SBIના કરોડો ગ્રાહકોને મોટો આંચકો! બેંકે ફરી ઘટાડ્યા FDના વ્યાજ દર, અહીં ચેક કરો નવા Rates

News18 Gujarati
Updated: February 7, 2020, 11:17 AM IST
SBIના કરોડો ગ્રાહકોને મોટો આંચકો! બેંકે ફરી ઘટાડ્યા FDના વ્યાજ દર, અહીં ચેક કરો નવા Rates
સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના ફિક્સ્ડ ડિપોઝિટ પર ઘટાડેલા વ્યાજ દર 10 ફેબ્રુઆરીથી લાગુ થશે

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના ફિક્સ્ડ ડિપોઝિટ પર ઘટાડેલા વ્યાજ દર 10 ફેબ્રુઆરીથી લાગુ થશે

  • Share this:
નવી દિલ્હી : દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI-State Bank of India)માં જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી (FD-Fixed Deposit) કરાવી છે તો આપને જણાવી દઈએ કે બેંકે એફડીના દરોમાં ફેરફાર કર્યા છે એટલે કે એફડીના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. એવામાં હવે એફડી કરાવનારાઓને ઓછો ફાયદો મળશે. એસબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી એફડીના દરો 10 ફેબ્રુઆરી 2020થી લાગુ થશે. બેંકે 1 વર્ષથી લઈને 10 વર્ષમાં મેચ્યોર થનારા લૉન્ગ ટર્મ ડિપોઝિટ્સ પર FDના દરોમાં 0.10 ટકાથી 0.50 ટકા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

SBIમાં એફડી કરાવનારાઓને હવે કેટલું મળશે વ્યાજ, અહીં ચેક કરો નવા દર (SBI February 2020 FD Rate)

(1) 7થી 45 દિવસની FD કરાવનારાઓને 4.5 ટકા વ્યાજ મળશે

(2) 46 દિવસથી 179 દિવસની FD - હવે 46થી 179 દિવસની એફી પર 5 ટકા વ્યાજ મળશે. આ પહેલા 5.50 ટકા વ્યાજ મળતું હતું.
(3) 180 દિવસથી 210 દિવસની FD - બેંક 180 દિવસથી 2010 દિવસની એફડી પર 5.50 ટકા વ્યાજ આપશે.
(4) 211 દિવસથી 1 વર્ષ સુધીની FD - એસબીઆઈની 211 દિવસથી 1 વર્ષની એફડી પર વ્યાજ દર 5.50 ટકા રહેશે.(5) 1 વર્ષથી 2 વર્ષ સુધીની FD - એસબીઆઈ હવે 1-2 વર્ષની એફડી પર 6 ટકા વ્યાજ આપશે.
(6) 2 વર્ષથી 3 વર્ષ સુધીની FD - એસબીઆઈ હવે 2-3 વર્ષની એફડી પર 6.10 ટકાને બદલે 6 ટકા વ્યાજ આપશે.
(7) 3 વર્ષથી 5 વર્ષની FD - આ એફડી પર SBI 6 ટકા વ્યાજ આપશે.
(8) 5થી 10 વર્ષની FD - આ એફડી પર 10 ફેબ્રુઆરીથી એસબીઆઈ માત્ર 6 ટકા વ્યાજ આપશે.

SBIના સીનિયર સિટીઝન માટે નવા એફડી વ્યાજ દરો (SBI latest FD interest rates for senior citizens effective 10th February)

(1) 7થી 45 દિવસની FD - એસબીઆઈ 7થી 45 દિવસની એફડી પર 5 ટકા વ્યાજ આપશે
(2) 46 દિવસથી 179 દિવસની FD - હવે 46થી 179 દિવસની એફી પર 5.5 ટકા વ્યાજ મળશે
(3) 180 દિવસથી 210 દિવસની FD - બેંક 180 દિવસથી 2010 દિવસની એફડી પર 6 ટકા વ્યાજ આપશે.
(4) 211 દિવસથી 1 વર્ષ સુધીની FD - એસબીઆઈની 211 દિવસથી 1 વર્ષની એફડી પર વ્યાજ દર 6 ટકા રહેશે.
(5) 1 વર્ષથી 2 વર્ષ સુધીની FD - એસબીઆઈ હવે 1-2 વર્ષની એફડી પર 6.50 ટકા વ્યાજ આપશે.
(6) 2 વર્ષથી 3 વર્ષ સુધીની FD - એસબીઆઈ હવે 2-3 વર્ષની એફડી પર 6.50 ટકા વ્યાજ આપશે.
(7) 3 વર્ષથી 5 વર્ષની FD - આ એફડી પર SBI 6.5 ટકા વ્યાજ આપશે.
(8) 5થી 10 વર્ષની FD - આ એફડી પર 10 ફેબ્રુઆરીથી એસબીઆઈ માત્ર 6.50 ટકા વ્યાજ આપશે.

આ પણ વાંચો,

RBIએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કર્યા, રિઅલ એસ્ટેટ માટે મોટી રાહતની જાહેરાત
શું તમે જાણો છો કે સરકાર પોતાની કમાણી ક્યાંથી કરે છે?
First published: February 7, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading