Home /News /business /SBI ગ્રાહકોને થશે 2 લાખ રુપિયાનો મોટો ફાયદો, જાણો શું કરવું પડશે?

SBI ગ્રાહકોને થશે 2 લાખ રુપિયાનો મોટો ફાયદો, જાણો શું કરવું પડશે?

SBI ખાતાધારકોને ફાયદો (પ્રતીકાત્મક તસવીર)

SBI an Dhan Accounts: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા પોતાના ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીનો મફત ઇન્શ્યોરન્સ આપી રહી છે, જાણો કેવી રીતે ઉઠાવશો ફાયદો

નવી દિલ્હી. State Bank of Indiaના ગ્રાહકો માટે ખૂબ કામના સમાચાર છે. જો તમે સ્ટેટ બેંક (SBI)ના ગ્રાહક છો કે નવું એકાઉન્ટ ખોલાવી રહ્યા છો તો તમે 2 લાખ રૂપિયાનો ફાયદો મેળવી શકો છો. SBI પોતાના ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીનો મફત ઇન્શ્યોરન્સ (Free insurance) આપી રહી છે. મૂળે, બેંક આ સુવિધા જન ધન એકાઉન્ટ (Jan Dhan Accounts)ના ખાતાધારકોને આપી રહી છે. SBI જે ગ્રાહકોની પાસે રૂપે (RuPay) ડેબિટ કાર્ડ છે, તેમને 2 લાખ રૂપિયા સુધી મફત આકસ્મિક વીમા કવર આપે છે. RuPay ડેબિટ કાર્ડનો ઉપયોગ કરનાર લોકોને મૃત્યુ વીમો, ખરીદી સુરક્ષા કવર અને અન્ય લાભ મળે છે. જન ધન એકાઉન્ટ ખાતાધારક (Jan Dhan Accounts) મફત ઇન્સ્યોરન્સનો લાભ ઉઠાવી શકે છે.

જાણો કેવી રીતે ક્લેમ કરવાનો હોય છે?

આ યોજના હેઠળ વ્યક્તિગત દુર્ઘટના પોલિસી ભારતની બહાર થયેલી ઘટના પણ કવર થાય છે. જરુરી દસ્તાવેજ જમા કરાવવા પર વીમા રકમ અનુસાર ભારતીય રૂપિયામાં ક્લેમ ચૂકવણી કરવામાં આવશે. કોર્ટના આદેશ અનુસાર લાભાર્થી કાર્ડધારક કે કાયદાકિય ઉત્તરાધિકારીના ખાતામાં નોમિની બનાવી શકાય છે.

ટ્રાન્સફર કરવાનો પણ વિકલ્પ ઉપલબ્ધ હોય છે

બેઝિક સેવિંગ એકાઉન્ટ (Savings Account)ને જન ધન યોજના ખાતામાં ટ્રાન્સફર કરવાનો પણ વિકલ્પ છે. જેમની પાસે Jan Dhan Accounts છે, તેમને બેંકથી RuPay PMJDY કાર્ડ મળે છે. 28 ઓગસ્ટ 2018 સુધી ખોલવામાં આવેલા જન ધન ખાતા પર ઇશ્યૂ કરવામાં આવેલા RuPay PMJDY કાર્ડોની વીમા રકમ 1 લાખ રૂપિયા હશે. 28 ઓગસ્ટ 2018 બાદ જાહેર RuPay કાર્ડ પર 2 લાખ રૂપિયા સુધીનો એક્સિડેન્ટલ કવર બેનેફિટ મળશે.

2014માં શરૂ થઈ હતી યોજના

નોંધનીય છે કે, પ્રધાનમંત્રી જન ધન યોજના (PM Jan Dhan Scheme) વર્ષ 2014માં શરૂ થઈ હતી. આ યોજના આર્થિક રીતે નબળા લોકોને સસ્તી રીતે ફાઇનાન્સિયલ સર્વિસ, બેન્કિંગ બચત અને જમા ખાતા, ક્રેડિટ, પેન્શન સુધી પહોંચને સુનિશ્ચિત કરે છે. કોઈ પણ વ્યક્તિ પોતાના ગ્રાહકોને KYC ડોક્યૂમેન્ટ આપીને ઓનલાઇન જન ધન ખાતું ખોલાવી શકે છે.

આ પણ વાંચો: Alert! 31 ઓક્ટોબર પહેલા આ જરૂરી કામ પતાવો, નહીં તો થઈ શકે છે મુશ્કેલી

SBI YONOથી ફાઇલ કરો ITR

ઇન્કમટેક્સ ભરવાની તારીખ (Income Tax Retur filing date) નજીક આવી રહી છે. જેથી જો તમે હજુ સુધી ઈન્કમટેક્સ રિટર્ન નથી ભર્યું તો સૌથી પહેલા તમારે ઈન્કમટેક્સ રિટર્ન ભરી દેવું જોઈએ. તમે ઘરે બેઠા ઓનલાઈન ઈન્કમટેક્સ રિટર્ન (File online IT return) ભરી શકો છો. તમે SBIની સત્તાવાર વેબસાઈટ અને SBIની યોનો એપથી ITR ફાઈલ કરી શકો છો. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (State bank of India)ના ગ્રાહકો ફ્રીમાં ITR ફાઈલ કરી શકે છે.

આ પણ વાંચો: Diwali Muhurat Stocks: દીવાળીના દિવસે આ 9 શેર ખદીદવાની SMC ગ્લોબલની સલાહ

ITR ફાઇલ કરવાની રીત


>> SBIના ગ્રાહકોએ YONOમાં લોગઈન કરવાનું રહેશે.
>> ત્યારબાદ 'Shops and Orders' ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે.
>> હવે YONO યૂઝર્સે 'Tax and Investment' ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે
>> ત્યારબાદ 'Tax2Win' ઓપ્શન સિલેક્ટ કરો.
>> આ સુવિધાનો લાભ લેતી વખતે કોઈપણ પ્રકારની સમસ્યાનો આવે તો, તમે +91 9660-99-66-55 કોલ કરી શકો છો અથવા support@tax2win.in પર એક ઈમેઈલ પર મોકલી શકો છો.
>> SBIના ગ્રાહકોએ ધ્યાન રાખવાનું રહેશે કે, આ ઑફર 31 ઓક્ટોબર સુધી માન્ય છે.
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો