તહેવારોની સિઝનમાં SBIએ ગ્રાહકો માટે લૉન્ચ કરી આ ખાસ સુવિધા

News18 Gujarati
Updated: October 7, 2019, 4:47 PM IST
તહેવારોની સિઝનમાં SBIએ ગ્રાહકો માટે લૉન્ચ કરી આ ખાસ સુવિધા
એસબીઆઇની ઓફિસની તસવીર

તહેવારોની સિઝનમાં ગ્રાહકોને વધારે સારી રીતે ખરીદી કરવાનો અનુભવ આપવાના હેતુથી એસબીઆઇએ પોતાના ગ્રાહકો માટે ડૅબિટ કાર્ડ ઇએમઆઇની સુવિધા લોન્ચ કરી છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ તહેવારોની સિઝનમાં (Festive Season) ઉપર પોતાના ગ્રાહકોને ખાસ ગિફ્ટ આપી છે. તહેવારોની સિઝનમાં ગ્રાહકોને (Customers) વધારે સારી રીતે ખરીદી કરવાનો અનુભવ આપવાના હેતુથી એસબીઆઇએ પોતાના ગ્રાહકો માટે ડૅબિટ કાર્ડ ઇએમઆઇ (Debit Card EMI)ની સુવિધા લોન્ચ કરી છે. આ સેવા અંતર્ગત ઉપભોક્તા ઓછામાં ઓછા છ મહિનાથી 18 મહિના સુધી (EMI)નો વિકલ્પ પસંદ કરી શકેશે.

1500થી વધારે શહેરોમાં સેવા શરૂ
ગ્રાહક 1500થી વધારે શહેરોમાં 40000થી વધારે એવા વેપારીઓ અને દુકાનોના માધ્યમથી ખરીદી કરી શકશે જેમની પાસે જેમની પાસે પાઇન લેબ્સ બ્રાન્ડેડ પીઓએસ (POS) મશીન છે. આ મશીનની કુલ સંખ્યા 4.5 લાખથી વધારે છે.

SBIના ચેરમેન રજનીશ કુમારે આ અવસર ઉપર કહ્યું હતું કે, 'અમે પોતાના ગ્રાહકો માટે આ પ્રૉડક્ટ લોન્ચ કરીને ખુશ છીએ. કારણ કે આ તહેવારની સિઝનમાં સુખદ ખરીદીનો અનુભવ થઇ શકે છે. ડૅબિટ કાર્ડ ઇએમઆઇ સુવિધાથી ગ્રાહકો માટે માસિક હપ્તાથી ઉપભોક્તાને ખરીદી કરવી સરળ રહેશે.

આ પણ વાંચોઃ-આનંદોઃ દિવાળી પહેલા છ કરોડ લોકોના ખાતામાં આવશે વઘારે પૈસા

અત્યારે આખી રકમ ચૂકવ્યા વગર જ દુકાનોના માધ્યમથી ખરીદી કરી શકશે. અમારું માનવું છે કે, આ નવા પ્રૉડક્ટની શરુઆતના માધ્યમથી બેન્કની પરેશાની મુક્ત ખરીદી અને પેપરલેસ લોનની રજૂઆત કરવા માટે એક કદમ આગળ વધાર્યું છે.'આ પણ વાંચોઃ-RBIનો મોટો નિર્ણય, ATMથી નહીં નીકળે 2000 રૂપિયાની નોટ! જાણો કારણ

આ સર્વિસનો ઉપયોગ કરતા સમયે ગ્રાહકોને જે કંઇ પણ પ્રમુખ લાભ મળે છે. ઝીરો ડોક્યૂમેન્ટેશન(Zero Documentation), કોઇ જ પ્રકારની પ્રૉસૅસિંગ ફીસ નહીં, બ્રાન્ચ પર જવાની જરૂ નહીં, ઇન્સ્ટેન્ટ ડિસ્પર્સલ અને પસંદગીની બ્રાન્ડ ઉપર ઝીરો ટકા દર ઉપર ઇએમઆઇની સુવિધા છે. આ સુવિધાનો લાભ અત્યારના બચત ખાતાની પરવાહ કર્યા વગર જ એક મિનિટથી ઓછા સમયમાં લઇ શકાય છે. લેવડદેવડ પુરો થવાના એક મહિના પછી એમએમઆઇની શરુઆત થશે.

આ પણ વાંચોઃ-આ બેંક 10 હજાર કર્મચારીઓની છટણી કરશે, આ છે કારણ

આવી રીતે કરો યોગ્યતાની તપાસ
ચોખ્ખા ક્રિડેટ ઇતિહાસવાળા દરેક ગ્રાહકોને લોન (Loan) પ્રાપ્ત માટે યોગ્ય માનવામાં આવશે. આવા ગ્રાહકોને બેન્ક તરફથી SMS અને ઇમેલ Emailના માધ્યમથી નિયમિત રીતે સંદેશ મોકલવામાં આવી રહ્યો છે. લોન માટે યોગ્યતા તપાસવા માટે ગ્રાહક પોતાના રજિસ્ટર મોબાઇલ નંબરથી 567676 ઉપર DCEMI લખીને એસએમએસ મોકલી શકે છે.
First published: October 7, 2019
વધુ વાંચો
अगली ख़बर