SBIના ગ્રાહકોને 'ડબલ ફટકો', હવે લૉન લેવા પર આટલી આપવી પડશે પ્રોસેસિંગ ફી

News18 Gujarati
Updated: October 11, 2019, 7:16 PM IST
SBIના ગ્રાહકોને 'ડબલ ફટકો', હવે લૉન લેવા પર આટલી આપવી પડશે પ્રોસેસિંગ ફી
પ્રતિકાત્મક તસવીર

માત્ર હૉમ લોન જ નહીં પરંતુ SBI હવે ટૉપ અપ પ્લાન્સ, કૉર્પોરેટ અને બિલ્ડરોને આપનારી લૉન ઉપર પ્રૉસેસિંગ ફી વસૂલશે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ જો તમને પણ ભારતીય સ્ટેટ બેન્કમાંથી (State Bank of India) હૉમ લૉન લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમને ફટકોલાગી શકે છે. SBIએ હૉમ લૉનની પ્રોસેસિંગ ફી (Processing fees) વસૂલવાનો નિર્ણય કર્યો છે. કેટલાક દિવસ પહેલા SBIએ બચત અને FD ઉપર વ્યાજ દરો ઓછા કર્યાહતા. આવી સ્થિતિ વચ્ચે ફેસ્ટિવ સિઝનમાં એસબીઆઇ ગ્રાહકોને બેવડો ફટકો લાગી શકે છે.

આ પ્રકારની લોન ઉપર પણ પ્રોસેસિંગ ફી લાગશે
માત્ર હૉમ લોન જ નહીં પરંતુ SBI હવે ટૉપ અપ પ્લાન્સ, કૉર્પોરેટ અને બિલ્ડરોને આપનારી લૉન ઉપર પ્રૉસેસિંગ ફી વસૂલશે. એસબીઆઇનો નિર્ણય એવા સમય ઉપર આવ્યો જ્યારે રિઝર્વ બેન્ક (Reserve Bank of India) દ્વારા નીતિગત વ્યાજદરોમાં (Policy Rate) ઘટાડા બાદ બધા વ્યાજદરો ઓછા કર્યા છે.

આ પણ વાંચોઃ-IRCTCમાં પૈસા લગાવનાર માટે સારા સમાચાર, મળી શકે છે 70% ફાયદો

SBIએ એક ઇન્ટર્નલ સર્કુલરમાં કહ્યું છે કે, 31 ડિસેમ્બર પહેલા ફેસ્ટિવ સિઝન (Festival Season) દરમિયા પ્રોસેસિંગ ફીમાં છૂટ આપવાનો નિર્ણય પરત લેવામાં આવ્યો છે. ફેસ્ટિવ સિઝનમાં પ્રોસેસિંગ ફીને માફ કરવાનો ઓર્ડર 16 ઑક્ટોબરથી સમાપ્ત થઇ જશે.

આ પણ વાંચોઃ-પેટ્રોલ થઇ શકે છે મોંઘુ! ઑઇલ ટેન્કરમાં બ્લાસ્ટ બાદ ઈરાનથી આવ્યા માઠા સમાચાર
Loading...

એસબીઆઇએ રેપો રેટથી લેન્ડિંગ રેટ લિંક કર્યું છે
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં સુત્રોના હવાલાથી લખ્યું છે કે, 1 જુલાઇ 2019ને એસબીઆઇએ પોતાના લેન્ડિંગ રેટ રેપો રેટથી લિંક કર્યા છે. આ પહેલા એસબીઆઇ માર્કેટમાં સૌથી ઓછા રેટ ઓફર કરી રહી હતી. ઉલ્લેખનીય છે કે, 11 જુલાઇએ એસબીઆઇએ એક ખાસ સોફ્ટવેર લોન્ચ કર્યું હતું. જેમાં હૉમ લૉન ઉપર વ્યાજ દર ઓટોમેટિક રીતે બદલવા વાળા રેટથી તાલમેલ બેશાડી શકે. એક મહિના પછી તેને પરત ખેંચી લીધું છે.

આ પણ વાંચોઃ-આ તહેવારોની સિઝનમાં મેળવો મફત સોનાનો સિક્કો, જાણો કેવી રીતે

કેટલી આપવી પડશે પ્રોસેસિંગ ફી
એસબીઆઇના આ યુ-ટર્નને લઇને કહેવામાં આવે છે કે, 1 ઑક્ટોબરે એસબીઆઇએ એક વાર ફરીથી આ સોફ્ટવેરને લાગું કર્યું હતું. બેન્કે કહ્યું છે કે લોન લેનાર ગ્રાહકોને 0.4 ટકા પ્રોસેસિંગ ફી આપવી પડશે. આ ફી 10 હજારથી લઇને 30 હજાર સુધી હશે. બિલ્ડરોને પાંચ હજાર રૂપિયા ફ્લેટ ચાર્જ આપવો પડશે.
First published: October 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...