1 ઓગસ્ટથી બિલકુલ ફ્રી થઈ જશે SBIની આ સર્વિસ!

આ સર્વિસ ફ્રી થવાથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના લાખો ગ્રાહકોને થશે ફાયદો

આ સર્વિસ ફ્રી થવાથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના લાખો ગ્રાહકોને થશે ફાયદો

 • Share this:
  દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પોતાના ગ્રાહકો માટે પૈસાની લેવડ-દેવડ સાથે જોડાયેલી IMPS સર્વિસને એક ઓગસ્ટથી બિલકુલ મફત કરવા જઈ રહી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ, એસબીઆઈ ત્યારબાદ NEFT અને RTGSના ચાર્જ પણ ખતમ કરવાની તૈયારીમાં છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ઓનલાઇન ટ્રાન્જેક્શન જેમકે NEFT, RTGS, IMPSના ચાર્જ દૂર કર્યા બાદ SBI પણ પોતાના ગ્રાહકો માટે તેને ફ્રી કરવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે ઓનલાઇન બેન્કિંગમાં ફંડ ટ્રાન્સફરના ત્રણ વિકલ્પ NEFT, RTGS, IMPS મળે છે.

  શું હોય છે IMPS?

  ઈમીડિએટ પેમેન્ટ સર્વિસિસનું ટૂંકું નામ IMPS છે. IMPS મોબાઇલ દ્વારા ફંડ ટ્રાન્સફર કરવાનો મોડ છે. આ મોડનો ઉપયોગ કરી એકાઉન્ટ હોલ્ડર મોબાઇલથી પોતાના મિત્ર કે સંબંધીઓને ફંડ ટ્રાન્સફર કરી શકે છે. આ સુવિધા એનપીસીઆઈ દ્વારા કરવામાં આવે છે.

  આ પણ વાંચો, 31 જુલાઈ બાદ ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યુ તો થશે આટલો દંડ

  >> તેના દ્વારા તમે 24X7 ફંડ ટ્રાન્સફર કરી શકો છો. આ સર્વિસની ખાસ વાત એ છે કે તેમાં રિયલ ટાઇમ ફંડ ટ્રાન્સફર થાય છે.
  >> જો તમે કોઈ વ્યક્તિને IMPS દ્વારા રાતના ત્રણ વાગ્યે ફંડ ટ્રાન્સફર કર્યુ છે તો એ તે જ સમયે એકાઉન્ટ હોલ્ડરના એકાઉન્ટમાં પહોંચી જશે.
  >> આ સેવાનો તમે રજાના દિવસે પણ ઉપયોગ કરી શકો છો. જ્યારે એનઈએફટી અને આરટીજીએસ સર્વિસ આપને એક નિશ્ચિત સમય સુધી જ મળે છે. સાથે તેમાં વર્કિંગ ડેના દિવસે જ ફંડ ટ્રાન્સફર થાય છે. એવામાં જો તમે રજાના દિવસે ફંડ ટ્રાન્સફર કર્યુ તો તે વર્કિંગ ડે સુધી પેન્ડિંગ રહે છે.

  આ પણ વાંચો, બચત ખાતામાં રાખેલા રુપિયાનું અહીં કરો રોકાણ, મળશે ડબલ ફાયદો

  આઈએમપીએસથી ફંડ ટ્રાન્સફરનો સમય

  >> સપ્તાહના સાતે દિવસ 24X7
  >> આઈએમપીએસ હેઠળ ફંડ ટ્રાન્સફર લિમિટ
  >> લઘુત્તમ : 1 રૂપિયો
  >> મહત્તમ : 2 લાખ રૂપિયા

  આ પણ વાંચો, SBI બાદ આ સરકારી બેંક લોન સસ્તી થઈ, આટલા ઘટ્યા વ્યાજ દર

  આ પણ વાંચો, Amazon Sale: આ 5 ગેજેટ્સ પર મળશે 50% સુધીનું ડિસ્કાઉન્ટ
  Published by:Mrunal Bhojak
  First published: