ગ્રાહકોને SBIનો મોટો ઝટકો: હવે મોંઘું પડશે ઘર ખરીદવું, જાણીલો કેટલો હપ્તો ચૂકવવો પડશે

પ્રતિકાત્મક તસવીર

હવે ઘર ખરીદ્યા બાદ તમારે અગાઉની સરખામણીએ વધુ હપ્તો ચૂકવવો પડશે. અત્યાર સુધી એસબીઆઈનો વ્યાજ દર 6.70 ટકા હતો જે વધીને...

  • Share this:
કોરોના મહામારી દરમિયાન સૌથી વધુ રાહત હોમ લોનના ગ્રાહકોને મળી હતી. દેશની મોટાભાગની બેન્કોએ હોમ લોનના વ્યાજ દર ઘટાડ્યા હતા. જોકે હવે એસબીઆઇએ લીધેલા નિર્ણયના કારણે લોકોને ઘર ખરીદવું મોંઘુ પડશે.

દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ઘર ખરીદવા ઇચ્છુક લોકોને મોટો ઝટકો આપ્યો છે. એસબીઆઈએ હોમ લોન પરના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. પરિણામે હવે ઘર ખરીદ્યા બાદ તમારે અગાઉની સરખામણીએ વધુ હપ્તો ચૂકવવો પડશે. અત્યાર સુધી એસબીઆઈનો વ્યાજ દર 6.70 ટકા હતો જે વધીને 6.95 ટકા થઈ ગયો છે.

એસબીઆઈ દ્વારા રૂ. 75 લાખ સુધીની હોમલોન સીમિત સમયમર્યાદા માટે 6.70 ટકાના દરે ઓફર કરી હતી. જ્યારે 75 લાખથી પાંચ કરોડ સુધીની હોમ લોન ઉપર 6.75 ટકા વ્યાજ દર ઓફર થયું હતુ.

બીજી બેન્કો પણ વધારી શકે છે વ્યાજ દર

એસબીઆઇ વેબસાઇટ અનુસાર એપ્રિલ મહિનાથી 6.95 ટકાના વ્યાજ દર લાગુ થઈ ગયા છે. નવા વ્યાજ દરો મર્યાદિત સમયમર્યાદામાં ઓફર કરતા 0.25 બેસિસ પોઇન્ટ વધારે છે. એસબીઆઈ દ્વારા ન્યુનત્તમ હોમ લોનના દરમાં વધારો કર્યા પછી અન્ય બેન્કો પણ વ્યાજ વધારી શકે છે.

પ્રોસેસિંગ ફીમાં શું ફેરફાર થયો?

એસબીઆઈ દ્વારા હોમ લોન પર એકીકૃત પ્રોસેસિંગ ફી પણ લાદવામાં આવી છે તે લોનની રકમના 0.40 ટકા અને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી) તરીકે હશે. એકંદરે પ્રોસેસિંગ ફી ઓછામાં ઓછી રૂ. 10,000 અને વધુમાં વધુ રૂ. 30,000 પ્લસ જીએસટી હશે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને એસબીઆઇએ 31 માર્ચ સુધીમાં હોમ લોન પરની પ્રોસેસિંગ ફી માફ કરવાની જાહેરાત કરી હતી.
First published: