SBIના બચત ખાતા પર વ્યાજનો દર ઘટ્યો, વધારે નફા માટે અહીં રોકાણ કરો

1 નવેમ્બરથી દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ) એ 1 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર થાપણ દર 3.5 ટકાથી ઘટાડીને 3.25 ટકા કર્યો છે.

News18 Gujarati
Updated: November 2, 2019, 11:20 AM IST

નવી દિલ્હી રિઝર્વ બેંક ઇન્ડિયા (Reserve Bank of India) એ આ વર્ષે અત્યાર સુધીમાં વ્યાજ દરમાં 135 આધાર અંકનો એટલે કે 1.35 ટકાનો ઘટાડો કર્યો છે. આની અસર ફક્ત લોન માટેના વ્યાજ દર પર જ નહીં, પણ થાપણ દરો (Deposit Rates) પર પણ પડે છે.  SBI ના બચત ખાતા પર વ્યાજનો દર ઘટ્યો, વધારે નફા માટે અહીં રોકાણ કરો

1 નવેમ્બરથી દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ) એ 1 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર થાપણ દર 3.5 ટકાથી ઘટાડીને 3.25 ટકા કર્યો છે.

એસબીઆઈ સિવાય અન્ય બેંકો પણ ડિપોઝિટ રેટ ઘટાડી રહી છે. આવી સ્થિતિમાં ડિપોઝિટર્સે પોતાના ખાતામાં 1 લાખ રૂપિયા કે તેનાથી ઓછા પોતાના ખાતમાં જમા રાખ્યા છે, તો હવે તેની ઉપર 3.25 ટકા વ્યાજ મળશે. આવી સ્થિતિમાં, જો કોઈ ડિપોઝિટ પર 3.25 ટકાથી વધુનું વ્યાજ લેવાનું ઇચ્છતું હોય તો તેમની પાસે અન્ય વિકલ્પ પણ છે.

પોસ્ટ ઑફિસ સેવિંગ્સ અકાઉન્ટ પર 4% સુધી વ્યાજ

પોસ્ટ ઑફિસ સેવિંગ્સ અકાઉન્ટ પર 4% સુધી વ્યાજ મળી રહ્યું છે. ખાસ વાત તો એ છે કે તેની પર જમા રકમ માટે પણ કોઈ જ મર્યાદા નથી. સાથે જ પોસ્ટ ઑફિસ સ્કિન્સને સરકારે પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત ગણાવ્યું છે. એવામાં જો SBI ની જગ્યાએ પોસ્ટ ઑફિસ સેવિંગ્સ અકાઉન્ટમાં રોકાણ કરશો તો 0.75 % અધિક વ્યાજ મળશે.
Loading...

આ પોસ્ટ ઑફિસ અકાઉન્ટ બેલેન્સ બાબતે પણ ઘરે બેઠા જ જાણકારી પ્રપ્ત કરી શકો છો.

પોસ્ટ ઑફિસ સેવિંગ્સ અકાઉન્ટ ખોલાવવા માટેની પ્રક્રિયા

પોસ્ટ ઑફિસ સેવિંગ્સ અકાઉન્ટ ખોલાવવા માટે એક અકાઉન્ટ ઓપનિંગ ફૉર્મ ભરવું પડશે. તેમજ પહેલા થી જ તેમાં ઈન્ટરનેટ બેન્કિંગની સુવિધા મળી રહી છે. આ અકાઉન્ટ ખોલ્યા બાદ ઑનલાઈન તેમજ મોબાઈલ દ્વારા તેને એક્સેસ કરી શકાશે.
First published: November 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...