SBIના કસ્ટમર્સ માટે સારા સમાચાર, હોમ અને ઓટો લોન થશે સસ્તી

એસબીઆઈએ બેસ રેટમાં 0.30%નો ઘટાડો કર્યો છે. હવે તે ઘટીને 8.65 ટકા થઈ ગયો છે.

એસબીઆઈએ બેસ રેટમાં 0.30%નો ઘટાડો કર્યો છે. હવે તે ઘટીને 8.65 ટકા થઈ ગયો છે.

  • Share this:
નવા વર્ષે એસબીઆઈના ગ્રાહકોને ઇનામ મળ્યું છે. એસબીઆઈએ બેસ રેટમાં 0.30%નો ઘટાડો કર્યો છે. હવે તે ઘટીને 8.65 ટકા થઈ ગયો છે. નવા રેટ આજથી જ લાગૂ થઈ જશે. આ પહેલા બેંકે સપ્ટેમ્બર 2017માં 0.05% ઘટાડો કર્યો હતો.

એમસીએલઆર બહાર જે રિટેલ લોન છે તેમને આ લાભ મળશે. જ્યારે બેંકે એમસીએલઆર રેટ 7.95% જ રાખ્યો છે. બેસ રેટમાં કાપનો ફાયદો બેંકના જૂના હોમ, ઓટો અને પર્સનલ લોન ધારકોને મળશે. એવું એટલા માટે થશે કારણ કે 1 એપ્રિલ 2016ના રોજથી તમામ બેંક એમસીએલઆર(માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટ) પર લોન આપવા લાગી છે. વ્યાજદર નક્કી કરવાના લઇને રિઝર્વ બેંકે MCLRની શરૂઆત કરી છે.

1 જાન્યુઆરીથી એસબીઆઈમાં આ બદલાવ પણ થયા

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતાધારકો માટે પહેલી જાન્યુઆરીથી નવા નિયમ લાગૂ થઈ ગયા છે. જે લોકો પાસે એસબીઆઈમાં મર્જ થયેલી બેંકોની ચેક બૂક હશે તો હવે તે નહીં ચાલે. આવા લોકોની જૂની ચેક બુક અને આઈએફએસસી કોડ 31મી ડિસેમ્બરથી અમાન્ય રહેશે.

સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ બીકાનેર અને જયપુર, સ્ટેટ બેંક ઓફ રાયપુર, સ્ટેટ બેંક ઓફ ત્રાવળકોર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ અને ભારતીય મહિલા બેંકના ખાતાધારકોને હવે નવી ચેક બુક લેવી પડશે.
First published: