SBIની ઑફર! અડધાથી ઓછી કિંમતમાં ખરીદો પ્રૉપર્ટી, આ રીતે કરો નોંધણી

જો તમે કોઈ ઘર, દુકાન અથવા કોઈ વ્યવસાયિક સંપત્તિ ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો એસબીઆઈ (SBI) તમને એક મોટી તક આપી રહી છે.

News18 Gujarati
Updated: November 4, 2019, 9:24 AM IST
SBIની ઑફર! અડધાથી ઓછી કિંમતમાં ખરીદો પ્રૉપર્ટી, આ રીતે કરો નોંધણી
SBIએ શરુ કરી હરાજી
News18 Gujarati
Updated: November 4, 2019, 9:24 AM IST
દેશની સૌથી મોટી બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)5 નવેમ્બર, 2019 થી મેગા ઇ-ઑક્શન કરવા જઈ રહી છે. જેમાં દેશભરના અનેક શહેરોની શાનદાર સંપત્તિની હરાજી કરવામાં આવશે. તેથી જો તમે કોઈ ઘર, દુકાન અથવા કોઈપણ વ્યવસાયિક મિલકતો ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તમારી પાસે એક મોટી તક છે. એસબીઆઈ સાથે મળીને તમે નિર્ધારિત કિંમતે સંપત્તિ ખરીદી શકશો. આ સાથે તમને આ સંપત્તિ ખરીદવા માટે એસબીઆઈ પાસેથી લોન મળશે.

રજિસ્ટર કેવી રીતે કરવું?

એસબીઆઇની આ મેગા ઇ-હરાજીમાં નોંધણી કરવાની આજે છેલ્લી તક છે. નોંધણી કરવાની પ્રક્રિયા એકદમ સરળ છે. તમે ખૂબ ઓછી વિગત આપીને હરાજીમાં ભાગ લઈ શકો છો. આ વિગત ઓળખ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવી છે. એક બોલી લગાવવનારાના રુપમાં પોતાને નોંધણી કરવા માટે પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે.

આ પણ વાંચો: 30 નવેમ્બર સુધી આ ફોર્મ જમા નહીં કરાવ્યું તો અટકી શકે છે પેન્શન



> સૌ પ્રથમ એક વેબસાઇટની http://sbi.auctiontiger.net અથવા www.bankeauctions.com પર ક્લીક કરો.
Loading...

>> હવે નોંધણી પર જાઓ.
>> Registration as an individual or Organisationને પસંદ કરો.
>> હવે ત્યા જરૂરી માહિતી ભરો.
>> User Agreement and Privacy Policy ને લીડ કરો.
>> હવે રજિસ્ટર પર ક્લિક કરો.

આ પણ વાંચો: આ 13 કામ માટે ખૂબ જ જરુરી છે PAN કાર્ડ

દરેક પ્રકારની સંપત્તિ ઉપલબ્ધ

એસબીઆઈ તેની ઇ-હરાજીમાં તે રહેણાંક અને વ્યવસાયિક મિલકતોની હરાજી કરશે, જે ડિફોલ્ટરોની છે, એટલે કે આ ડિફોલ્ટર્સ બૅન્કની લોન ચુકવી શક્યા નથી. તેથી બૅન્ક તેમની મિલકતની હરાજી કરીને તેમની બાકી રકમની વસૂલાત કરવા માંગે છે. મિલકતની હરાજીથી મળેલી રકમથી એસબીઆઇ તેની લોનની રકમ પૂર્ણ કરશે.



અહીં ફોન કરી લઇ શકો છો મદદ

જો તમે એસબીઆઈની આ ઇ-નીલામી અથવા ઇ-હરાજીમાં ભાગ લેવા માંગતા હોય તો નોંધણી કરાવ્યા પછી વધુ માહિતી માટે, તમે + 91-79-61200554 / 587/594/598/559 અથવા 09265562821, 09265562818, 09374519754 પર કૉલ કરી શકો છો તમે મોબાઇલ નંબર પર સંપર્ક કરી શકો છો. આ સિવાય તમે ઇમેઇલ આઈડી પર પણ સંપર્ક કરી શકો છો support@auctiontiger.net.
First published: November 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...