SBIએ Aadhaarના ડેટાનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ લગાવ્યો

SBIએ આપ્યા સવાલોના જવાબ

એસબીઆઇના અધિકારોનું કહેવું છે કે, મલ્ટિપલ સ્ટેશન આઈડીને માત્ર તેઓ જ મંજૂરી આપી શકે છે અને તેમણે આવી કોઈ મંજૂરી આપી નહોતી.

  • Share this:
    ન્યૂઝ18, ગુજરાતી : ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ)ના અધિકારીઓએ 'આધાર' ના ડેટાનો દુરુપયોગ થતો હોવા અંગેનો આરોપ લગાવ્યો છે. આ બેન્કના અધિકારીઓનું કહેવું છે કે, યુઆઈડીઆઈના લોગઇન અને બાયોમેટ્રિક ડેટાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે આ આરોપોનું યુઆઈડીઆઈએ ખંડન કર્યું છે અને જણાવ્યું છે કે, 'આધારનો ડેટાબેઝ એકદમ સુરક્ષિત છે અને બાયોમેટ્રિક અને કોઈપણ પ્રકારે અન્ય કોઈ સુરક્ષામાં ફાચર મારી શકાય તેમ નથી.'

    'ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા' માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, આધારની નોંધણી સંબંધિત લક્ષ્યાંકો પૂર્ણ કરવા માટે એસબીઆઈ અને અન્ય બેંકો સહીત કેટલીક સંસ્થાઓની પસંદગી કરવામાં આવેલી. આ અહેવાલ અનુસાર આ ફર્મ્સનું નામ એફઆઇએ ટેક્નોલોજી સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડ અને સંજીવની કન્સલ્ટન્ટ્સ દર્શવવામાં આવ્યું હતું.

    ચંદીગઢ સ્થિત આ બંને ફર્મ્સ દેશના કેટલાક રાજ્યોમાં લોકોના આધાર કાર્ડ બનાવવાનું કામ કરાવતી હતી. પરંતુ તેના 250 ઓપરેટરો પૈકીના અડધાથી પણ વધુ ઉપર બે મહિનામાં જ ક્યાંતો પેનલ્ટી લાગી હતી અથવા તેમને ડિએક્ટિવેટ કરી દેવાયા હતા, કે બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યા હતા. આ કારણે એસબીઆઇએ નોંધણી પ્રક્રિયા અટકાવી દીધી હતી અને તેમની અન્ય શાખાઓ ઉપર પેનલ્ટી લગાવી હતી.

    આ પણ વાંચો : SBIએ ગ્રાહકોને આપ્યો અધિકાર, ATM કાર્ડના નિયમ જાતે જ તૈયાર કરો

    યુઆઈડીઆઈએ જે ઓપરેટરો ઉપર પેનલ્ટી લગાવી તેમાં એક વિક્રમ નામની વ્યક્તિ પણ હતી. આ વ્યક્તિ એસબીઆઇની હરિયાણાની ઉચાના શાખામાં કામ કરતો હતો. 26 ડિસેમ્બર, 2018 ના રોજ યુઆઈડીઆઈએ તેની ઉપર 33 લાખની પેનલ્ટી લગાવી। યુઆઈડીઆઈ નો આરોપ હતો કેવિક્રમે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેના ઓપરેટર આઇડીથી કેટલાક નકલી કાર્ડ જારી કરી દીધા હતા. યુઆઈડીઆઈના જણાવ્યા અનુસાર વિક્રમે આ કૃત્ય 'મલ્ટીપલ સ્ટેશન આઇડીઝ' ની મદદ દ્વારા કર્યું જેનાથી અલગ-અલગ ડિવાઇઝથી આધાર કાર્ડ બનાવી શકાય છે. આ સ્ટેશન આઈડી લેપટોપ, ડેસ્કટોપ અથવા કોઈ ટેબ્લેટ પણ હોય શકે છે, જેનો ઉપયોગ આધારની નોંધણી માટે થાય છે.

    આ પણ વાંચો : SBIના ગ્રાહકો સાવધાન! હવે આ રીતે બેંક ખાતામાંથી થાય છે છેતરપિંડી

    એસબીઆઇના અધિકારોનું કહેવું છે કે, મલ્ટિપલ સ્ટેશન આઈડીને માત્ર તેઓ જ મંજૂરી આપી શકે છે અને તેમણે આવી કોઈ મંજૂરી આપી નહોતી. આ પરિસ્થિતિમાં ચંદીગઢ સ્થિત બેન્કના અધિરીઓએ તેમના મુંબઈ સ્થિત કોર્પોરેટ કાર્યાલયનો એક પત્ર લખીને જાણ કાર્ય બાદ આ મુદ્દે યુઆઈડીઆઈ સમક્ષ ધા નાખી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: