કોરોના સામેની લડાઇમાં વચ્ચે SBIએ આપી ટિપ્સ! આ રીતે બેંક ખાતું સાફ થવાનું જોખમ ટાળો

News18 Gujarati
Updated: April 3, 2020, 10:28 AM IST
કોરોના સામેની લડાઇમાં વચ્ચે SBIએ આપી ટિપ્સ! આ રીતે બેંક ખાતું સાફ થવાનું જોખમ ટાળો
પ્રતિકાત્મક તસવીર

Coronavirus: ફ્રૉડથી બચવા માટે દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ મહત્વની જાણકારી શેર કરી.

  • Share this:
નવી દિલ્હી : એક બાજુ આખો દેશ જીવલેણ બીમારી કોરોના વાયરસ (Coronavirus)ની મહામારીથી લડી રહ્યો છે ત્યારે બીજી તરફ સાઇબર ગુનેગારો (Cyber Crime) ઠગાઈની નવી જ રીતોથી લોકોને છેતરી રહ્યા છે. ક્યાંક કોરોના રાહત ફંડ (Relief Fund) નામે રૂપિયા માંગવામાં આવી રહ્યા છે, તો ક્યાંક કોરોનાથી કેવી રીતે બચી શકાય તેની જાણકારી આપવા માટે ફૅક એપ્લિકેશન (Fake Applications) બનાવી લોકોનો ડેટા ચોરવામાં આવી રહ્યો છે. આ પ્રકારના ફ્રૉડથી બચવા માટે દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (State Bank of India)એ લોકોને સચેત રહેવાની અને ઑનલાઇન ફ્રૉડથી બચવા માટે સાત ટિપ્સ આપી છે. તો જાણીએ ફ્રૉડથી બચવા માટે કેટલીક ટિપ્સ. (આ પણ વાંચો :રાજકોટ : રંગપરમાં Lockdownનો અમલ કરાવવા જતા પોલીસ પર પાઈપથી હુમલો)

SBIએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, દુનિયા એક ઘાતક બીમારીથી લડી રહી છે. સાઇબર ગુનેગારોએ નવી જ રીતથી લોકોને પરેશાન કરવાનું શરૂ કરી દીધું છે. આથી તમે સાવધાન રહો. એસબીઆઈએ લોકોને સાઇબર ક્રિમિનલ્સથી બચવા માટે સાત ટિપ્સ આપી છે. આ સેફ્ટી ટિપ્સને ફૉલો કરીને લોકો પોતાના બેંક ખાતાને છેતરપિંડીથી બચાવી શકે છે.એસબીઆઈની સાત ટિપ્સ :

1) કોરોના વાયરસને કારણે લૉકડાઉનની સ્થિતિમાં ફ્રૉડ કરનારા લોકો પણ સક્રિય થઈ ગયા છે. આ લોકો UPI આઈડીથી દાન માંગી રહ્યા છે. બેંકનું કહેવું છે કે ફ્રૉડ UPI આઈડીથી ડોનેશન માંગતા લોકોથી સાવધાન રહો. પોતાની પરસેવાની કમાણીને દાનમાં આપતા પહેલા વિચાર કરો.

2) ફંડ ટ્રાન્સફર કરતા પહેલા પૈસા મેળવનાર વ્યક્તિની ઓળખની તપાલ કરી લો.3) કોઈ પણ ઇ-કૉમર્સ સાઇટ પર તમારા કાર્ડની વિગત ક્યારેય પણ સેવ ન કરો.

4) અજાણ્યા ઇ-મેઇલ્સ પર તમારી વ્યક્તિગત જાણકારી ક્યારેય પણ ન આપો.

આ પણ વાંચો :  કોરોના વાયરસને લઈને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદની સમીક્ષા કરી

5) કોરોના વાયરસ સંબંધીત કોઈ પણ સમાચાર પર ક્લિક કરતા પહેલા તેની તપાસ કરી લો.

6) વિશ્વસનીય સ્ત્રોત સાથે જ જાણકારી શેર કરો.

7) જ્યારે પણ છેતરાયા હોવાનું અનુભવો તો તમારી બેન્કને અવશ્ય જાણ કરો.

નીચે વીડિયોમાં જુઓ  : દેશના નામે પીએ મોદીનું સંબોધન
First published: April 3, 2020, 9:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading