Home /News /business /SBI મ્યુચ્યુઅલ ફંડમાં મળશે કમાણીની સારી તક, ઓછા રિસ્કમાં મળશે બંપર નફો, જાણો યોજનાની વિગતો

SBI મ્યુચ્યુઅલ ફંડમાં મળશે કમાણીની સારી તક, ઓછા રિસ્કમાં મળશે બંપર નફો, જાણો યોજનાની વિગતો

SBI મ્યુચ્યુઅલ ફંડમાં મળશે કમાણીની સારી તક, ઓછા રિસ્કમાં મળશે બંપર નફો, જાણો યોજનાની વિગતો

SBI MF ની નવી સ્કીમઃ સાવ ઓછા રિસ્કમા ધમાકેદાર કમાણી કરવી હોય તો દેશની સૌથી મોટી બેંક જબરજસ્ત મોકો લઈને આવી છે. આ નવો મ્યુચ્યુઅલ ફંડ પ્લાન ડેટ સેગમેન્ટનો છે અને ફિક્સ મેચ્યોરિટી પ્લાન છે જેમાં સાવ રુ. 5000 થી શરું કરીને તગડી કમાણી કરી શકો છો.

વધુ જુઓ ...
    SBI MF NFO: લાંબા ગાળામાં ઓછા રિસ્ક સાથે નિયમિત આવક મેળવવા માટે બજારમાં રોકાણ કરીને વેલ્થ ક્રિએશન કરવા માટેની સારી તક છે. બજારમાં ઘણા ફંડ હાઉસ છે, જે મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ ઓફર કરે છે. આમાં એક એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ પણ છે. જે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની મ્યુચ્યુઅલ ફંડ શાખા છે. મ્યુચ્યુઅલ ફંડ હાઉસ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ (SBI Mutual Fund) ડેટ સેગમેન્ટમાં નવી સ્કીમ લઈને આવ્યું છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના આ NFO એસબીઆઈ ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન - સિરીઝ 77 (366 દિવસ) નું સબસ્ક્રિપ્શન 6 ફેબ્રુઆરીથી ખુલ્લુ મુકાયું છે. આ NFO ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાનમાં 13 ફેબ્રુઆરી, 2023 સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લું રહેશે. આ ક્લોઝ એન્ડેડ સ્કીમ છે. ક્લોઝ એન્ડેડ સ્કિમમાં રોકાણ કરવા પર રોકાણકારો મેચ્યોરિટી પર જ પૈસા ઉપાડી શકે છે.

    આ પણ વાંચોઃ એક જ દિવસ બાકી છે ભારતના સૌપ્રથમ મ્યુનિસિપલ બોન્ડને ભરવા માટે, પણ શું ભરાય ખરી?

    ફંડમાં કરી શકાશે મિનિમમ રૂ. 5000 નું રોકાણ

    એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ અનુસાર તમે આ ફંડમાં મિનિમમ સબ્સ્ક્રિપ્શન અમાઉન્ટ રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1 ના ગુણાંકમાં રોકાણ કરી શકો છો. આ લાંબા ગાળાની ડેટ કેટેગરીની સ્કીમ છે. તેનું બેન્ચમાર્ક ક્રિસિલ શોર્ટ-ટર્મ બોન્ડ ઇન્ડેક્સ ) CRISIL Short-Term Bond Index) છે. તેમાં શૂન્ય એક્ઝિટ લોડ છે. આ યોજનાની મુદત 366 દિવસની છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડની હાલની યોજનાઓના રોકાણકારો NFO દરમિયાન આ યોજનામાં સબ્સ્ક્રાઇબ કરી શકે છે. જો કે, આ હાલની યોજનાના લોક-ઇન પીરિયડને પૂર્ણ થવાને આધીન રહેશે. રોકાણકારો આ પ્લાનમાં રેગ્યુલર અને ડાયરેક્ટ એમ બંને રીતે રોકાણ કરી શકે છે. રેગ્યુલર એટલે ડિસ્ટ્રીબ્યુટર મારફતે અને ડાયરેક્ટ એટલે કોઈ ડિસ્ટ્રીબ્યુટર વિના રોકાણ કરી શકશે.

    આ પણ વાંચોઃ ટૂંકાગાળામાં આ બે શેરમાં કોથળો ભરીને કમાણી થશે, એક્સપર્ટને છે ભારે ભરોસો

    NFO: કોણે કરવું જોઈએ ફંડમાં રાકાણ?

    મ્યુચ્યુઅલ ફંડ હાઉસનું કહેવું છે કે આ યોજનામાં રોકાણકારોને નિયમિત આવક અને મર્યાદિત વ્યાજ દરના જોખમ સાથે કેપિટલ ગ્રોથની તક મળે છે. આ યોજના ડેટ/મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ/સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. આ આવક પોર્ટફોલિયોની કેપિટલ એપ્રિસિએશનમાંથી કરી શકાય છે. તેવી જ રીતે, રોકાણ મુખ્યત્વે ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં કરવામાં આવશે. જો કે, સ્કીમનો રોકાણનો ઉદ્દેશ્ય સિદ્ધ થશે તેની કોઈ ખાતરી કે ગેરંટી નથી.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    First published:

    Tags: Business news, Earn money, Mutual funds, SBI bank

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો