State Bank Of India: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (State bank of India)એ પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ માહિતી શેર કરી છે.
મુંબઈ: કોરોના મહામારી (Corona Pandemic) બાદ સામાન્ય લોકોમાં વીમા કવચ (Insurance cover) અંગે ખૂબ જાગૃતિ આવી છે. એટલું જ નહીં, સરકાર પર સમાજના દરેક વર્ગના લોકોને ખૂબ ઓછી કિંમતમાં વીમો પૂરો પાડી રહી છે. આ જ કડીમાં સરકાર તરફથી બે સ્કીમ પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (Pradhan Mantri Suraksha Bima Yojana- PMSBY) અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana- PMJJBY) શરૂ કરવામાં આવી છે. આ બંને યોજનામાં તમને ચાર લાખ રૂપિયા સુધીનું કવર મળે છે. અહીં ખાસ વાત એ છે કે આ માટે તમારે ફક્ત 342 રૂપિયા જ ચૂકવવા પડશે.
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (State bank of India)એ પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ માહિતી શેર કરી છે. એસબીઆઈએ એક તસવીર શેર કરતા લખ્યું છે કે, "તમારી જરૂરિયાતને અનુરૂપ વીમો પસંદ કરો અને ચિંતામુક્ત જીવન જીવો."
બેંક તરફથી એવી પણ માહિતી આપવામાં આવી છે કે વીમા અંગેનું પ્રીમિયમ ગ્રાહકના બચત ખાતામાંથી કાપવામાં આવશે. નિશ્ચિત સમયે આ રકમ જાતે જ ( auto-debit facility) ખાતામાંથી કટ થઈ જશે.
પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના:
આ કેસમાં જો કોઈ પોલિસી ધારકનું અકસ્માતમાં મોત થયા છે અથવા કાયમી વિકલાંગતા આવે છે તો તેને બે લાખ રૂપિયાનું વળતર મળવાપાત્ર છે. આ કેસમાં જો વીમા ધારક વ્યક્તિ સંપૂર્ણપણે અથવા અડધો વિકલાંગ બને છે તો તેને 1 લાખ રૂપિયાનું વળતર મળે છે. 18થી 70 વર્ષની વય વચ્ચેના લોકો આ વીમો લઈ શકે છે. આ માટે વાર્ષિક પ્રીમિયમ ફક્ત 12 રૂપિયા છે.
આ યોજના હેઠળ પોલિસી ધારક વ્યક્તિના મોતના કેસમાં નોમિની એટલે કે વારસદારને બે લાખ રૂપિયાનું વળતર મળે છે. 18થી 50 વર્ષની વય વચ્ચેની કોઈ પણ વ્યક્તિ આ વીમો લઈ શકે છે. આ સ્કીમ માટે તમારે વાર્ષિક 330 રૂપિયા પ્રીમિયમ ચૂકવવું પડશે. આ બંને વીમા ટર્મ ઇન્શ્યોરન્સ છે. આ વીમો એક વર્ષની મુદ્દત માટે મળે છે.
અહીં એ પણ નોંધવું રહ્યું કે આ વીમાનો સમયગાળો પ્રથમ જૂનથી બીજા 31 મે સુધી હોય છે. આ વીમો લેવા માટે બેંક ખાતું હોવું ફરજિયાત છે. જો કોઈ વ્યક્તિ બેંક ખાતું બંધ કરાવે છે તો વીમા આપોઆપ બંધ થઈ જશે. આ ઉપરાંત પ્રીમિયમ કપાવાની તારીખે જો બેંકમાં પૂરતી બેલેન્સ નહીં હોય તો પણ આ વીમો બંધ થઈ જશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર