ATM પર છપાવો તમારા બાળકોનો ફોટો, નહીં રહે મિનિમમ બેલેન્સની ઝંઝટ

News18 Gujarati
Updated: November 14, 2019, 4:30 PM IST
ATM પર છપાવો તમારા બાળકોનો ફોટો, નહીં રહે મિનિમમ બેલેન્સની ઝંઝટ
આ ખાતામાં ઓછામાં ઓછા બેલેન્સની કોઈ સમસ્યા નથી.

જો તમે તમારા બાળકો માટે બૅન્ક ખાતું ખોલવા માંગો છો. તો આ બૅન્ક બાળકો માટે વિશેષ ખાતું ખોલે છે. આ ખાતાઓની વિશેષતા એ છે કે તેમાં ઓછામાં ઓછા બેલેન્સની કોઈ સમસ્યા નથી.

  • Share this:
તમે તમારા બાળકો માટે બેંક ખાતું ખોલવા માંગો છો. તો દેશની સૌથી મોટી સરકારી બૅન્ક એસબીઆઈ (સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા) બાળકો માટે વિશેષ બૅન્ક ખાતા ખોલે છે. આ ખાતાઓની વિશેષતા એ છે કે તેમાં ઓછામાં ઓછા બેલેન્સની કોઈ સમસ્યા નથી. ઉપરાંત તેમાં ખાતું ખોલવા પર તમારા બાળકોના ફોટા સાથે એટીએમ (ડેબિટ કાર્ડ) કાર્ડ પણ મળશે.

આ ખાતા વિશે જાણો

એસબીઆઈ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર 'પહેલા પગલા' અને 'પહેલી ઉડાન' યોજના હેઠળ સગીર બાળકોના બૅન્ક ખાતા ખોલવામાં આવે છે. આ તમને બાળકો માટે એક મોટું ભંડોળ તૈયાર કરવામાં મદદ કરે છે. ઉપરાંત બાળકોને પૈસાના મહત્વ વિશે કહેવું સરળ બને છે. બાળકમાં નાણાકીય શિસ્ત બનાવવા માટે બૅન્ક ખાતું પણ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: માત્ર 121 રુપિયા જમા કરાવી પુત્રીના લગ્ન માટે કરો રોકાણ, મળશે 27 લાખ

Image

આ રીતે બાળકનો છપાઇ છે કાર્ડ પર બાળકોનો ફોટોપહેલા પગલા અને પહેલી ઉડાન યોજના હેઠળ બૅન્ક 5000 રૂપિયા ઉપાડવા અને એટલા રૂપિયાની ખરીદી કરવાની મંજૂરી આપે છે. બૅન્ક બાળકના ફોટા સાથે એટીએમ-કમ-ડેબિટ કાર્ડ પણ આપે છે. આ કાર્ડ સગીર અને માતા-પિતાના નામે આપવામાં આવશે.

આ પણ વાંચો: Xiaomi, સેમસંગ, એપલ નહીં, આ ફોન બન્યો નંબર વન, જુઓ Top 10 લિસ્ટ

પહેલા પગલાના ખાતા હેઠળ કોઈપણ સગીર તેના માતાપિતા અથવા સંયુક્ત ખાતું ખોલી શકે છે. ઉપરાંત આ ઍકાઉન્ટ માતાપિતા ચલાવી શકે છે. પહેલી ઉડાનમાં ફક્ત 10 વર્ષથી વધુ ઉંમરના સગીરના નામે ખાતું ખોલી શકાય છે. આ ઍકાઉન્ટ ફક્ત એક જ ચલાવી શકે છે જેના નામે ખાતું ખોલ્યું છે. ઍકાઉન્ટ ખોલવા માટે કેવાયસી જરૂરી છે.

ઇન્ટરનેટ બૅન્કિંગ: પેહલા પગલા અને પહેલી ઉડાનમાં દિવસ દીઠ ટ્રાન્ઝેક્શનની મર્યાદા 5000 રૂપિયા છે. વ્યક્તિ બિલ ચુકવણી ઇન્ટર બૅન્ક ફંડ ટ્રાન્સફર (ફક્ત NEFT) અને ડિમાન્ડ ડ્રાફ્ટ કરી શકે છે.

આ પણ વાંચો: જિયો, એરટેલ અને વોડાફોનનો સસ્તો રિચાર્જ પ્લાન, જાણો ક્યો છે શ્રેષ્ઠ

ચેક બૂક સુવિધા: પહેલું પગલું- આ ખાતા હેઠળ 10 ચેકવાળી ચેકબૂક આપવામાં આવે છે. આ ચેકબૂક સગીરના નામે મતા-પિતાને આપવામાં આવે છે.

પહેલી ઉડાન: આ ખાતા હેઠળ 10 ચેકવાળી એક ચેકબૂક જાહેર કરવામાં આવે છે. તે માત્ર ત્યારે જ આપવામાં આવે છે જો સગીર સહી કરવા સક્ષમ હોય.
First published: November 14, 2019
વધુ વાંચો
अगली ख़बर