નવી દિલ્હી. ભારતીય સ્ટેટ બેંકના (State Bank of India- SBI) ગ્રાહક માટે ખુશખબર છે. હવે SBI ગ્રાહકો પોતાનું ITR ફ્રીમાં ભરી શકશો. SBIના YONO એપ પર Tax2Winના માધ્યમથી પોતાનું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ (Income Tax Return Filling) કરી શકશે. તાજેતરમાં જ SBIએ જાહેરાત કરી છે કે, તેના ગ્રાહકો હવે YONO પર રિટર્ન ભરી શકે છે.
SBIએ ટ્વિટના માધ્યમથી કહ્યું કે, શું તમે ઈનેકમ ટેક્સ રિટર્ન (ITR) ભરવા માંગો છો? તમે YONO પર Tax2Winના માધ્યમથી ફ્રીમાં આવું કરી શકશો. આ માટે તમારે માત્ર 5 ડોક્યુમેન્ટની જરૂર રહેશે. અત્યારે જ ડાઉનલોડ કરો YONO એપ.
ઈન્કમ ટેક્સ (Income Tax) ભરવા માટે SBIના ગ્રાહકોને પડશે આ ડોક્યુમેન્ટની જરૂર
>> ગ્રાહકોએ સૌ પ્રથમ SBI YONO એપ પર લોગિન કરવાનું રહેશે >> ત્યાર બાદ ગ્રાહકે “Shops and Orders”નું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. >> આ પછી ગ્રાહકને “Tax and Investment”નું ઓપ્શન દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે. >> અહીં ગ્રાહકે “Tax2Win” પસંદ કરવાનું રહેશે, જે બાદ ITR ફાઈલ કરી શકાશે.
તો ભરવો પડશે 5000નો દંડ...
ઉલ્લેખનીય છે કે, સરકાર તરફથી ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ લંબાવીને 31 ડિસેમ્બર કરવામાં આવી છે. આ તારીખ પછીથી જે વ્યક્તિ રિટર્ન ફાઈલ કરશે, તેને પર રૂ. 5000નો દંડ ભરવાનો રહેશે. જો કરદાતાની આવક રૂ.5,00,000થી ઓછી છે તો લેટ ફાઈનના ભાગ રૂપે રૂ.1000 દંડ ભરવાનો રહેશે.
વર્તમાન નાણાકીય વર્ષ માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. ગયા મહિને નાણાં મંત્રાલયે છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ડિસેમ્બર કરી હતી. આવકવેરા ફાઇલિંગ પોર્ટલમાં આવી રહેલી સમસ્યાઓને જોતા નાણાં મંત્રાલયે ITR ફાઇલિંગની તારીખ વધારી દીધી હતી. સામાન્ય રીતે ભારતમાં ITR ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હોય છે, પરંતુ આ વખતે મામલો અલગ છે. કોવિડની બીજી લહેર અને ઈ-પોર્ટલમાં ટેક્નિકલ ખામીને કારણે છેલ્લી તારીખ બદલવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર