Home /News /business /SBI RD Interest Rate: SBI એ વ્યાજ દરોમાં કર્યો વધારો, આ ખાતા પર મળશે વધારે રિટર્ન, જુઓ નવા દર

SBI RD Interest Rate: SBI એ વ્યાજ દરોમાં કર્યો વધારો, આ ખાતા પર મળશે વધારે રિટર્ન, જુઓ નવા દર

business news : તમે મેચ્યોરિટી પહેલા પણ પોતાના આરડી ખાતામાંથી પૈસા કાઢી શકો છો

business news : તમે મેચ્યોરિટી પહેલા પણ પોતાના આરડી ખાતામાંથી પૈસા કાઢી શકો છો

    SBI RD Interest Rate: દેશની સૌથી મોટા સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંકે (SBI)આરડી ખાતા પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. એસબીઆઈએ આરડી વ્યાજ દર (SBI RD Interest Rate)5.1 ટકાથી વધારી 5.4 ટકા અને સિનીયર સિટીઝન માટે 50 આધાર અંકોનો અતિરિક્ત વ્યાજ દર આપવાનો નિર્ણય કર્યો છે.

    રિકરિંગ ડિપોઝિટ એક લોકપ્રિય બચત યોજના છે જે નિયમિત રકમની રાશિ પર એક નિશ્ચિત વ્યાજ દર પ્રદાન કરે છે. RD નો ગાળો સમાપ્ત થવા પર ગ્રાહકોને મેચ્યોરિટી રાશિ મળે છે. SBI એ રિકરિંગ ડિપોઝિટ (Recurring Deposits) એકાઉન્ટ પર વ્યાજ દરમાં સંશોધન કર્યું છે.

    ભારતીય સ્ટેટ બેંક ઓછામાં ઓછી 100 રૂપિયાની રકમ સાથે આરડી ખાતું ખોલવાની સુવિધા આપે છે. અહીં તમે 6 મહિનાથી લઇને 10 વર્ષ સુધીના ગાળા માટે આરડી ખાતું ખોલાવી શકો છો. RD પર વ્યાજ દર FD સમાન અને બચત ખાતાથી વધારે છે.

    આ પણ વાંચો - કાર ચલાવનારા માટે ખુશખબરી, બીએસ-6 વાહનોમાં લગાવી શકશો CNG અને LPG કિટ

    એસબીઆઈ આરડી એકાઉન્ટ

    ભારતીય સ્ટેટ બેંકના આરડી ખાતા પર વધારેલા વ્યાજદર 15 જાન્યુઆરી 2022થી લાગું છે. એસબીઆઈના નવા આરડી વ્યાજદર 5.1 ટકાથી 5.4 ટકા છે. સિનીયર સિટીઝન માટે આરડીના ખાતા પર 50 આધાર અંકોનું અતિરિક્ત વ્યાજ મળશે.

    એસબીઆઈમાં 1 થી 2 વર્ષના આરડી પર 5.1 ટકા વ્યાજ મળશે. 2 થી 3 વર્ષના આરડી પર 5.1 ટકા અને 3 થી 5 વર્ષના આરડી ખાતા પર 5.3 ટકાના હિસાબથી વ્યાજ મળશે. 5 અને 10 વર્ષની મેચ્યોરિટીવાળા એફડી પર 5.4 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

    આ પણ વાંચો - Good News: આનંદો! આ વર્ષે પગારમાં થઈ શકે છે બમ્પર વધારો, અભ્યાસમાં થયો ખુલાસો

    RD ખાતું કેવી રીતે ખોલાવવું

    તમે ભારતીય સ્ટેટ બેંકની બ્રાન્ચમાં જઈને આ ખાતું ખોલી શકો છો. હવે તો ઘરે બેઠા ઓનલાઇન આરડી ખાતું પણ ખોલાવી શકાય છે. જો તમે એસબીઆઈ નેટબેકિંગની સુવિધાનો ફાયદો ઉઠાવી રહ્યા છો તો નેટબેકિંગથી પણ આરડી ખાતું ખોલાવી શકાય છે.

    સમય પહેલા પૈસા કાઢવા પર નજીવો ચાર્જ

    તમે મેચ્યોરિટી પહેલા પણ પોતાના આરડી ખાતામાંથી પૈસા કાઢી શકો છો. જો તમે મેચ્યોર થતા પહેલા પૈસા નીકાળો તો નજીવો ચાર્જ લાગશે. ભારતીય સ્ટેટ બેંક આરડીની આંશિક નિકાસીની મંજૂરી આપતું નથી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Business, SBI bank

    विज्ञापन
    विज्ञापन