Home /News /business /SBI Education loan : વિદેશમાં ભણવા માટે વિદ્યાર્થીઓને રૂ.1.5 કરોડની લોન આપી રહ્યું છે SBI, જાણો લોનની તમામ વિગત

SBI Education loan : વિદેશમાં ભણવા માટે વિદ્યાર્થીઓને રૂ.1.5 કરોડની લોન આપી રહ્યું છે SBI, જાણો લોનની તમામ વિગત

પ્રતિકાત્મક તસવીર

Education loan- શું તમે પણ વિદેશમાં ભણવાની યોજના બનાવી રહ્યા છો, તો SBI તમારા માટે ખાસ સુવિધા લઈને આવ્યું છે

નવી દિલ્હી : શું તમે પણ વિદેશમાં ભણવાની યોજના બનાવી રહ્યા છો, તો SBI તમારા માટે ખાસ સુવિધા લઈને આવ્યું છે. જેનાથી તમને રૂ.7.30 લાખથી લઈને રૂ.1.50 કરોડ સુધીનો ફાયદો મળી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India)એ નવી એજ્યુકેશન લોન ( Education loan) લોન્ચ કરી છે. આ લોનની મદદથી તમને વિદેશમાં અભ્યાસની તક મળશે. બેંકે આ લોનને SBI ગ્લોબલ એડ-વેન્ટેજ (SBI global Ed-vantage) નામ આપ્યું છે.

આ લોનની મદદથી ભારતના વિદ્યાર્થીઓને વિદેશની કોલેજમાં એડમિશન લેવા માટે અને ભણવા માટેની સુવિધા મળશે. SBIએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આગળ વધી શકે તે માટે આ સ્કીમ લોન્ચ (SBI Education loan)કરવામાં આવી છે.

આ સ્કીમ હેઠળ કયા કોર્સ લોન્ચ કરવામાં આવ્યા છે

રેગ્યુલર ગ્રેજ્યુએટ ડિગ્રી
પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી
ડિપ્લોમા કોર્સ
સર્ટીફિકેટ અથવા ડૉકટરેટ કોર્સ

કયા દેશોમાં એપ્લાય કરી શકો છો

આ લોન સ્કીમ હેઠળ તમે US, Uk, યૂરોપ, જાપાન, સિંગાપોર, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યૂઝીલેન્ડમાં ભણવા માટે એપ્લાય કરી શકો છો. ઉપર દર્શાવેલ કોઈપણ કોર્સ માટે એપ્લાય કરી શકો છો.

આ પણ વાંચો - નિવૃત્તિ સુધીમાં 23 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરવા માટે દર મહિને કેટલું રોકાણ કરવું પડે? અહી જાણો

કેટલા રૂપિયા સુધીની લોન મળશે?

આ સ્કીમ હેઠળ તમને બેંક તરફથી રૂ. 7.50 લાખથી લઈને રૂ.1.5 કરોડ સુધીની લોન આપવામાં આવશે.

કેટલા દરથી વ્યાજ ચૂકવવાનું રહેશે?

આ લોન પર વ્યાજદર 8.65 ટકા રાખવામા આવ્યો છે. યુવતીઓને આ લોન હેઠળ 0.50 ટકા સુધીની છૂટ આપવામાં આવશે. મહિલા વિદ્યાર્થિઓને 8.15 ટકાના વ્યાજદરથી લોન આપવામાં આવશે.

લોનમાં કયો કયો ખર્ચ સામેલ કરવામાં આવશે?

આ લોનમાં ટ્રાવેલ ખર્ચ, ટ્યુશન ફીસ પણ ઉમેરવામાં આવશે. લાઈબ્રેરી અને લેબનો ખર્ચ, એક્ઝામિનેશન ફીસ, પુસ્તકો, લાઈબ્રેરી અને લેબનો ખર્ચ, પ્રોજેક્ટ વર્ક, થીસિસ, સ્ટડી ટૂર પણ સામેલ કરવામાં આવશે.

આ લોન માટે કોણ એપ્લાય કરી શકે છે

ધો.10, ધો.12, ગ્રેજ્યુએશનની માર્કશીટ અને એન્ટ્રન્સ એક્ઝામનું રિઝલ્ટ આપવાનું રહેશે. તે ઉપરાંત તમારે એડમિશન પ્રૂફ માટે એડમિશન લેટર અને કોલેજનો ઓફર લેટર આપવાનો રહેશે. તમારા કોર્સમાં એડમિશન ખર્ચ વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હશે. સ્કોલરશિપ, ફ્રી-શીપની કોપી હોવી જરૂરી છે. જો તમે ભણવા માટે વચ્ચે કોઈ ગેપ લીઘો છે તો તમારી પાસે તેનું સર્ટીફિકેટ હોવું જરૂરી છે.

પાસપોર્ટ સાઈઝનો ફોટો,
વિદ્યાર્થી અને માતા-પિતાનું PAN કાર્ડ
આધાર કાર્ડની કોપી
વિદ્યાર્થી અને માતા-પિતાનું 6 મહિનાનું બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ

લોનનું રિપેમેન્ટ ક્યારે કરવાનું રહેશે

લોન લીધાના 6 મહિના બાદથી તમે લોનનું રિપેમેન્ટ કરી શકો છો. વિદેશમાં ભણનાર કોઈપણ ભારતીય વિદ્યાર્થી 15 વર્ષમાં લોનની ચૂકવણી કરી શકે છે.
First published:

Tags: Education loan, State bank of india