Home /News /business /SBIના ATM ખાતે છેતરપિંડી સામે તમને આ રીતે મળશે સુરક્ષા, બેંકે ટ્વીટ કરીને આપી માહિતી

SBIના ATM ખાતે છેતરપિંડી સામે તમને આ રીતે મળશે સુરક્ષા, બેંકે ટ્વીટ કરીને આપી માહિતી

એસબીઆઈ એટીએમ મશીન

OTP based ATM cash withdrawal: સંપત્તિ, ડિપોઝિટ્સ, બ્રાન્ચ, ગ્રાહકો અને કર્મચારીઓની દ્રષ્ટિએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સૌથી મોટી કોમર્શિયલ બેન્ક છે.

tમુંબઈ: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ગ્રાહકો વન-ટાઇમ પાસવર્ડ (OTP) પર આધારિત રોકડ પૈસા ઉપાડવાની સુવિધાનો લાભ મેળવી શકે છે. આ સુવિધાની મદદથી ગ્રાહકોને ATMમાં બિનઅધિકૃત વ્યવહારો અને છેતરપિંડી સામે સુરક્ષા મળશે. SBIના ગ્રાહકો જ્યારે પણ ATMથી પૈસા ઉપાડશે, ત્યારે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલ OTP અને ડેબિટ કાર્ડ પીન (Debit card Pin) પણ દાખલ કરવાનો રહેશે. SBIના ગ્રાહકો રૂ.10,000 થી વધુની રકમ ઉપડે ત્યારે આ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ઉલ્લેખનીય છે કે, 1 જાન્યુઆરી 2020થી ગ્રાહકોને આ સુવિધાનો લાભ આપવામાં આવે છે.

SBIએ એક ટ્વિટમાં આ અંગે કેટલીક જાણકારી આપી છે. તેમણે ટ્વિટમાં જણાવ્યું છે કે, ‘OTP પર આધારિત રોકડ ઉપાડવાની સુવિધાથી છેતરપિંડી રોકી શકાશે. બિનઅધિકૃત વ્યવહારો સામે ગ્રાહકોનું રક્ષણ કરવું તે અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.’

OTP પર આધારિત રોકડ ઉપાડવાની સુવિધા

>> SBIના ATMમાંથી રોકડ ઉપાડવા માટે, તમારે OTPની જરૂર પડશે
>> રજિસ્ટર્ડ મોબાઈલ નંબર OTP મોકલવામાં આવશે.
>> ચાર આંકડાનો OTP મોકલવામાં આવશે, જેનાથી માત્ર એક જ વાર રોકડ રકમ ઉપાડી શકાય છે.
>> તમે જેટલી રોકડ રકમ ઉપાડવા ઈચ્છો છો, તે એન્ટર કર્યા બાદ તમને ATMની સ્ક્રીન પર OTP દાખલ કરવા માટેનું કહેવામાં આવશે.
>> રોકડ ઉપાડવા માટે તમારે હવે તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP દાખલ કરવાનો રહેશે.
>> OTP ની સુવિધાની મદદથી બિનઅધિકૃત વ્યવહારો રોકી શકાશે, જેની મદદથી છેતરપિંડીના કેસમાં ઘટાડો થશે.
>> ATMમાંથી થતા બિનઅધિકૃત રોકડ વ્યવહાર અને છેતરપિંડીના કેસથી SBI કાર્ડધારકોની સુરક્ષા કરશે.
>> SBI OTP આધારિત રોકડ ઉપાડની રકમનો લાભ કોણ મેળવી શકશે?

આ સુવિધા માત્ર SBIના ATM માટે ઉપલબ્ધ રહેશે. અન્ય બેંકના ATMમાં તેનો લાભ નહીં લઈ શકાય. આ સુવિધા રાષ્ટ્રીય નાણાકીય સ્વિચ (NFS)માં વિકસિત કરવામાં આવી નથી. NFS દેશનું સૌથી મોટું ઈટરઓપરેબલ ATM નેટવર્ક છે, જે ઘરેલુ ઈન્ટરબેન્ક ATM લેવડ દેવડ માટે 95 ટકાથી અધિક સુવિધાની વ્યસ્થા ઊભી કરે છે.



નોંધનીય છે કે, સંપત્તિ, ડિપોઝિટ્સ, બ્રાન્ચ, ગ્રાહકો અને કર્મચારીઓની દ્રષ્ટિએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સૌથી મોટી કોમર્શિયલ બેન્ક છે. ભારતમાં SBI 71,705 BC આઉટલેટ્સ, 22,224 બ્રાન્ચ અને 63,906 ATM/CDM ધરાવે છે. 91 મિલિયન ગ્રાહકો ઈન્ટરનેટ બેન્કિંગ અને 20 મિલિયન ગ્રાહકો મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરી રહ્યા છે.
First published:

Tags: Bank, Cash Withdrawal, એટીએમ, એસબીઆઇ

विज्ञापन