SBIએ સતત છઠ્ઠી વાર ઘટાડ્યા વ્યાજદર, 10 ઑક્ટોબરથી સસ્તી થશે હૉમ, ઑટો અને પર્સનલ લૉન

જો તમે હૉમ, ઑટો અને પર્સનલ લૉન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે ખુશખબર છે

News18 Gujarati
Updated: October 9, 2019, 2:46 PM IST
SBIએ સતત છઠ્ઠી વાર ઘટાડ્યા વ્યાજદર, 10 ઑક્ટોબરથી સસ્તી થશે હૉમ, ઑટો અને પર્સનલ લૉન
જો તમે હૉમ, ઑટો અને પર્સનલ લૉન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે ખુશખબર છે
News18 Gujarati
Updated: October 9, 2019, 2:46 PM IST
મુંબઈ : દેશની સૌથી મોટી સરકારી બેંક State Bank of India (SBI)એ દિવાળી (Diwali Festival) પહેાલ ગ્રાહકોને વધુ એક ગિફ્ટ આપી છે. SBIએ 10 ઑક્ટોબરથી MCLRના દર 0.10 ટકા સુધી ઘટાડી દીધો છે. હવે જો તમે હૉમ, ઑટો (SBI Loan Products) અને પર્સનલ લૉન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે ખુશખબર છે. બીજી તરફ, તમે જો બેંકના ગ્રાહક છો તો પણ તમને ઘટાડેલા દરોનો ફાયદો મળશે. આપને જણાવી દઈએ કે 4 ઑક્ટોબરે Reserve Bank of India (RBI)એ (Repo Rate Cut) 0.25 ટકા ઘટાડવાની જાહેરાત કરી હતી. રૅપો રેટ 0.25 ટકા ઘટીને 5.15 ટકા સુધી આવી ગયો છે.

SBIએ ગ્રાહકોને આપી દિવાળી ગિફ્ટ

SBI તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તહેવારોમાં ગ્રાહકોને વધુ ફાયદો પહોંચાડવા માટે બેંકે તમામ અવધિ માટે MCLR દર 0.10 ટકા સુધી ઘટાડી દીધા છે. હવે એક વર્ષ માટે નવી MCLR દરો 8.15 ટકાથી ઘટાડીને 8.05 ટકા પર આવી ગયો છે. નવા દરો 10 ઑક્ટોબરથી લાગુ થશે. બેંકે હાલના નાણાકિય વર્ષમાં સતત છઠ્ઠી વાર દરો ઘટાડ્યા છે.

હવે EMI કેટલી થશે?

RBIના રૅપો રેટ ઘટાડ્યા બાદ SBIએ MCLR પર આધારિત લૉનની દરો ઘટાડી દીધા છે. હવે દર મહિને EMI 0.10 ટકા સુધી સસ્તો થઈ ગયો છે.

નોંધનીય છે કે, બેંકો દ્વારા MCLR વધારવા કે ઘટડવાની અસર લૉન લેનારા ઉપરાંત તે ગ્રાહકોને પણ થાય છે, જેઓએ એપ્રિલ 2016 બાદ લૉન લીધી હોય.
Loading...

આ પણ વાંચો,

તહેવારોની સિઝનમાં SBIએ ગ્રાહકો માટે લૉન્ચ કરી આ ખાસ સુવિધા
આનંદોઃ દિવાળી પહેલા છ કરોડ લોકોના ખાતામાં આવશે વઘારે પૈસા
First published: October 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...