Home /News /business /

SBI Hikes MCLR: એસબીઆઈની હોમ, ઑટો સહિત તમામ લોન થઈ મોંઘી, MCLR 0.10 ટકા વધ્યો

SBI Hikes MCLR: એસબીઆઈની હોમ, ઑટો સહિત તમામ લોન થઈ મોંઘી, MCLR 0.10 ટકા વધ્યો

એસબીઆઈની લોન મોંઘી થઈ

SBI MCLR rates: આ પહેલા બેંક ઑફ બરોડા (Bank of Baroda)એ તમામ સમયની લોન માટે MCLRમાં પાંચ બીપીએસનો વધારો કર્યો હતો. આ રીતે BOBનો એક વર્ષનો બેન્ચમાર્ક એમસીએલઆર 7.35 ટકા થયો છે.

    મુંબઇ. SBI MCLR : સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ પોતાની તમામ અવધિની લોન માટે માર્જિનલ કૉસ્ટ ઑફ લેન્ડિંગ રેટ (MCLR)માં 10 બેસિસ પોઇન્ટ્સ એટલે કે 0.10 ટકાનો વધારો લાગૂ કર્યો છે. આ વધારો ગત 15મી એપ્રિલ, 2022થી લાગૂ થયો છે. આ સાથે જ હોમ, ઑટો અને અન્ય તમામ પ્રકારની લોન મોંઘી થઈ ગઈ છે.

    સમય આધારિત MCLR નીચે પ્રકારે છે:


    ઓવરનાઇટ- 6.75 ટકા

    એક મહિનો- 6.75 ટકા

    ત્રણ મહિના- 6.75 ટકા

    છ મહિના- 7.05 ટકા

    એક વર્ષ- 7.10 ટકા

    બે વર્ષ- 7.30 ટકા

    ત્રણ વર્ષ- 7.40 ટકા

    બેંક ઑફ બરોડાની લોન પણ મોંઘી થઈ


    આ પહેલા બેંક ઑફ બરોડા (Bank of Baroda)એ તમામ સમયની લોન માટે MCLRમાં પાંચ બીપીએસનો વધારો કર્યો હતો. આ રીતે BOBનો એક વર્ષનો બેન્ચમાર્ક એમસીએલઆર 7.35 ટકા થયો છે.

    ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે યોજાયેલી પોતાની મોનિટરી પૉલિસી મીટમાં રિઝર્વ બેંકે પૉલિસી રેટ્સમાં એટલે કે રેપો રેટ સહિતના દરોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.

    રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર ન કર્યો


    આઠમી એપ્રિલના રોજ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે (RBI governor Shaktikanta Das) ત્રણ દિવસની બેઠક બાદ મોનિટરી પૉલિસી બેઠકનું પરિણામ જાહેર કર્યું હતું. આરબીઆઈ તરફથી રેપો રેટ (Repo Rate)માં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. એટલે કે રેપો રેટ 4% યથાવત રહ્યો છે. આ સાથે જ આરબીઆઈએ નાણાકીય વર્ષ 23 માટે જીડીપી (GDP) અનુમાન 7.8 ટકાથી ઘટાડીને 7.2 ટકા કર્યું છે. છેલ્લે 22 મે 2020ના રોજ રેપો રેટ (Repo Rate)માં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારથી રેપો રેટ ઐતિહાસિક ચાર ટકા પર સ્થિર છે. રિઝર્વ બેંકની મોનિટરી પૉલિસી કમિટી (Monetary Policy Committee)ની બેઠક દર બે મહિને મળે છે.

    આ પણ વાંચો: ચોથા ત્રિમાસિકના પરિણામ બાદ ઇન્ફોસિસના શેરમાં કડાકો

    આરબીઆઈએ Home Loan અંગે કરી મોટી જાહેરાત


    ભારતીય રિઝર્વ બેંકે (RBI) 8મી એપ્રિલના રોજ હોમ લોન (Home Loan) અંગે મોટી જાહેરાત કરી હતી. આરબીઆઈએ લોન પર લોઅર રિસ્ક વેઇટેજ (lower risk weightage) એક વર્ષ માટે વધારી દીધો હતો. કેન્દ્રીય બેંકના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) મોનિટરી પૉલિસી કમિટી (MPC)ની બેઠક બાદ આ નિર્ણય અંગે જણાવ્યું હતું.

    આ પણ વાંચો: 3-4 અઠવાડિયામાં આ 10 શેર ચમકાવી શકે છે તમારી કિસ્મત

    આરબીઆઈએ ઓક્ટોબર 2020માં હાઉસિંગ લોન પર સિસ્ક વેઇટેજમાં ફેરફાર કર્યો હતો. આરબીઆઈએ રિસ્ક વેઇટેજ માટે ફક્ત લોન ટૂ વેલ્યૂ (LTV) રેશિયોનો ઉપયોગ કરવાનું કહ્યું હતું. આ ફેરફાર 31 માર્ચ, 2022 સુધી સેન્કશન થઈ ચૂકેલી તમામ હાઉસિંગ લોન માટે હતો. 8મી એપ્રિલે આરબીઆઈએ આ વ્યવસ્થાને એક વર્ષ માટે વધારી દીધી હતી. તેનો મતલબ એવો થાય કે હવે 31 માર્ચ, 2023 સુધી મંજૂર તમામ લોન માટે રિસ્ક વેઇટેજ માટે LTV રેશિયોનો ઉપયોગ થશે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર