Home /News /business /

SBI LIFEના શેરમાં Q1ના પરિણામ બાદ 9 ટકા તેજી, જાણો સ્ટોક અંગે રણનીતિ

SBI LIFEના શેરમાં Q1ના પરિણામ બાદ 9 ટકા તેજી, જાણો સ્ટોક અંગે રણનીતિ

એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીએ પ્રથમ ત્રિમાસિક ગાળામાં ધાર્યા કરતાં વધુ સારા પરિણામ રજૂ કર્યા છે

SBI LIFE share price hike : એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીએ પ્રથમ ત્રિમાસિક ગાળામાં ધાર્યા કરતાં વધુ સારા પરિણામ રજૂ કર્યા છે

    દિલ્હી: લાઇફ ઇન્સ્યોરન્સ ક્ષેત્રે કામ કરતી એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ (SBI LIFE) કંપનીએ પ્રથમ ત્રિમાસિક ગાળા (Quarter 1)માં ધાર્યા કરતાં વધુ સારા પરિણામ રજૂ કર્યા છે. કંપનીનું ન્યુ બિઝનેસ પ્રીમિયમ 67% વધીને 5,590 કરડો રૂપિયા થયું છે. સાથે જ વેલ્યુ ઓફ ન્યુ બિઝનેસ પણ 130% વધી છે. કંપનીના માર્જિનમમાં પણ સુધારો જોવા મળ્યો છે.

    CITIની રોકાણની રણનીતિ

    આજે એનએસઇ પર સવારે 10.53 કલાકે એસબીઆઇ લાઇફ સ્કોટ (sbi life stock) 8.86 ટકા અથવા 105.55 રૂપિયા વધીને 1297 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો. CITIએ એસબીઆઇ લાઇફ પર રોકાણની રણનીતિ જણાવતાં ખરીદીની સલાહ આપી છે. તેણે આ શેર માટે ટાર્ગેટ પ્રાઇઝ 1665 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. તેમનું કહેવું છે કે, કંપનીના પ્રથમ ત્રિમાસિક પરિણામ દરેક મોરચે સારા દેખાયા છે. તેની સમકક્ષ અન્ય કંપનીઓની સરખામણીએ આગળ સારું માર્જિન રહેવાની સંભાવના છે.

    Morgan stanleyની રોકાણની રણનીતિ

    Morgan stanleyએ એસબીઆઇર પર રોકાણની રણનીતિ જણાવતાં આ સ્ટોક પર ઓવરવેટ કોલ આપ્યું છે. તેમણે શેરનો ટાર્ગેટ ભાવ 1500 રૂપિયા નક્કી કર્યો છે. તેમણે કહ્યું કે, કંપનીનું VNB 16 ટકા રહ્યું, જે અનુમાન કરતાં વધુ છે. તેમનું કહેવું છે કે, આ સ્તરે શેરનું વેલ્યુએશન આકર્ષક છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, નોન-બેંકિંગ ફાઇનેન્શિયલ સેક્ટરમાં એસબીઆઇ લાઇફ તેમનું ટોપ પિક છે.

    આ પણ વાંચો: મંદીની આશંકામાં તૂટેલા બજારમાં શું પૈસા લગાવવા જોઈએ? રોકાણની રણનીતિ કેવી હોવી જોઈએ?

    Goldman Sachsની રોકાણની રણનીતિ

    Goldman Sachsએ એસબીઆઇ લાઇફ પર રોકાણની રણનીતિ વ્યક્ત કરતાં ખરીદીનું રેટિંગ આપ્યું છે. તેમણે આની 1400 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ નક્કી કરી છે. તેમનું કહેવું છે કે, તેમણે 2023-24 માટે VNB અનુમાન 11 ટકાથી વધારીને 17 ટકા કર્યું છે. સાથે જ FY23માં કંપનીને 25 ટકા ગ્રોથની આશા પણ છે.

    (નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે, માર્કેટમાં રોકાણ બજારના જોખમોને આધારિત છે. રોકાણ કરતાં પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો. ન્યૂઝ 18 ગુજરાતી તરફથી કોઇને પણ પૈસા રોકવા માટે ક્યારેય સલાહ આપવામાં આવતી નથી.)
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Business news, SBI બેંક, Share market

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन