લૉકડાઉન વચ્ચે SBIની ચેતવણી : ફૅક બેંક અધિકારીથી ચેતજો, તમારું બેંક ખાતું ખાલી થઈ શકે

News18 Gujarati
Updated: May 7, 2020, 11:14 AM IST
લૉકડાઉન વચ્ચે SBIની ચેતવણી : ફૅક બેંક અધિકારીથી ચેતજો, તમારું બેંક ખાતું ખાલી થઈ શકે
(ફાઇલ તસવીર)

લૉકડાઉન વચ્ચે ઠગોએ બેંક ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાની નવી જ રીત શોધી કાઢી, એસબીઆઈ તરફથી ચેતવણી જાહેર કરવામાં આવી.

  • Share this:
નવી દિલ્હી : કોરોના મહામારી (Corona Pendamic) વચ્ચે ઑનલાઇન ફ્રૉડ (Online Fraud)ના કેસ તેજ ગતિએ વધી રહ્યા છે. આથી જ બેંકો (Bank) તેમના ગ્રાહકોને સતત ફ્રૉડથી બચવાની સૂચના આપી રહી છે. આવું જ એક એલર્ટ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (State Bank of India) તરફથી આપવામાં આવ્યું છે. એસબીઆઈ (SBI)એ તેમના ખાતાધારકોને બેંક અધિકારી બનીને એપના માધ્યમથી તેમના મોબાઇલ ફોન સ્ક્રીનનો રિમોટ એક્સેસ કરીને છેતરપિંડી વિશે માહિતગાર કર્યા છે. આ સાથે જ બેંક તરફથી કહેવામાં આવ્યું છે કે આવી કોઈ પણ પ્રકારની છેતરપિંડીના કેસમાં ગ્રાહક તાત્કાલિક ફરિયાદ દાખલ કરે.

SBIએ ટ્વીટ કરીને જણાવ્યું કે, એવા ઠગોથી સાવધાન રહો જેઓ બેંક અધિકારી હોવાનો ઢોંગ કરીને તમારો સંપર્ક કરે છે અને એપના માધ્યમથી તમારા મોબાઇલ ફોનની સ્ક્રીનનો રિમોટ એક્સેસ મેળવીને છેતરપિંડી કરે છે. જો તમને આવો કોઈ અનુભવ થાય તો તમે ઇ-મેલ epg.cms@sbi.co.in & report.phishing@sbi.co.in. અથવા https://cybercrime.gov.in/Default.aspx પર ફરિયાદ કરી શકો છો.

કેવી રીતે છેતરપિંડી કરવામાં આવી રહી છે?

SBI તરફથી કહેવામાં આવ્યું છે કે, ઠગો બેંક અધિકારી બનીને ગ્રાહકોને કૉલ કરે છે. જેમાં તેઓ કહે છે કે તમારું વોલેટ અથવા ડેબિટ કાર્ડ બ્લોક છે અથવા KYC યોગ્ય નથી. આ સાથે જ તેઓ એવું પણ કહેશે કે અમે ઑનલાઇન જ સમાધાન લાવીશું. જે બાદમાં તેઓ તમને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહે છે. આ એપના માધ્યમથી તે તમારા મોબાઇલની સ્ક્રીન જોઈ શકે છે અને તેને કંટ્રોલ પણ કરી શકે છે. આનાથી તેઓ તમારી માહિતી ચોરી કરીને તમારા બેંક ખાતામાંથી પૈસા તેમના ખાતામાં ટ્રાન્સફર કરી લે છે. રૂપિયા ટ્રાન્સફર કરવા માટે ઓટીપીની જરૂર હોય છે. આ ઓટીપી ઠગો તમારી મોબાઇલ સ્ક્રિનમાંથી મેળવી લે છે.

શું કરવું, શું નહીં?

દેશની સૌથી મોટી બેંકે પોતાના ગ્રાહકોને આવી જાળમાં ન આવવા માટે જરૂરી ઉપાય બતાવ્યા છે. એસબીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ફોન કૉલ, ઈ-મેલ, એસએમએસ, બેબ લિંક પર પોતાની વ્યક્તિગત જાણકારી ન આપવી. ઇન્ટરનેટ સર્ચ એન્જીન પર આવતા નંબરો પર વિશ્વાસ ન કરવો. તમારા ફોનમાં ફક્ત અધિકૃત એપ્લિકેશન જ ઇન્સ્ટોલ કરો.

બેંક સંબંધિત જાણકારી માટે https://bank.sbi/ની મુલાકાત લો. બેંકની અધિકૃત એપ્લિકેશન જેવી કે YONO SBI, YONO Lite અને BHIM SBI Pay વગેરે ઇન્સ્ટોલ કરો. ગ્રાહકો ફક્ત કસ્ટમર કેર ટોલ ફ્રી નંબર 1800 11 2211 અથવા 1800 425 3800 અથવા ટોલ ફ્રી નંબર 080-26599990 પર જ સંપર્ક કરે.
First published: May 7, 2020, 11:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading