Home /News /business /

SBI or ICICI Bank: 52 અઠવાડિયાની નજીક પહોંચેલા બંને સ્ટોકમાંથી કયા સ્ટોકને પસંદ કરવો?

SBI or ICICI Bank: 52 અઠવાડિયાની નજીક પહોંચેલા બંને સ્ટોકમાંથી કયા સ્ટોકને પસંદ કરવો?

એસબીઆઈ Vs આઈસીઆઈસઆઈ બેંક

SBI or ICICI Bank stock: શેરબજારના તજજ્ઞોના જણાવ્યા અનુસાર બંને બેન્કિંગ શેરોએ Q3ની મજબૂત આવક નોંધાવી છે અને તેઓ આગામી ટ્રેડ સેશનમાં તેજીનો રાહ પકડવાની તૈયારીમાં છે.

મુંબઇ. SBI or ICICI Bank stock: સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI)એ Q3ની મજબૂત આવક દર્શાવ્યા બાદ શેરમાં ભારે તેજી (SBI stock price) જોવા મળી છે. શુક્રવારે NSE પર શેરદીઠ રૂ. 549ની તેની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ત્યારબાદથી બેન્કિંગ શેરોમાં રિટ્રેસમેન્ટ ચાલી રહ્યું છે, પરંતુ શેરબજારના નિષ્ણાતો જાહેર ક્ષેત્રની બેન્ક પર ભારે બુલિશ છે. બીજી તરફ ખાનગી બેંક ICICI બેંકના શેરના ભાવમાં પણ Q3ના મજબૂત પરિણામો નોંધાયા છે અને ICICI બેંકના શેર દીઠ રૂ. 867ની તેની 52 અઠવાડિયાની ઊંચી સપાટીથી નજીક પહોંચી ગયા છે.

શેરબજારના તજજ્ઞોના જણાવ્યા અનુસાર બંને બેન્કિંગ શેરોએ Q3ની મજબૂત આવક નોંધાવી છે અને તેઓ આગામી ટ્રેડ સેશનમાં તેજીનો રાહ પકડવાની તૈયારીમાં છે. જોકે, જ્યારે તેમને બેમાંથી એક પસંદ કરવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેઓએ PSU બેંકિંગ શેરને ખરીદવાની તરફેણ કરી હતી. કારણ કે તેને તાજેતરમાં રજૂ કરાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર-લક્ષી કેન્દ્રીય બજેટનો લાભ મળવાની ભરપૂર શક્યતા છે.

SBI કે ICICI બેંકમાંથી શેમાં રોકાણ કરવું?

પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝના હેડ ઓફ રિસર્ચ અવિનાશ ગોરક્ષકરે જણાવ્યું હતું કે, SBI અને ICICI બેંક બંનેએ મજબૂત Q3FY22 પરિણામો આપ્યા છે અને આગામી સમયમાં બંને બેંકો તેમના બિઝનેસ વોલ્યુમમાં વધારો નોંધાવે તેવી અપેક્ષા છે. જો કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ધ્યાન કેન્દ્રિત રહેલા બજેટ બાદ SBIમાં ક્રેડિટ લાઇનની વધુ માંગ જોવા મળે તેવી અપેક્ષા છે, જેના પગલે ICICI બેંકની તુલનામાં બિઝનેસ વોલ્યુમમાં વધુ વધારો થશે. તેથી વોલ્યુમમાં આ વધારો બંને બેંકોના આગામી ત્રિમાસિક આંકડાઓ વચ્ચે મોટો તફાવત લાવશે તેવી આશા છે. આવી સ્થિતિમાં ICICI બેંકના સ્થાને SBI તરફ ધ્યાન આપવું જોઈએ, ખાનગી બેંકોમાંથી તાજેતરમાં બહાર નીકળ્યા પછી FPI પીએસયુ બેંકો પર પણ ધ્યાન આપી શકે છે. SBIના શેરમાં લાંબા ગાળા માટે રૂ. 650નો ટાર્ગેટ રાખવો જોઈએ.

આ પણ વાંચો: SBI Stock:  બ્રોકરેજ પાસેથી જાણો શેરની ખરીદી કરવી, હોલ્ડ કરવો કે વેચી દેવો

સુમિત બગડિયાનો અભિપ્રાય

બીજી તરફ ચોઇસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુમિત બગડિયાનું માનવું છે કે, ICICI બેંકના શેર અને SBI બંને શેર ચાર્ટ પેટર્ન પર પોઝિટિવ દેખાઈ રહ્યા છે. SBIના શેર રૂ. 520ના સ્ટોપ લોસને જાળવી રાખી રૂ. 580ના ટૂંકા ગાળાના ટાર્ગેટ માટે વર્તમાન લેવલે શેર ખરીદી શકાય છે.

જોકે, આ બેન્કિંગ સ્ટોકને રૂ. 600ના મધ્યમ ગાળાના ટાર્ગેટ માટે પણ રાખી શકાય છે. ICICI બેન્કના શેર માટે આ બેન્કિંગ શેરને ટૂંકાથી મધ્યમ ગાળાના ટૂંકાથી મધ્યમ ગાળાના લક્ષ્યાંક રૂ.800થી રૂ. 820ના ટાર્ગેટ માટે રૂ. 770ના સ્તરે સ્ટોપ લોસ જાળવી રાખીને ખરીદી શકાય છે.

આ પણ વાંચો: લિસ્ટિંગના બીજા દિવસે અદાણી વિલ્મરના શેરમાં લાગી અપર સર્કિટ

જો કોઈ રોકાણકાર બેન્કિંગ શેરોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યો હોય અને જો તે SBI અને ICICI બેંકના શેરમાંથી એકની પસંદગી કરવાની હોય, તો તેમણે શું પસંદ કરવું જોઈએ? તેના જવાબમાં સુમિત બગડિયાએ SBIના શેર ખરીદવાની ભલામણ કરી હતી.

(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેર ખરીદવા કે વેચવા માટે સલાહ આપવાાં આવતી નથી.)
First published:

Tags: ICICI, Investment, Share market, Stock tips, એસબીઆઇ

આગામી સમાચાર