SBIએ હોમ લોન કરી 0.30 ટકા સસ્તી, અને પ્રોસેસિંગ ફી સંપૂર્ણ માફ, હવે ઘર ખરીદવું સરળ

SBIએ હોમ લોન કરી 0.30 ટકા સસ્તી, અને પ્રોસેસિંગ ફી સંપૂર્ણ માફ,  હવે ઘર ખરીદવું સરળ
SBIની હોમ લોન થઇ 0.30 ટકા સસ્તી

SBIએ શુક્રવારે હોમ લોનનાં દર પર 0.30 ટકાની છૂટ આપવાની સાથે સાથે પ્રોસેસિંગ ફી સંપૂર્ણ માફ કરવાની જાહેરાત કરી છે.

  • Share this:
    નવી દિલ્હી: આપ નવું ઘર ખરીદવાનાં પ્લાનિગમાં છો તો આનાંથી વધુ સારી તક આપને નહીં મળે, ખરેખરમાં દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (State Bank Of India)એ ઓછા વ્યાજ દર પર હોમ લોન (Home Loan)ની રજૂઆત કરી છે. SBIએ શુક્રવારનાં હોમ લોનની દર પર 0.30 ટકા સુધીની છૂટ આપવા અને પ્રોસેસિંગ ફી (Processing Fee) સંપૂર્ણ માફ કરવાની જાહેરાત કરી છે.

    મહિલાઓને મળશે વધુ 0.05 ટકાની વધુ છૂટ


    બેંક દ્વારા જાહેર એક એડમાં કહેવામાં આવ્યું છે કે, હોમ લોન પર નવાં વ્યાજ દર સિબિલ સ્કોર સાથે જોડાયેલાં છે. અને 30 લાખ રૂપિયા સુધીની લોન માટે 6.80 ટકાથી વ્યાજ રહેશએ. જ્યારે 30 લાખ રૂપિયાથી વધુની લોન માટે વ્યાજ દર 6.95 ટકાથી શરૂ થશે. બેંકે જણાવ્યું કે, મહિલાનાં નામે લોન હશે તો તેને વધુ 0.05 ટકા છૂટ મળશે.



    પ્રોસેસિંગ ફી પર 100 ટકા છૂટ
    બેંક મજુબ, 'ઘર ખરીદનારાઓને આકર્ષક લાભ આપવાનાં હેતુથી દેશની સૌથી બેંક SBI દ્વારા હોમ લોન પર 30 BPS (0.30 ટકા) ની છૂટ અને પ્રોસેસિંગ ફી પર 100 ટકાની છૂટ આપવાની જાહેરાત કરવાંમાં આવી છે. '

    YONO એપથી અપ્લાય કરવાં પર 0.05 ટકાથી વધુ રાહત મળશે.
    બેંકે કહ્યું કે, પાંચ કરોડ રૂપિયા સુધીની લોન માટે આઠ મહાનગરમાં 0.30 ટકા સુધી વ્યાજમાં ઘટાડો કરવામાં આવશે. એડમાં જણાવ્યાં મુજબ, ગ્રાહક YONO એપ માધ્યમથી ઘેર બેઠા સહેલાઇથી આવેદન કરી શકે છે. અને આ માટે તેને વધુ 0.05 ટકા વ્યાજમાં રાહત મળી શકે છે.

    વડાપ્રધાન આવાસ યોજનાનો પણ લાભ
    બેંકનાં મેનેજર ખુદરા અને ડિજિટલ બેંકિંગનાં ડિરેક્ટર સી એસ સેટ્ટીએ કહ્યું કે, 'અમને વિશ્વાસ છે કે આ પગલું ઘર ખરીદનારાઓને નિર્ણય લેવામાં વધુ ઉત્સાહિત કરશે. તેમનો વિશ્વાસ વધશે. તેમાં પણ જો તમે પ્રથમ ઘર ખરીદી રહ્યાં છો તો તમને વધુ ફાયદો છે. એક તો ઓછા વ્યાજ દર, બીજું વડાપ્રધાન આવાસ યોજનાની 2.67 લાખ રૂપિયાની સબસિડી અને કેટલાક રાજ્યોમાં સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશનના દરોમાં ઘટાડો પણ થયો છે.'
    Published by:Margi Pandya
    First published:January 09, 2021, 16:17 pm

    ટૉપ ન્યૂઝ