા માટે પ્રોસેસિંગ ફી પણ લે છે. ઓવરડ્રાફટ બે પ્રકારના હોય છે - એક સુરક્ષિત, બીજો અસુરક્ષિત. સુરક્ષિત ઓવરડ્રાફટ તે છે કે જેના માટે સિક્યોરિટી તરીકે કંઇક ગિરવે રાખી શકાય છે.  તમે એફડી, શેર, મકાન, પગાર, વીમા પોલિસી, બોન્ડ વગેરે જેવી બાબતો પર ઓવરડ્રાફટ મેળવી શકો છો. તેને સરળ ભાષામાં એફડી અથવા શેર પર લોન લેવાનું પણ કહેવામાં આવે છે. આમ કરવાથી, આ વસ્તુ બૅન્ક અથવા એનબીએફસીને ગીરવે મૂકવામાં આવે છે. જો તમારી પાસે સુરક્ષા તરીકે પ્રદાન કરવા માટે કંઈ નથી, તો પણ ઓવરડ્રાફટ સુવિધા લઈ શકો છો. આને અસુરક્ષિત ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ક્રેડિટ કાર્ડથી વિડ્રો કરો.

  મળે છે લાભ

  જ્યારે તમે લોન લો છો, ત્યારે તેને ચુકવવા માટે એક નિશ્ચિ સમય હોય છે. જો મુદત પહેલાં લોન ચુકવવામાં આવે તો તે માટે પ્રિપેમેન્ટ ચાર્જ ચૂકવવો પડે છે પરંતુ ઓવરડ્રાફટ સાથે આવું નથી. તમે કોઈપણ ચાર્જ ચૂકવ્યા વિના નક્કી સમય પહેલા પૈસા ચૂકવી શકો છો. આ સાથે ઓવરડ્રાફટની રકમ તમારી પાસે જ રહેશે. આ ઉપરાતં તમારે EMI માં પૈસા ચૂકવવાની પણ ફરજ નથી. તમે નક્કી કરેલા સમયગાળાની અંદર કોઈપણ સમયે પૈસા ચૂકવી શકો છો.

  આ પણ વાંચો: સરકાર અધુરા હાઉસિંગ પ્રોજેક્ટસ પૂરા કરવા માટે 10,000 કરોડ રૂપિયા આપશે : નિર્મલા સીતારમણ  આ પણ વાંચો: તહેવારની સિઝન પહેલા ફોન, ટીવી-ફ્રીજ ખરીદવા માટે સસ્તી મળશે લોન

  આ ધ્યાનમાં રાખો

  જો તમે ઓવરડ્રાફટ ચૂકવવા માટે અસમર્થ છો, તો તે તમે ગિરવે મુકેલી વસ્તુથી તેની ચુકવણી થશે. પરંતુ જો ઓવરડ્રાફટની રકમ ગિરવે મુકલેી વસ્તુઓની કિંમત કરતા વધારે હોય, તો તમારે બાકીના પૈસા ચૂકવવા પડશે.
  Published by:Bhoomi Koyani
  First published: