દિવાળી પહેલા બૅન્કના કર્મચારીઓને મળશે મોટી ભેટ

News18 Gujarati
Updated: October 24, 2019, 9:39 AM IST
દિવાળી પહેલા બૅન્કના કર્મચારીઓને મળશે મોટી ભેટ
બૅન્ક કર્મચારીઓને આ વર્ષે દિવાળી પર ભેટ આપવામાં આવશે.

બીજા ક્વાર્ટરમાં કર્મચારીઓની વધારે સારી કામગીરીને કારણે બૅન્ક મેનેજમેન્ટ ખુશ છે. કર્મચારીઓને આ વર્ષે દિવાળી પર ભેટ આપવામાં આવશે.

  • Share this:
દિવાળી પહેલા જ જાહેર ક્ષેત્રની બે બૅન્કોમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)અને ઓરિએન્ટલ બૅન્ક ઑફ કૉમર્સ (OBC)ના લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર છે. આ બંને બૅન્કોએ નિર્ણય લીધો છે કે તેઓ દિવાળી પર તેમના લાખો કર્મચારીઓને ખાસ ભેટ આપશે. આ બંને બૅન્કોએ તેમના કર્મચારીઓને દિવાળીની ભેટ રૂપે 1 હજાર રૂપિયાની મીઠાઇ / ડ્રાયફ્રૂટ / ચોકલેટ આપવાની જાહેરાત કરી છે.

તમામ કાર્યાલયોમાં સૂચના

આ બૅન્કોના જવાબદાર અધિકારીઓને દિવાળી પહેલા તમામ કર્મચારીઓને આ ભેટનું વિતરણ કરવા સૂચના આપવામાં આવી છે. જો કે એ પણ સ્પષ્ટ કરાયું છે કે કોઈ પણ કર્મચારીને ભેટની જગ્યાએ રોકડ આપવામાં આવશે નહીં. એસબીઆઇએ કહ્યું છે કે આ ખર્ચ સંબંધિત કચેરીઓના ખાતામાં જમા કરાશે. જો જરૂરી હોય તો નાણાકીય વર્ષ 2019-20 માટે એસબીઆઇ સ્ટાફના ભંડોળમાંથી ફાળવણી પછી ખર્ચ કરવામાં આવશે.

આ પણ વાંચો: Post Officeમાં માત્ર 10 રુપિયામાં ખોલાવો ખાતું, ડબલ મળશે વ્યાજવધુ સારી કામગીરીથી બૅન્ક મેનેજમેન્ટ ખુશઓરિએન્ટલ બૅન્ક ઑફ કોમર્સના જનરલ મેનેજર (માનવ સંસાધન) સ્વરૂપ કુમાર સહાએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે આ અંગે તમામ શાખાઓ અને કચેરીઓને માહિતી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં બૅન્કની આર્થિક સ્થિતિ વધુ સારી રહી છે. બીજા ક્વાર્ટરમાં ઓબીસીનો કુલ નફો 126 કરોડ રૂપિયા રહ્યો છે.

આ પણ વાંચો: મોદી સરકારનો નિર્ણય, ચાઇનીઝ ફટાકડાનો ઉપયોગ કર્યો તો થશે સજાSBI ખર્ચ કરશે 25.7 કરોડ રૂપિયા

આ પહેલીવાર છે જ્યારે ઓબીસીના કર્મચારીઓને દિવાળીની ભેટ મળી રહી છે. એસબીઆઈમાં કુલ કર્મચારીઓની સંખ્યા 2,57,000 રૂપિયા છે અને આ કર્મચારીઓની દિવાળી ભેટ પર કુલ 25.7 કરોડ રૂપિયા ખર્ચવામાં કરવામાં આવશે.
First published: October 24, 2019, 9:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading