Home /News /business /Home Loan: SBIએ કર્યું હોમ લોનનું એલાન, સારા ક્રેડિટ સ્કોર પર મળશે 30-40 બેસિસ પોઇન્ટની છૂટ

Home Loan: SBIએ કર્યું હોમ લોનનું એલાન, સારા ક્રેડિટ સ્કોર પર મળશે 30-40 બેસિસ પોઇન્ટની છૂટ

હોમ લોનના વ્યાજદર ક્રેડિટ સ્કોર મુજબ અલગ અલગ હોય છે.

SBI Home Loan: SBIની આ નવી ઓફરને કેમ્પેઈન રેટ્સ નામ આપવામાં આવ્યું છે. આ ઓફર હેઠળ ગ્રાહકોને હોમ લોનના વ્યાજ દર પર 30-40 બેસિસ પોઈન્ટ્સનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઑફર 31 માર્ચ 2023 સુધી માન્ય રહેશે. નવી ઓફર હેઠળ ગ્રાહકોને નિયમિત હોમ લોન પર 8.60% વ્યાજ દર રહેશે.

વધુ જુઓ ...
SBI Home Loan: દેશની સૌવથી મોટી સરકારી બેન્ક SBIએ તેના હોમ લોન ગ્રાહકો માટે નવી ઓફરની જાહેરાત કરી છે. આ ઓફરને કૈંમપેન રેટ્સ નામ આપવામાં આવ્યું છે. આ ઓફર મુજબ કસ્ટમર્સને હોમ લોનના વ્યાજદર પર 30-40 બેસીસ પોઇન્ટની છૂટ આપવામાં આવી રહી છે. આ ઓફર 31 માર્ચ 2023 સુધી વેલીડ છે. આ નવી ઓફર મુજબ ગ્રાહકોને રેગ્યુલર લોન પર 8.60% વ્યાજદર આપવામાં આવી રહ્યું છે. હોમ લોનના વ્યાજદર ક્રેડિટ સ્કોર મુજબ અલગ અલગ હોય છે.

રેગ્યુલર હોમ લોન


રેગ્યુલર હોમ લોન પર એસબીઆઈ સૌવથી વધુ 30 થી 40 બીપીએસની છૂટ આપી રહ્યું છે. આ ફાયદો એ ગ્રાહકોને મળે છે કે જેનો ક્રેડિટ સ્કોર 700 થી 800 કે તેથી વધુ છે. કૈંપેન રેટ્સ ઓફર મુજબ એસબીઆઈ હોમ લોન દર 8.60% છે. જેમાં 800 કે તેથી વધુના સ્કોર પર 8.90%ના સામાન્ય દરથી 30 બીપીએસની છૂટ આપવામાં આવે છે. જો સ્કોર 750 - 799 છે તો 9% ના બદલે 8.60% અને સ્કોર 700 - 749 છે તો 9.10% ને બદલે 8.70%ના દરથી હોમ લોન મળવા પાત્ર છે.

આ પણ વાંચો:Plane Average: વિમાનમાં મુસાફરી તો સૌવને કરવી ગમે પણ એ ખ્યાલ છે કે તેમાં એવરેજ કેટલી આવે ? ચાલો જાણીએ

આ સિવાય મહિલાઓને 5 બેસીસ પોઈન્ટનો વધારાનો ફાયદો મળે છે. સેલેરી એકાઉન્ટ ધારકને વિશેષ લાભ અને Apon ઘર સ્કીમ હેઠળ 5 બેસીસ પોઈન્ટનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. ડિફેન્સ પર્સનલને શૌર્ય એન્ડ શૌર્ય ફ્લેક્સી પ્રોડક્ટ હેઠળ હોમ લોન રેટ્સ પર 10 બેસીસ પોઇન્ટ પર વધારાનું ડિસ્કાઉન્ટ મળે છે.

ટોપઅપ લોન પર ડિસ્કાઉન્ટ


એસબીઆઇએ 700 થી વધૂ કે 800ના ક્રેડિટ સ્કોર પર 30 બેસીસ પોઇન્ટ છૂટની જાહેરાત કરી છે. કૈંપેન રેટ્સ ઓફર મુજબ 800 થી વધુ સિબિલ સ્કોર ધારકને ટોપઅપ લોન 9.30% ને બદલે 9% પર મળશે. જો સ્કોર 750 થી 799 હશે તો 9.40% ને બદલે 9.10%. 750થી વધુ કે તેટલા જ સ્કોર પર ધારક બોરોઅર્સ માટે મેક્સગૈન અને રિયલ્ટી લોન માટે કાર્ડ દરો પર 5 બીપીએસની છૂટછાટ અપાઈ રહી છે.



આ સિવાય એસબીઆઇએ રેગ્યુલર અને ટોપઅપ હોમ લોનની પ્રોસેસીંગ ફી પણ માફ કરી છે. આ પહેલા બેંકે એક એસટીવ ઓફર લોન્ચ કર્યું હતું. જે 4 ઓક્ટોબર 2022 થી શરુ થઇ ને 31 જાન્યુઆરી 2023 સુધી ચાલશે.
First published:

Tags: Business news, Cheapest home loan banks, SBI bank

विज्ञापन