SBI ગ્રાહકો માટે મોટા સમાચાર! બેંકે FD વ્યાજ દરોમાં ફેરફાર કર્યો, જાણો નવા દર

News18 Gujarati
Updated: August 24, 2019, 10:03 AM IST
SBI ગ્રાહકો માટે મોટા સમાચાર! બેંકે FD વ્યાજ દરોમાં ફેરફાર કર્યો, જાણો નવા દર
સારા સમાચાર એ છે કે બેંકે સેવિંગ એકાઉન્ટમાં જમા પૈસા પર મળનારા વ્યાજ દરમાં કોઈ ફેરફાર નથી કર્યો

સારા સમાચાર એ છે કે બેંકે સેવિંગ એકાઉન્ટમાં જમા પૈસા પર મળનારા વ્યાજ દરમાં કોઈ ફેરફાર નથી કર્યો

  • Share this:
ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ડિપોઝિટ એટલે કે એફડી પર વ્યાજ દરોમાં ફેરફાર કર્યા છે. તે મુજબ એસબીઆઈએ રિટેલ ડોમેસ્ટિક ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં 0.10 ટકા ઘટાડો કર્યો છે. એસબીઆઈએ 2 વર્ષથી ઓછો ટર્મ ડિપોઝિટ દર 0.10% ઘટાડીને 6.8%થી 6.7% કરી દીધો છે. નવા દરો 26 ઓગસ્ટથી લાગુ થશે.

આ પહેલા એસબીઆઈએ 1 ઓગસ્ટથી નવા વ્યાજ દરો લાગુ કર્યા હતા. શોર્ટ ટર્મની 179 દિવસની એફડી પર વ્યાજ દરમાં 0.5થી 0.75 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. આવ જ રીતે લોન્ગ ટર્મ ફિક્સ્ડ ડિપોઝિટ પર રીટેલ સેગમેન્ટમાં વ્યાજ દરમાં 0.20 અને બલ્ક સેગમેન્ટમાં 0.35 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. દેશની સૌથી મોટી બેંકે બે કરોડ રૂપિયા અને તેના ઉપરની ડિપોઝિટ પર પણ વ્યાજ દરોમાં કાપ મૂક્યો છે.

આ પણ વાંચો, હોમ, ઓટો અને પર્સનલ લોન લેનારાઓ માટે નાણા મંત્રીની મોટી જાહેરાત
Source: SBI Website


સારા સમાચાર એ છે કે બેંકે સેવિંગ એકાઉન્ટમાં જમા પૈસા પર મળનારા વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો.

આ પણ વાંચો, શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા લોકો માટે મોટી રાહત, આ ચાર્જ ખતમ કરાયો
First published: August 24, 2019
વધુ વાંચો
अगली ख़बर