SBI Alert! SBI ગ્રાહકો માટે મોટા સમાચાર, ત્રણ દિવસ માટે 120 મિનિટ ડિજિટલ સેવા બંધ રહેશે

પ્રતીકાત્મક તસવીર

SBI Alert! SBI ગ્રાહકો માટે મોટા સમાચાર, ત્રણ દિવસ માટે 120 મિનિટ ડિજિટલ સેવા બંધ રહેશે, જો તમારે કોઈ મહત્વપૂર્ણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવું હોય, તો તેને જલ્દીથી પૂર્ણ કરો.

  • Share this:
    નવી દિલ્હી : જો તમે દેશની સૌથી મોટી બેંક SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ (State Bank Of India) ઇન્ડિયાના ગ્રાહક છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. બેંકે તેના 44 કરોડ ખાતાધારકો માટે મહત્વની માહિતી બહાર પાડી છે. ઉલ્લેખનીય છે કે, બેંકની કેટલીક સેવાઓ 9, 10 અને 11 ઓક્ટોબરે પ્રભાવિત થવાની છે. આ સમય દરમિયાન, ગ્રાહકો થોડા સમય માટે ઈન્ટરનેટ બેન્કિંગ (SBI Internet Banking), યોનો (Yono), યોનો લાઈટ (Yono Light) અને યુપીઆઈ (UPI)ની સુવિધા મેળવી શકશે નહીં. SBI એ ટ્વિટ કરીને આ માહિતી આપી છે. આવી સ્થિતિમાં, જો તમારે કોઈ મહત્વપૂર્ણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન (digital transformation) કરવું હોય, તો તેને જલ્દીથી પૂર્ણ કરો.

    તારીખ અને સમય નોંધીલો

    SBI બેંકે ટ્વિટ કર્યું કે, સિસ્ટમ જાળવણીને કારણે બેંકની કેટલીક સેવાઓ 09, 10 અને 11 ઓક્ટોબરે બંધ રહેશે. આ સેવાઓમાં ઇન્ટરનેટ બેન્કિંગ, યોનો, યોનો લાઇટ અને યુપીઆઇ સેવાનો સમાવેશ થશે. ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, આ સેવાઓ 09 ઓક્ટોબરની રાત્રે 12:20 થી 02:20 સુધી બંધ રહેશે. તો 10 અને 11 ઓક્ટોબરના રોજ બપોરે 11:20 થી 1:20 સુધી બંધ રહેશે.

    આ પણ વાંચો - mutual fund investment: મ્યુચલફંડમાં રોકાણ કરતી વખતે ક્યારેય ના કરતાં આવી ભૂલો

    આ પહેલા પણ બેંક ઘણી વખત સેવાઓ બંધ કરી ચૂકી છે

    નોંધનીય છે કે, આ પ્રથમ વખત નથી જ્યારે એસબીઆઈની કોઈ સેવાને અસર થઈ હોય. અગાઉ 4 અને 5 સપ્ટેમ્બરે બેંકની કેટલીક સેવાઓ બંધ કરવામાં આવી હતી. 6-7 ઓગસ્ટના રોજ બેંકની કેટલીક સેવાઓ પણ બંધ કરવામાં આવી હતી. આ પહેલા પણ બેંકે 16 અને 17 જુલાઈના રોજ રાત્રે 10:45 થી 1.15 (150 મિનિટ) સુધી ઈન્ટરનેટ બેન્કિંગ, યોનો, યોનો લાઈટ અને યુપીઆઈ સેવાઓ બંધ કરી દીધી હતી. ઈન્ટરનેટ બેન્કિંગ, યોનો, યુપીઆઈ અને યોનો લાઈટ સેવાઓ 10 જુલાઈની રાત્રે 10.45 થી 11 જુલાઈના રોજ સવારે 12.15 વાગ્યા સુધી જાળવણી પ્રવૃત્તિને કારણે કામ કરી રહી ન હતી.
    Published by:kiran mehta
    First published: