SBI ગ્રાહકો માટે સારા સમાચાર! હવે બેંક તમારા ઘરે રૂ. 20,000 સુધી મોકલશે, જુઓ લાભ કેવી રીતે લેવો

SBI એ તેના ગ્રાહકો માટે નવી ડોરસ્ટેપ બેંકિંગ સેવા શરૂ કરી છે.

દેશની જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કો (PSBs અને ખાનગી બેન્કો) ઘરે બેઠા તેમના ગ્રાહકોને ઘણી સેવાઓ પહોંચાડવાની સુવિધા શરૂ કરી છે

  • Share this:
    દિલ્હી : કોરોના સંકટ વચ્ચે, દેશની જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કો (PSBs & Private Banks) ઘરે બેઠા તેમના ગ્રાહકોને ઘણી સેવાઓ પહોંચાડવાની સુવિધા શરૂ કરી છે. ત્યારે, દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની ધિરાણકર્તા ભારતીય સ્ટેટ બેંક (SBI)ના ગ્રાહકો માટે સારા સમાચાર છે. ઉલ્લેખનીય છે કે, એસબીઆઈએ તેના ગ્રાહકો માટે ડોરસ્ટેપ બેંકિંગ સેવાઓ (Doorstep Banking Services) શરૂ કરી છે. હવે બેન્કે ગ્રાહકો માટે નવી ડોરસ્ટેપ બેન્કિંગ સુવિધા શરૂ કરી છે. આ અંતર્ગત SBI ગ્રાહકો (sbi customer )ને રોકડ રકમ ઉપાડવાથી લઈ, પે ઓર્ડર, નવી ચેકબુક સંબંધિત ઘણી સુવિધાઓ આપશે.

    એક દિવસમાં માત્ર 20 હજાર રૂપિયા ઘરે મંગાવી શકાય છે

    સ્ટેટ બેંકે ટ્વીટ કર્યું કે, બેંક હવે તમારા દરવાજે છે. ડોરસ્ટેપ બેંકિંગ માટે આજે જ રજીસ્ટ્રેશન કરાવો. ડોરસ્ટેપ બેંકિંગ માટે તમે હોમ બ્રાન્ચમાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ડોરસ્ટેપ બેન્કિંગ હેઠળ નાણાં જમા કરવા અને ઉપાડવાની મહત્તમ મર્યાદા 20,000 રૂપિયા પ્રતિ દિવસ રાખવામાં આવી છે.

    એસબીઆઈ આ સેવા માટે કેટલો ચાર્જ લેશે?

    તમામ બિન નાણાકીય વ્યવહારો માટે ગ્રાહકોએ 60 રૂપિયાનો સર્વિસ ચાર્જ અને જીએસટી ચૂકવવો પડશે. તો, નાણાકીય વ્યવહારો માટે, બેંક 100 રૂપિયા સર્વિસ ચાર્જ અને જીએસટી વસૂલશે. તમને જણાવી દઈએ કે, પૈસા ઉપાડવા માટે ચેકની સાથે, પૈસા ઉપાડવાનું ફોર્મ અને પાસબુકની પણ જરૂર પડશે.

    આ પણ વાંચો - Gmail યૂઝર્સ સાવધાન! શું તમને આવો કોઈ Email આવ્યો છે? ખાલી થઇ શકે છે એકાઉન્ટ

    કેવા ગ્રાહકોને નવી ડોરસ્ટેપ બેન્કિંગ સેવા નહીં મળે

    SBIની નવી ડોરસ્ટેપ બેન્કિંગ સેવા જોઈન્ટ, નોન-પર્સનલ અને નાના ખાતા પર ઉપલબ્ધ રહેશે નહીં. સાથે, જો ગ્રાહકનું નોંધાયેલ સરનામું હોમ બ્રાંચના 5 કિમીના ત્રિજ્યામાં આવે છે તો આ સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. ડોરસ્ટેપ બેંકિંગમાં, નાણાકીય અને બિન-નાણાકીય સેવાઓ માટે 75 રૂપિયા ઉપરાંત જીએસટી વસૂલવામાં આવશે.

    આ પણ વાંચોરાકેશ ઝુનઝુનવાલાએ આ સરકારી કંપનીમાં કર્યું છે રોકાણ, જાણો રોકાણ કરાય કે નહીં?

    આ સેવાનો લાભ લેવા માટે કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવી શકાય?

    ડોરસ્ટેપ બેંકિંગ સર્વિસનું રજીસ્ટ્રેશન મોબાઈલ એપ્લિકેશન, વેબસાઈટ અથવા કોલ સેન્ટર દ્વારા થઈ શકે છે. ટોલ ફ્રી નંબર 1800111103 પર ફોન કરીને પણ રજીસ્ટ્રેશન કરી શકાય છે. વધુ વિગતો માટે ગ્રાહકો https://bank.sbi/dsb પર ક્લિક કરી શકે છે.
    Published by:kiran mehta
    First published: