Home /News /business /

Yes Bankનાં ખાતાધારકોની મુશ્કેલી દૂર કરીશું, તેમના રૂપિયા સુરક્ષિત : SBI ચેરમેન રજનીશ કુમાર

Yes Bankનાં ખાતાધારકોની મુશ્કેલી દૂર કરીશું, તેમના રૂપિયા સુરક્ષિત : SBI ચેરમેન રજનીશ કુમાર

એસબીઆઈ ચેરમેન રજનીશ કુમાર.

દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે ખાતાધારકોના બેંકમાં જમા રૂપિયા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

    નવી દિલ્હી : યસ બેંક (Yes Bank Crisis)ને ફરીથી પાટા પર લાવવા માટે RBI તરફથી કરવામાં આવેલા ડ્રાફ્ટ અંગે બોલતા SBIના ચેરમેન રજનીશ કુમારે (SBI Chairman Rajnish Kumar) કહ્યું કે ખાતાધારકોના બેંકમાં જમા રૂપિયા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેમણે કહ્યું કે, અમારી ટીમ આરબીઆઈ તરફથી જાહેર ડ્રાફ્ટ પર કામ કરી રહી છે. રજનીશ કુમારનું કહેવું છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank of India) યસ બેંક (Yes Bank)ના 49 ટકા શેર ખરીદી શકે છે. નોંધનીય છે કે આરબીઆઈના નવા આદેશ સુધી યસ બેંકના ગ્રાહકો તેમના ખાતામાંથી ફક્ત 50 હજાર રૂપિયા જ ઉપાડી શકશે. હાલમાં આ પ્રતિબંધ પાંચમી માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી રહેશે.

    SBI સાથે Yes Bankના મર્જરની કોઈ યોજના નથી :

    એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારનું કહેવું છે કે બોર્ડે સૈદ્ધાંતિક રીતે યસ બેંકમાં 49 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે યસ બેંકના મર્જરની કોઈ યોજના નથી.

    એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે આરબીઆઈના ડ્રાફ્ટ પ્લાન પર સોમવાર સુધી આરબીઆઈને જવાબ આપવાનો રહેશે. એસબીઆઈ આમાં ફક્ત રોકાણકાર હશે. ઇચ્છુક રોકાણકારો સાથે નિયમ અંતર્ગત વાતચીત કરવામાં આવશે.

    આ પણ વાંચો :  યસ બેંક સંકટ : લાખો ખાતાધારકોને રોવડાવનાર 'રાણો' આખરે છે ક્યાં?

    RBIની ડ્રાફ્ટ સ્કિમ પછી અનેક મોટા રોકાણકારોએ યસ બેંકમાં રોકાણ માટે ઇચ્છા વ્યક્ત કરી છે. પંરતુ આના પર બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

    રજનીશ કુમારે જણાવ્યું કે અમારી લીગલ ટીમ આ અંગે કામ કરી રહી છે. એસબીઆઈ તરફથી સ્ટોક એક્સચેન્જને સૂચના આપવામાં આવી છે કે ભારતીય સ્ટેટ બેંક યસ બેંકમાં 49 ટકા ભાગીદારી ખરીદવા પર વિચારી રહી છે.

    આ પણ વાંચો :  યસ બેંકના કેસ પછી સરકાર અન્ય બેંકો પર પણ રાખી રહી છે નજર: સૂત્ર

    આરબીઆઈના પ્લાનની 10 વાત :



    1.  આરબીઆઈના કહેવા પ્રમાણે યસ બેંકમાં રોકાણ માટે એસબીઆઈએ ઈચ્છા વ્યક્ત કરી છે. એસબીઆઈ આ બેંકના પુર્નગઠનમાં પણ ભાગ લેશે.

    2.  પુર્નગઠિત યસ બેંકના તમામ કર્ચચારીઓને વર્તમાન પે સ્કેલ પ્રમાણે જ પગાર મળશે. આ વ્યવસ્થા આગામી એક વર્ષ માટે જ હશે.

    3.  પુર્નગઠિત બેંકની ઓથૉરાઇઝ્ડ કેપિટલ બદલીને પાંચ હજાર કરોડ રૂપિયા કરવામાં આવશે. સાથે જ બે રૂપિયા પ્રતિ શેરના ભાવથી 24 હજાર કરોડ રૂપિયાના ઇક્વિટી શેરમાં પણ બદલાવ કરવામાં આવશે. જે બાદમાં આ રકમ 48 હજાર કરોડ રહેશે.

    4.  એવો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે કે બેંકમાં રોકાણ કરનાર બેંક પોતાની ભાગીદારી 26 ટકાથી ઓછી નહીં કરે.

    5.  રોકાણકાર પુર્નગઠિત બેંકમાં ઇક્વિટી ભાગીદારી 49 ટકા સુધી વધારી શકે છે. આ માટે પ્રતિ શેર ભાવ 10 રૂપિયાથી વધારે નહીં હોય. બે રૂપિયા ફેસ વેલ્યૂ અને આઠ રૂપિયા પ્રીમિયમ ભાવથી વધારે ન હોવા જોઈએ.

    6.  પુર્નગઠિત બેંક માટે નવા બોર્ડની રચના કરવામાં આવશે.

    7.  પુર્નગઠિત બેંકના બોર્ડ ઑફ ડિરેક્ટર્સ પાસે એવી સત્તા હશે કે તેઓ ભૂતકાળના નિર્ણયને બદલી શકશે.

    8.  નવા બોર્ડમાં રોકાણકાર બેંકના 2 નૉમિની ડિરેક્ટર્સ હશે.

    9.  આરબીઆઈ વધારાના ડિરેક્ટર્સ પણ નીમી શકશે.

    10. . નવી ઑફિસ કે બ્રાંચ ખોલવા કે વર્તમાન બ્રાંચ કે ઑફિસને બંધ કરવાનો નિર્ણય પુર્નગઠિત બેંક જ લેશે. આ નિર્ણય રિઝર્વ બેંકના નિયમોને આધિન લેવામાં આવશે.


    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Rana Kapoor, Reserve bank of india, Yes Bank, આરબીઆઇ, એસબીઆઇ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन